GU/Prabhupada 0324 - ઈતિહાસ મતલબ પ્રથમ વર્ગના માણસોના કાર્યોને સમજવા



Lecture on SB 6.1.20 -- Chicago, July 4, 1975

અને આ કુરુક્ષેત્ર ધર્મ-ક્ષેત્ર છે. એવું નથી કે યુદ્ધ થયું હતું અને કૃષ્ણ ત્યાં હતા, એટલે તેને ધર્મ ક્ષેત્ર કહેવાયેલું છે. ક્યારેક તેનું અર્થઘટન તે રીતે થાય છે. પણ વાસ્તવમાં કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર ખૂબજ જૂના સમયથી હતું. વેદોમાં કહેવાયેલું છે કે, કુરુ ક્ષેત્રે ધર્મમ આચરેત: "જો કોઈ વ્યક્તિને કર્મકાંડની વિધિઓ કરવી છે, તો તેણે કુરુક્ષેત્ર જવું જોઈએ." અને તે પદ્ધતિ હજી પણ ભારતમાં છે, જો બે દળોની વચ્ચે કોઈ મતભેદ કે ઝગડો થાય છે, તો હજી પણ તે લોકો મંદિરમાં જાય છે - મંદિર ધર્મક્ષેત્ર છે - જેનાથી તે વિગ્રહની સામે જૂઠું બોલવાનું સાહસ ના કરી શકે. તે હજી પણ ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ માનસિકતામાં ખૂબજ નીચો છે, છતાં, જો તેને પડકાર આપવામાં આવે છે કે, "તું આ જૂઠું કહે છે. હવે વિગ્રહની સામે બોલ," તે અચકાશે, "ના." તે ભારતમાં હજી પણ છે. તમે વિગ્રહની સામે જૂઠું ના બોલી શકો. તે અપરાધ છે. એવું ના વિચારતા કે વિગ્રહ કોઈ સંગે મર્મરની મૂર્તિ છે. ના. સ્વયમ ભગવાન. જેમ કે ચૈતન્ય મહાપ્રભુ. જેવો તેમણે જગન્નાથ ભગવાનનો વિગ્રહ જોયો, તેઓ તરત જ બેહોશ થઇ ગયા. "ઓહ, અહીં મારા ભગવાન છે." આપણી જેમ નહીં: "ઓહ, અહીં કોઈ મૂર્તિ છે." ના. તે કિંમત આંકવાનો પ્રશ્ન છે. તો તમે કિંમત આંકશો કે નહીં આંકો, વિગ્રહ સ્વયમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વ્યક્તિગત સ્વરૂપે છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. તો આપણે હંમેશા વિગ્રહની સામે ખૂબ કાળજી રાખવી જોઈએ, અપરાધ ન કરવો જોઈએ. તેમની સેવા કરવામાં, તેમને પ્રસાદ અર્પણ કરવામાં, તેમને કપડાં પહેરાવવામાં, આપણે હંમેશા વિચારવું જોઈએ કે, "અહીં સ્વયમ કૃષ્ણ છે." તેઓ સ્વયમ ત્યાં છે, પણ આપણા જ્ઞાનના અભાવે, આપણે તે સમજી નથી શકતા.

તો શાસ્ત્રોની દરેક વસ્તુનું આપણે પાલન કરવું જોઈએ. તેને બ્રાહ્મણ્ય સંસ્કૃતિ કહેવાય છે. આ કૃષ્ણ ભાનવમૃત આંદોલન એટલે કે બ્રાહ્મણીક સંસ્કૃતિ - પ્રથમ-વર્ગના માણસોનું સાંસ્કૃતિક પ્રદર્શન, પ્રથમ-વર્ગના માણસો. બ્રાહ્મણ વ્યક્તિને માનવ સમાજમાં પ્રથમ-વર્ગના માણસના રૂપે સમજવામાં આવે છે. તેથી કૃષ્ણ કહે છે, ચાતુરવર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). ઈતિહાસ, એટલે કે પ્રથમ-વર્ગના માણસના કાર્યોને સમજવું. તે ઈતિહાસ છે. તે સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓનો ચુનાવ કરે છે. તેથી અહી ઉદાહરણ આપવામાં આવેલું છે કે, ઉદાહરણન્તી ઈમમ ઈતિહાસમ પુરાતનમ (શ્રી.ભા. ૬.૧.૨૦). કારણકે તે પ્રથમ-દર્જાની ઘટના છે... નહિતો, જો તમે ઇતિહાસનો આખો સમયકાળ જોશો, તો ક્યાં, કોણ તેને વાંચશે, અને કોણ તેનું મૂલ્યાંકન કરશે, અને તમે તેને ક્યાં રાખશો? રોજ કેટલી બધા વસ્તુઓ થાય છે. તેથી, વૈદિક પદ્ધતિઓના અનુસાર, માત્ર સૌથી મહત્વની ઘટનાઓ ઇતિહાસમાં લિખિત છે. તેથી તેને પુરાણ કહેવાય છે. પુરાણ એટલે કે પુરાતન ઇતિહાસ. પુરાતનામ. પુરાતનામ એટલે કે ખૂબજ, ખૂબજ જૂનું. તેનો ઉલ્લેખ થયો છે. તો આ શ્રીમદ ભાગવતમ ખૂબજ જૂના ઇતિહાસો, ઐતિહાસિક ઘટનાઓનો સંગ્રહ છે. ઇતિહાસમ પુરાણાનામ, સારમ સારમ સમુધૃત્ય. સારમ એટલે કે સારાંશ. એવું નથી કે બધી વ્યર્થ વાતોનો લેખ થવો જોઈએ. ના. સારમ સારમ, માત્ર સૌથી મહત્વનું, સારાંશ, તેનો જ ઉલ્લેખ થવો જોઈએ. તેને કહેવાય છે ભારતીય ઇતિહાસ. મહાભારત... મહા એટલે કે મહાન ભારત. મોટા ભારતમાં, કેટલી બધી ઘટનાઓ થઈ હતી, પણ સૌથી મહત્વની ઘટના, કુરુક્ષેત્રનું યુદ્ધ, તેમાં છે. એવું નથી કે બધા યુદ્ધોનો ઉલ્લેખ થવો જોઈએ.