GU/Prabhupada 0323 - હંસોનો સમાજ બનાવવો, કાગડાઓનો નહીં



Lecture on SB 3.25.12 -- Bombay, November 12, 1974

તો આ ભૌતિક જીવન છે, પવર્ગ. તો જો તમારે આને નકારવું છે, તેને અપવર્ગ કહેવાય છે. તો અહીં કહેવાયેલું છે અપવર્ગ-વર્ધનમ (શ્રી.ભા. ૩.૨૫.૧૨), કેવી રીતે મુક્તિમાં રુચિને વધારવી. લોકો એટલા મંદ બની ગયા છે, તેઓ મુક્તિનો અર્થ શું છે તે નથી જાણતા. તેઓ સમજતા નથી. જેમ કે પશુ. તે... જો કોઈ પશુને કહેવામા આવે છે કે "મુક્તિ છે," તે શું સમજશે? તે નહીં સમજે. તે તેના માટે શક્ય નથી. તેવી જ રીતે, વર્તમાન સમયે, માનવ સમાજ બિલકુલ પશુઓની જેમ બની ગયો છે. તેઓ જાણતા નથી અપવર્ગ કે મુક્તિનો અર્થ શું છે. તેઓ નથી જાણતા. પણ તેવો સમય હતો, જ્યારે લોકો જાણતા હતા કે આ માનવ જન્મ અપવર્ગ માટે છે. અપવર્ગ, એટલે કે પ, ફ, બ, ભ, મ ના કાર્યને રોકવું. તેને કહેવાય છે અપવર્ગ-વર્ધનમ. તો દેવહુતિ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નો અને જવાબો, જે કપિલદેવ દ્વારા આપવામાં આવશે, તેને અપવર્ગ-વર્ધનમ (શ્રી.ભા. ૩.૨૫.૧૨) કહેવાય છે. તેની જરૂર છે. સમસ્ત વેદોનો આ જ ઉપદેશ છે. તસ્યૈવ હતો પ્રયતેત કોવીદો (શ્રી.ભા. ૧.૫.૧૮). અપવર્ગ માટે બધા પ્રયત્ન કરશે. દરેક વ્યક્તિએ તેનો શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ. "અને મારા પાલનનું શું?" પાલન માટે, શાસ્ત્ર ક્યારે પણ કોઈ જોર નથી આપતું, કે "તમે પાલન માટે પ્રયત્ન કરો." શાસ્ત્ર કહે છે, "તે આવશે. તે પહેલેથી જ છે. તે આવશે." પણ જો આપણને તેવી કોઈ શ્રદ્ધા નથી કે, "ભગવાન પશુઓને, પક્ષીઓને, જાનવરોને ભોજન આપે છે, વૃક્ષોને, બધાને, અને કેમ તેઓ મને નહીં આપે? ચાલો હું મારો સમય અપવર્ગ માટે સંલગ્ન કરું." તેમને કોઈ પણ શ્રદ્ધા નથી. તેમને કોઈ પણ વિદ્યા નથી. તેથી સત્સંગની જરૂરત છે, કાગડાના સંગની નહીં, પણ હંસના સંગની. પછી આ ભાવ આવશે.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે એક હંસનો સમાજ બનાવીએ છીએ, કાગડાઓનો નહીં. કાગડાઓનો નહીં. કાગડાઓ ઉત્સુક નથી. તેઓ કચરામાં ઉત્સુક છે. તેઓ ઉતસક છે. પન: પુનસ ચર્વિત-ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦). પન: પુનસ ચર્વિત-ચર્વણાનામ. જેમ કે આપણે ફેંકી દઈએ છીએ... ખાધા પછી, આપણે તે પત્રને ફેંકી દઈએ છીએ. ખાદ્ય પદાર્થના થોડા અવશેષ બચે છે, કાગડાઓ આવે છે, કુતરાઓ આવે છે. તેઓ ઉત્સુક છે. તે નહીં કહે... એક ડાહ્યો માણસ ત્યાં નહીં જાય. પણ આ કાગડાઓ અને કુતરાઓ ત્યાં જાશે. તો આ દુનિયા તેવી છે. પન: પુનસ ચર્વિત-ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦). ચાવેલાને ફરીથી ચાવવું. જેમ કે તમે એક શેરડીને ચાવીને તેને શેરી ઉપર ફેંકી દો. પણ જો કોઈ આવીને તેને ફરીથી ચાવવા લાગે, ત્યારે તે મૂર્ખ છે. તેણે જાણવું જ જોઈએ કે "તે શેરડીમાંથી રસ નીકળી ગયો છે. મને તે ચાવવાથી શું મળશે?" પણ તેવા થોડા પશુઓ છે. તેઓ ફરીથી ચાવવાની ઈચ્છા કરે છે. તો આપણો આ ભૌતિક સમાજ એટલે કે ચાવેલાને ફરીથી ચાવવું. એક પિતા તેના પુત્રને શિક્ષણ આપે છે જીવન નિર્વાહ કમાવવા માટે, તેના લગ્ન કરાવે છે, અને તેને ઠરીઠામ કરાવે છે, પણ તે જાણે છે કે "આ પ્રકારનું કાર્ય, ધન કમાવવું અને લગ્ન કરવું, સંતાનની ઉત્પત્તિ કરવી, મેં કર્યું છે, પણ હું સંતુષ્ટ નથી. તો હું કેમ ફરીથી મારા પુત્રને આ જ કાર્યમાં સંલગ્ન કરું છું?" તો તેને કહેવાય છે ચાવેલાને ફરીથી ચાવવું. તે જ વસ્તુને ફરીથી ચાવવું. "હું આ કાર્યોથી સંતુષ્ટ નથી થયો, તો હું કેમ મારા પુત્રને પણ આ જ કાર્યોમાં પ્રવૃત કરું છું?" સાચો પિતા તે છે જે તેના પુત્રને ચાવેલાને ફરીથી ચાવવા નથી દેતો. તે સાચો પિતા છે. પિતા ન સ સ્યાજ, જનની ન સ સ્યાજ, ન મોચયેદ ય: સમુપેત-મૃત્યુમ (શ્રી.ભા. ૫.૫.૧૮). તે સાચું ગર્ભનિરોધક છે. એક પિતા, એક માણસને પિતા બનવાની ઈચ્છા ન કરવી જોઈએ, એક સ્ત્રીને માતા બનવાની ઈચ્છા ન કરવી જોઈએ, જ્યા સુધી તે સંતાનને મૃત્યુના સકંજાથી નથી રોકી શકતા. તે માતા અને પિતાનું કર્તવ્ય છે.