GU/Prabhupada 0330 - દરેક વ્યક્તિએ વ્યક્તિગત રૂપે પોતાનું ધ્યાન રાખવું પડે



Lecture on BG 1.26-27 -- London, July 21, 1973

જો આપણે વિચારીએ કે "આ ભૌતિક અસ્તિત્વમાં હું સુરક્ષિત રહીશ, મારા સમાજ, મિત્રતા, પ્રેમ, દેશ, અને રાજકારણ અને સામાજિકતાની મદદથી," "ના, ના, સાહેબ, તે શક્ય નથી." તે શક્ય નથી. તમારે પોતાનો ખ્યાલ રાખવો જ પડશે. તમારો કહેવતો સમાજ, મૈત્રી, પ્રેમ, દેશ, રાષ્ટ્ર અને આ, તમને ક્યારેય પણ મદદ નહીં કરી શકે. કારણકે તમે માયાની ચુંગલમાં છો. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪).

પ્રકૃતે: ક્રિયામાણાની
ગુણૈ: કર્માણિ સર્વશ:
અહંકાર વિમૂઢાત્મા
કર્તાહમ ઈતિ મન્યતે
(ભ.ગી. ૩.૨૭)

તમે માયાની ચુંગલમાં છો. તમને કોઈ પણ સ્વતંત્રતા નથી. કે નહીં તો કોઈને પણ સ્વતંત્રતા છે તમને બચાવવા માટે. તે શક્ય નથી. તે જ ઉદાહરણ મેં તમને ક્યારેક આપ્યું છે, કે તમે શીખો કેવી રીતે વિમાન ચલાવવું. તો તમે આકાશમાં ઊંચા જાઓ. પણ જો તમે સંકટમાં છો, ત્યારે બીજું કોઈ પણ વિમાન તમારી રક્ષા ના કરી શકે. તમે સમાપ્ત થઈ ગયા છો. તેથી તમારે પોતાનું ધ્યાન રાખવા ખૂબજ કાળજીથી વિમાન ચલાવવું જોઈએ. તેવી જ રીતે, આ ભૌતિક દુનિયામાં દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. તે કેવી રીતે માયાની ચંગુલથી બચી શકે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. એક શિક્ષક તમને ઈશારો આપી શકે છે. આચાર્ય તમને ઈશારો આપી શકે છે કે "તમે આ રીતે બચી શકો છો." પણ તે કર્તવ્યોનું પાલન, તે તમારા હાથમાં છે. જો તમે આધ્યાત્મિક કર્તવ્યોનું ઠીક રીતે પાલન કરશો, તો તમે બચી ગયા છો. નહિતો, જો આચાર્ય પણ તમને ઉપદેશ આપશે, પણ જો તમે પાલન નહીં કરો, તો તે કેવી રીતે તમને બચાવી શકે? તે તમને ઉપદેશ દ્વારા, કૃપા દ્વારા બચાવી શકે, જેટલું થઈ શકે તેટલું. પણ તમારે તેને તમારા હાથમાં દ્રઢતાથી લેવું જોઈએ.

તો સમસ્યા છે કે... અર્જુન હવે આ સમસ્યાનો સામનો કરે છે. તે સામાન્ય સમસ્યા છે. દેહાપાત્ય-કલત્રાદીષુ (શ્રી.ભા. ૨.૧.૪). દેહાપત્ય. દેહ એટલે કે આ શરીર. અપત્ય એટલે કે બાળકો. કલત્ર એટલે કે પત્ની. દેહાપત્ય-કલાત્રાદીષુ આત્મ-સૈન્યેષુ અસતસ્વ અપિ (શ્રી.ભા. ૨.૧.૪). આપણે વિચારીએ છીએ કે, "આપણે મારા આ સૈનિકો દ્વારા રક્ષિત થઈશું. મને મારા પુત્રો છે, પૌત્રો છે, મારા પિતામહ, મારા સસરા, મારા જીજા, મારા કેટલા બધા સમાજ, મૈત્રી અને પ્રેમ છે." દરેક વ્યક્તિ તેમ વિચારે છે. "મારો દેશ, મારો સમુદાય, મારો સિદ્ધાંત, મારૂ રાજકારણ." ના. તમને કોઈ પણ બચાવી નથી શકતું. દેહાપત્ય કલાત્રાદીષુ અસતસ્વ અપિ. તે બધા ક્ષણિક છે. તેઓ આવે છે અને જાય છે. અસતસ્વ અપિ. પ્રમત્તો તસ્ય નિધનમ પશ્યન્ન અપિ ન પશ્યતિ (શ્રી.ભા. ૨.૧.૪). જે વ્યક્તિ આ સમાજ, મૈત્રી અને પ્રેમથી ખૂબ જ આસક્ત છે, તે પ્રમત્ત છે. પ્રમત્ત એટલે કે પાગલ, ગાંડો વ્યક્તિ. પશ્યન્ન અપિ ન, તસ્ય નિધનમ. તે જોતો નથી. જો કે તે જુએ છે કે, "મારા પિતા મરી ગયા છે. હું જ્યારે બાળક હતો, ત્યારે મારા પિતા મને રક્ષણ આપતા હતા. હવે મારા પિતા જતાં રહ્યા છે. કોણ મને સંરક્ષણ આપે છે? શું મારા પિતા જીવિત છે રક્ષણ આપવા માટે? કોણ મને રક્ષણ આપે છે? મારી માતા મને રક્ષણ આપી રહી હતી. હવે કોણ મને રક્ષણ આપે છે? હું મારા પરિવારમાં હતો, મારા પુત્રો, પુત્રીઓ, મારી પત્ની, પણ મેં બધાને છોડી દીધા. હવે કોણ મને રક્ષણ આપે છે? વાસ્તવમાં કૃષ્ણ હંમેશા તમને રક્ષણ આપે છે. તમારો સમાજ, મૈત્રી અને પ્રેમ નહીં. તે બધા સમાપ્ત થઈ જશે.