GU/Prabhupada 0334 - જીવનની સાચી જરૂરિયાત છે આત્માના આરામની પૂર્તિ કરવી



Lecture on SB 1.8.33 -- Los Angeles, April 25, 1972

શારીરિક સુખ તમારું રક્ષણ નહીં કરે. ધારો કે કોઈ માણસ ખૂબજ સુખી અને સ્વસ્થ છે. શું તેનો અર્થ છે કે તે મરશે નહીં? તે મરશે જ. તો માત્ર શારીરિક સુખથી તમે ના રહી શકો. સૌથી યોગ્યનું અસ્તિત્વ. અસ્તિત્વ માટેનો સંઘર્ષ. તો જ્યારે આપણે માત્ર શરીર માટે ધ્યાન રાખીએ છીએ, તેને કહેવાય છે ધર્મસ્ય ગ્લાનિ:, ભ્રષ્ટ. વ્યક્તિએ જાણવું જોઈએ કે શરીરની જરૂર શું છે અને આત્માની જરૂર શું છે. જીવનની સાચી જરૂર છે આત્માને સુખ આપવું. અને આત્મા ભૌતિક વ્યવસ્થાથી સુખી ના થઈ શકે. કારણકે આત્મા એક ભિન્ન વ્યક્તિત્વ છે, આત્માને આધ્યાત્મિક આહાર આપવો જોઈએ. તે આધ્યાત્મિક ખોરાક આ કૃષ્ણ ભાવનામૃત છે. જો તમે આત્માને આધ્યાત્મિક ખોરાક આપશો...

ખોરાક, જ્યારે વ્યક્તિ રોગી છે, તમારે તેને આહાર અને દવા આપવી જોઈએ. બે વસ્તુઓની જરૂર છે. જો તમે માત્ર દવા આપશો, કોઈ આહાર નહીં, તે બહુ સફળ નહીં થાય. બન્ને. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આત્માને ખોરાક, એટલે કે આહાર અને દવા આપવા માટે છે. તે ઔષધિ છે હરે કૃષ્ણ મહા-મંત્ર. ભવૌષધાચ શ્રોત્ર મનો અભીરામાત ક ઉત્તમશ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજયેત વિના પશુઘ્નાત (શ્રી.ભા. ૧૦.૧.૪) પરીક્ષિત મહારાજે શુકદેવ ગોસ્વામીને કહ્યું કે: "આ ભાગવત ચર્ચા જે તમે મને આપવા માટે તૈયાર થયા છો, તે કોઈ સાધારણ વસ્તુ નથી." નિવૃત્ત તર્શૈર ઉપગીયમાનાત. આ ભાગવત ચર્ચા તે વ્યક્તિઓ દ્વારા આસ્વાદન કરી શકાય છે જે નિવૃત્ત-તૃષ્ણા છે. તૃષ્ણા, તૃષ્ણા એટલે કે આકાંક્ષા. આ ભૌતિક જગતમાં બધા લોકો આકાંક્ષા કરે છે, આકાંક્ષા કરે છે. તો જે વ્યક્તિ આ આકાંક્ષાથી મુક્ત છે, તે આ ભાગવતનું આસ્વાદન કરી શકે છે કે તે કેટલું સ્વાદિષ્ટ છે. તે એવી વસ્તુ છે. નિવૃત્ત-તર્શૈર:... તેવી જ રીતે ભાગવત એટલે પણ, હરે કૃષ્ણ મંત્ર પણ ભાગવત છે. ભાગવત એટલે કે પરમ ભગવાનના સંબંધમાં કઈ પણ. તેને કહેવાય છે ભાગવત. પરમ ઈશ્વરને ભગવાન કહેવાય છે. ભગવત-શબ્દ, અને તેમના સંબંધમાં, કઈ પણ. તે ભગવત-શબ્દ ભાગવત-શબ્દમાં અંતરિત થાય છે.

તો પરીક્ષિત મહારાજ કહે છે કે ભાગવતનો રસ તેવા વ્યક્તિ દ્વારા ચાખી શકાય છે જેણે ભૌતિક ઈચ્છાઓની આકાંક્ષાઓને પૂરી કરી દીધી છે. નિવૃત્ત તર્શૈર ઉપગીયમાનાત. કેમ આવી વસ્તુ ચાખવી જોઈએ? ભવૌષધી. ભવૌષધી, આપણા જન્મ અને મૃત્યુના રોગની દવા. ભવ એટલે કે "બનવું". આપણું... વર્તમાન સમયે, આપણે રોગી અવસ્થામાં છીએ. તે લોકો જાણતા નથી કે રોગી અવસ્થા શું છે, સ્વસ્થ અવસ્થા શું છે, આ ધૂર્તો. તેઓ કશું પણ નથી જાણતા. છતાં તેઓ મહાન વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓની જેમ... તેઓ પૂછતાં નથી કે: "મારે મરવું નથી. કેમ મૃત્યુ મારા ઉપર થોપવામાં આવે છે?" તેવી કોઈ જિજ્ઞાસા નથી. કે નથી કોઈ ઉકેલ. અને છતાં તેઓ વૈજ્ઞાનિકો છે. કેવા પ્રકારના વૈજ્ઞાનિકો?

વિજ્ઞાન એટલે કે તમે જ્ઞાનમાં વૃદ્ધિ કરો જેનાથી તમારા જીવનની દુઃખી પરિસ્થિતિ ઘટી શકે. તે વિજ્ઞાન છે. નહિતો, આ વિજ્ઞાન શું છે? તે માત્ર વાયદો આપે છે; "ભવિષ્યમાં." પણ તમે અત્યારે શું આપી રહ્યા છો, સાહેબ? "અત્યારે તમે કષ્ટ ભોગવો, અને તમે ભોગવતા જાઓ, ભોગવતા જાઓ. ભવિષ્યમાં અમે અમુક રસાયણો શોધી કાઢીશું." ના. વાસ્તવમાં આત્યંતિક-દુઃખ-નિવૃત્તિ. આત્યંતિક, અંતિમ. આત્યંતિક એટલે કે અંતિમ. દુઃખ એટલે કે કષ્ટો. તે મનુષ્ય જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. તો તેઓ જાણતા નથી કે આત્યંતિક-દુઃખ શું છે. દુઃખ એટલે કે કષ્ટો. તો આત્યંતિક-દુઃખ ભગવદ ગીતામાં બતાવેલું છે. "અહીં આત્યંતિક દુઃખ છે, સાહેબ." આ શું છે? જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ (ભ.ગી. ૧૩.૯). જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ.