GU/Prabhupada 0335 - લોકોને પ્રથમ વર્ગના યોગી બનવા માટેનું શિક્ષણ આપવું



Lecture on BG 2.24 -- Hyderabad, November 28, 1972

એક બ્રાહ્મણ, તે કૃષ્ણને પ્રાર્થના કરે છે: "મારા પ્રિય ભગવાન, હું મારી ઇન્દ્રિયોનો દાસ બની ગયો છું." અહીં બધા ઇન્દ્રિયોના દાસ છે. તે તેમની ઇન્દ્રિયોનો ભોગ કરવા માગે છે. ભોગ નહીં - તે તેમની ઇન્દ્રિયોની સેવા કરવા માગે છે. મારી જીભ મને કહે છે, "કૃપા કરીને મને ફલાણી હોટેલ લઈ જા અને મને ફલાણો ચિકનનો રસ પીવડાવ." હું તરત જ જઉં છું. ભોગ કરવા નહીં, પણ મારી જીભના આદેશની પૂર્તિ કરવા માટે. તેથી કહેવાતા ભોગ-વિલાસના નામે, આપણે બધા આપણી ઇન્દ્રિયોની સેવા કરીએ છીએ. સંસ્કૃતમાં તેને ગો-દાસ કહેવાય છે. ગો એટલે કે ઇન્દ્રિયો. તો જ્યા સુધી તમે ગોસ્વામી ન બનો, તમારું જીવન બગડી ગયું છે. ગોસ્વામી. તમે ઇન્દ્રિયો દ્વારા નિર્દિષ્ટ ના થઈ શકો. તમારે ઇન્દ્રિયોને નિર્દેશ આપવો જોઈએ. જેવી જીભ કહે છે કે, "હવે, તું મને તે હોટેલ લઇ જા, અથવા મને તે સિગારેટ આપ," જો તમે કહો, "ના. કોઈ સિગારેટ નહીં, કોઈ હોટેલ નહીં; માત્ર કૃષ્ણ-પ્રસાદ," તો તમે ગોસ્વામી છો. તો તમે ગોસ્વામી છો. આ લક્ષણ છે, સનાતન. કારણકે હું કૃષ્ણનો સનાતન સેવક છું. તો તેને કહેવાય છે સનાતન ધર્મ. અજામિલ-ઉપાખ્યાનમાં અમે તે વર્ણન કરીએ છીએ. આ સ્તર પર પહોંચી શકાય છે. તપસા બ્રહ્મચર્યેણ શમેન દમેન શૌચેન ત્યાગેન યમેન નિયમેન (શ્રી.ભા. ૬.૧.૧૩).

તેથી આખું વૈદિક સાહિત્ય ઇન્દ્રિયોને કેવી રીતે નિયંત્રિત કરવું તેના માટે છે. યોગ. યોગ ઇન્દ્રિય-સંયમ. તે યોગ છે. યોગનો મતલબ કોઈ જાદુ દેખાડવો નથી. આ પ્રથમ-વર્ગનું જાદુ છે. જો તમે યોગનો અભ્યાસ કરો છો... મેં કેટલા બધા યોગીઓને જોયા છે, પણ તે તેમના ઇન્દ્રિયોને બીડી પીવાથી રોકી નથી શકતા. તમે જોયું. ધૂમ્રપાન અને કેટલી બધી વસ્તુઓ ચાલી રહી છે. અને છતાં, તેમને યોગી કેહવામાં આવે છે. કેવા પ્રકારનો યોગી? યોગી એટલે કે જેણે ઇન્દ્રિયોને વશમાં કરી છે. શમેન દમેન બ્રહ્મચર્યેણ. તે છે.. ભગવદ ગીતામાં તે વર્ણિત છે જ્યાં યોગ-પદ્ધતિ સમજાવવામાં આવેલી છે. અને પાંચ હજાર વર્ષ પેહલા, અર્જુન આ યોગ વિશે સાંભળતો હતો, ઇન્દ્રિયોનું નિયંત્રણ. તો તે એક ગૃહસ્થ હતો, અને એક રાજનેતા પણ, કારણકે તે શાહી પરિવારથી હતો. તે લડી રહ્યો હતો રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે. તો અર્જુને સ્પષ્ટ કહ્યું કે, "મારા પ્રિય કૃષ્ણ, યોગી બનવું મારા માટે શક્ય નથી, કારણકે તે ખૂબજ મુશ્કેલ કાર્ય છે. તમે મને એક એકાંત જગ્યામાં બેસવા માટે કહો છો, એક પવિત્ર સ્થળમાં, અને સીધો બેસીને, માત્ર તમારા નાક ઉપર ધ્યાન કરીને, મારા નાક પર, કેટલી બધી વસ્તુઓ... પણ તે મારા માટે શક્ય નથી." તેણે સ્પષ્ટ ના પાડી દીધી. તો કૃષ્ણ, તેમના મિત્ર અને ભક્તને પ્રોત્સાહન આપવા માટે જ... તેઓ સમજી શક્યા હતા કે અર્જુન નિરાશ બની રહ્યો હતો. તેણે સ્પષ્ટ માની લીધું કે તે તેના માટે સંભવ નથી. વાસ્તવમાં, તે રાજનેતા છે. કેવી રીતે તેના માટે સંભવ છે યોગી બનવું? પણ આપણા રાજનેતા, તેઓ જાહેર કરે છે કે તેઓ યોગનો અભ્યાસ કરે છે. કેવા પ્રકારનો યોગ? શું તે અર્જુન કરતા વધારે બની ગયો છે? આ પતિત યુગના કાળમાં? પાંચ હજાર વર્ષ પેહલા, કેટલી બધી અનુકૂળ પરિસ્થિતિ હતી. અને હવે, આટલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં, બગડી ગયેલી પરિસ્થિતિમાં, તમારે કહેવાતા યોગી બનવું છે? તે શક્ય નથી. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ (શ્રી.ભા. ૧૨.૩.૫૨). યોગ એટલે કે વિષ્ણુ ઉપર ધ્યાન કરવું. તે સત્ય-યુગમાં સંભવ હતું. જેમ કે વાલ્મિકી. તેમણે સાઠ હજાર વર્ષો સુધી ધ્યાન કર્યું હતું, અને તેઓ સિદ્ધ બની ગયા હતા. તો સાઠ (હજાર) વર્ષો સુધી કોણ રહેવાનું છે? તો તે શક્ય નથી. તો તેથી, કૃષ્ણ, તેને પ્રોત્સાહન આપવા માટે... વાસ્તવમાં, યોગનું લક્ષ્ય, તેમણે અર્જુનને સમજાવ્યું હતું,

યોગીનામ અપી સર્વેષામ
મત-ગતેન અંતરાત્માના
શ્રદ્ધાવાન ભજતે યો મામ
સ મે યુક્ત તમો મતઃ
(ભ.ગી. ૬.૪૭)

પ્રથમ-દર્જાનો યોગી. કોણ? યોગીનામ આપી સર્વેષામ મત ગતેન-અંતરાત્માના. જે હંમેશા મારો વિચાર કરે છે, કૃષ્ણનો."

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને પ્રથમ-વર્ગના યોગી બનવાનું શિક્ષણ આપી રહ્યું છે. કૃષ્ણનો વિચાર કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે/હરે રામ હરે રામ રામ રામ હરે હરે. તે કોઈ બનાવટી વસ્તુ નથી. તે વાસ્તવમાં હકીકત છે. તમે યોગી બની શકો છો. તમે બ્રહ્મ બની શકો છો. બ્રહ્મ-ભૂયાય-કલ્પતે.

મામ ચ યો અવ્યભિચારેણ
ભક્તિ યોગેન સેવતે
સ ગુણાન સમતીતયૈતાન
બ્રહ્મ-ભૂયાય કલ્પતે
(ભ.ગી. ૧૪.૨૬)

તો જે વ્યક્તિ સાક્ષાત્કાર કરે છે, આત્મ-સાક્ષાત્કૃત વ્યક્તિ, બ્રહ્મ-ભૂત (શ્રી.ભા. ૪.૩૦.૨૦) બ્રહ્મ-ભૂત-પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪), ત્યારે તેના માટે શું રહી જાય છે? તે જીવનનું અંતિમ લક્ષ્ય છે, અહમ બ્રહ્માસ્મિ બનવું. વૈદિક સાહિત્ય આપણને શીખવાડે છે કે "તમે એમ ના વિચારતા કે તમે આ જડ પદાર્થના છો. તમે બ્રહ્મ છો." કૃષ્ણ પરમ બ્રહ્મ છે, અને આપણે આધીન બ્રહ્મ છીએ. નિત્ય-કૃષ્ણ-દાસ. આપણે દાસ બ્રહ્મ છીએ. તે સ્વામી બ્રહ્મ છે. તો, હું દાસ બ્રહ્મ છું તે સમજવાને બદલે, હું સમજુ છું કે હું સ્વામી બ્રહ્મ છું. તે બીજી માયા છે. તે બીજી માયા છે.