GU/Prabhupada 0342 - આપણે બધા વ્યક્તિગત વ્યક્તિઓ છીએ, અને કૃષ્ણ પણ વ્યક્તિગત વ્યક્તિ છે

From Vanipedia
Jump to: navigation, search
Go-previous.png પહેલાનું પૃષ્ઠ - વિડીઓ 0341
આગામી પૃષ્ઠ - વિડીઓ 0343 Go-next.png

આપણે બધા વ્યક્તિગત વ્યક્તિઓ છીએ, અને કૃષ્ણ પણ વ્યક્તિગત વ્યક્તિ છે
- Prabhupāda 0342


Lecture on CC Adi-lila 7.7 -- Mayapur, March 9, 1974

આપણે દરેક જીવો, આપણે વ્યક્તિઓ છીએ, અને કૃષ્ણ પણ વ્યક્તિગત વ્યક્તિ છે. આ જ્ઞાન છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો યો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). કૃષ્ણ, અથવા ભગવાન, તેઓ પણ નિત્ય, શાશ્વત છે. આપણે પણ નિત્ય, શાશ્વત છીએ. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આપણે મરતા નથી. આધ્યાત્મિક સમજનું આ પ્રાથમિક જ્ઞાન છે, કે "હું આ શરીર નથી, હું આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, પણ હું વ્યક્તિ છું." નિત્યો નિત્યાનામ. કૃષ્ણ વ્યક્તિગત વ્યક્તિ છે અને હું પણ વ્યક્તિગત વ્યક્તિ છું. જ્યારે કૃષ્ણ કહે છે કે સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬), તેનો અર્થ એમ નથી કે હું કૃષ્ણ સાથે એક બની જાઉં, અથવા કૃષ્ણના અસ્તિત્વમાં લીન થઇ જાઉં. હું મારા વ્યક્તિત્વને રાખું, કૃષ્ણ તેમના વ્યક્તિત્વને રાખે છે, પણ હું તેમના આદેશનું પાલન કરવા માટે સહમત થઈ જાઉં. તેથી કૃષ્ણ ભગવદ ગીતામાં અર્જુનને કહે છે કે "મેં તને બધું કહી દીધું છે. હવે તારો નિર્ણય શું છે?" વ્યક્તિગત. એવું નથી કે કૃષ્ણ અર્જુનને બળ આપે છે. યથેચ્છસી તથા કુરુ (ભ.ગી. ૧૮.૬૩) "હવે તને જે પણ ગમે છે, તું કરી શકે છે." તે વ્યક્તિગતતા છે.

તો આ ઉત્તમ જ્ઞાન છે કે, આ માયાવાદ તત્વજ્ઞાન. કે એક બનવું, અસ્તિત્વમાં લીન થવું, અસ્તિત્વમાં લીન થવું એટલે કે આપણે કૃષ્ણના આદેશમાં લીન થઇ જઇએ. વર્તમાન સમયે આપણું વ્યક્તિગતપણું માયા છે, કારણકે આપણે કેટલી બધી વસ્તુઓની યોજના કરી રહ્યા છીએ. તેથી તમારા વ્યક્તિત્વ અને મારા વ્યક્તિત્વમાં સંઘર્ષ થાય છે. પણ જ્યારે કોઈ સંઘર્ષ નહીં થાય - આપણે બધા સહમત થઈશું "કેન્દ્રબિંદુ કૃષ્ણ છે" - તે એકત્વ છે, એવું નથી કે આપણે આપણા વ્યક્તિત્વને ખોઈ દઈશું. તો જેમ કે વૈદિક સાહિત્યમાં વ્યક્ત છે અને કૃષ્ણ દ્વારા કહેલું છે, આપણે બધા વ્યક્તિઓ છીએ. બધા વ્યક્તિઓ. સ્વયમ ભગવાન એકલે ઈશ્વર. અંતર એટલું છે કે પરમ શાસક છે, ઈશ્વર. ઈશ્વર એટલે કે શાસક. વાસ્તવમાં તેઓ શાસક છે, અને આપણે પણ શાસક છીએ, પણ આપણે આધીન શાસક છીએ. તેથી તેઓ એકલે ઈશ્વર, એક શાસક છે. ઈશ્વર: પરમ: કૃષ્ણ, બ્રહ્મ સંહિતામાં. એકલે ઈશ્વર. ઈશ્વર વધારે ના હોઈ શકે. તે ઈશ્વર નથી. માયાવાદ સિદ્ધાંત કે બધા ભગવાન છે, તે ઉચિત નિષ્કર્ષ નથી. તે ધૂર્તતા છે. કૃષ્ણ કહે છે, મૂઢા. ન મામ પ્રપદ્યન્તે મૂઢા: (ભ.ગી. ૭.૧૫). જે વ્યક્તિ પરમ ઈશ્વરને, જે પરમ ભગવાન છે, તેમને શરણાગત નથી થતો, તમારે પૂર્ણ રીતે જાણવું જોઈએ કે "અહીં એક મૂઢ, ધૂર્ત છે," કારણકે તે એવું નથી કે આપણે બધા, આપણે ઈશ્વર બની શકીએ છીએ. તે શક્ય નથી. તો પછી ઈશ્વરનો કોઈ અર્થ જ નથી. ઈશ્વર એટલે કે શાસક. ધારો કે એક આપણે એક ટોળામાં છીએ, આ, આપણો, આંતરરાષ્ટ્રીય સમાજ. જો બધા શાસક કે આચાર્ય બની જશે, ત્યારે કેવી રીતે તે સંચાલિત થઇ શકે? ના. કોઈ અધ્યક્ષ હોવો જ જોઈએ. તે વ્યવહારિક જીવનમાં સિદ્ધાંત છે. આપણે આપણા રાજનેતાઓનું પાલન કરીએ છીએ. આપણે એવું નથી કહી શકતા કે "હું આ દળથી છું" જ્યાં સુધી હું નેતાનું અનુસરણ નથી કરતો. તે સ્વાભાવિક છે.

તો તે વૈદિક વાક્ય છે, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). કોઈ એક નેતા હોવો જ જોઈએ, તે જ ગુણનો નેતા, નિત્ય. હું નિત્ય છું, કૃષ્ણ નિત્ય છે. કૃષ્ણ પણ જીવ છે; હું પણ જીવ છું. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. તો શું અંતર છે કૃષ્ણ અને મારામાં? અંતર છે કે બે નિત્ય છે કે બે ચેતન છે. એકને એકવચન કહેવામાં આવેલું છે, અને બીજાને બહુવચન કહેવામાં આવેલું છે. નિત્યો નિત્યાનામ. આ નિત્યાનામ બહુવચન છે, અને નિત્ય એકવચન છે. તો ભગવાન નિત્ય છે, એકવચન, અને આપણે, આપણે શાસિત થઈએ છીએ. આપણે બહુવચન છીએ. તે અંતર છે. અને તેઓ કેવી રીતે બહુવચનનનું શાસન કરે છે? કારણકે એકો યો બહુનામ વિદધાતી કામાન. તેઓ આ બધા બહુવચનોના જીવનની બધી જરૂરીયાતોને પૂરી પાડે છે; તેથી તેઓ ઈશ્વર છે, તેઓ કૃષ્ણ છે, તેઓ ભગવાન છે. જે જીવનની બધી જરૂરીયાતોને પૂરી પાડે છે, તે ઈશ્વર છે, તે કૃષ્ણ છે, તે ભગવાન છે. તો આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ કે આપણે કૃષ્ણ દ્વારા પાલિત થઈએ છીએ, અને કેમ આપણે તેમના દ્વારા શાસિત ન થવું જોઈએ? તે હકીકત છે.