GU/Prabhupada 0343 - આપણે મૂઢ લોકોને શિક્ષિત કરવાનો પ્રયાસ કરીએ છીએ



Lecture on BG 3.27 -- Madras, January 1, 1976

કૃષ્ણ, જ્યારે તેઓ વ્યક્તિગત રીતે આ ગ્રહ ઉપર વિદ્યમાન હતા, તેમણે વ્યવહારિક રીતે પ્રદર્શિત કર્યું હતું, કે તેમણે બધાને નિયંત્રિત કર્યા હતા પણ કોઈએ પણ તેમને નિયંત્રિત ન હતા કર્યા. તેને ઈશ્વર કહેવાય છે. તેને પરમેશ્વર કહેવાય છે. ઈશ્વર કોઈ પણ હોઈ શકે છે. ભગવાન કોઈ પણ હોઈ શકે છે. પણ પરમ ભગવાન કૃષ્ણ છે. નિત્યો નિત્યનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તો આપણે તેને ખૂબ સારી રીતે સમજવું જોઈએ, અને તે બહુ મુશ્કેલ નથી. તે જ નિયંત્રક આપણા બધાની સામે આપણામાંથી એક ના રૂપે આવે છે, એક માનવના રૂપે. પણ આપણે તેમનો સ્વીકાર નથી કરી રહ્યા. તે મુશ્કેલી છે. અવજાનન્તિ મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિતમ (ભ.ગી. ૯.૧૧). તે ખૂબજ ખેદપૂર્ણ છે. કૃષ્ણ કહે છે કે "હું પ્રદર્શન કરવા આવું છું કે પરમ નિયંત્રક કોણ છે, અને હું મનુષ્યની જેમ લીલા કરું છું જેનાથી બધા મને સમજી શકે. હું આ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપું છું. છતાં, આ મૂર્ખો, ધૂર્તો, તેઓ સમજી નથી શકતા." તો ભગવાન છે. આપણે ભગવાનનું નામ, કૃષ્ણને આપીએ છીએ. ભગવાનનું સરનામું પણ, વૃંદાવન, ભગવાનના પિતાનું નામ, ભગવાનની માતાનું નામ. તો કેમ... શું મુશ્કેલી છે ભગવાનને શોધવા માટે? પણ તે લોકો સ્વીકાર નહીં કરે. તેઓ સ્વીકાર નહીં કરે. મૂઢ. તેમને મૂઢ કહેવામાં આવેલા છે.

તો આજે સવારે આ પત્રકારો મને પૂછતાં હતા, "તમારા આંદોલનનો હેતુ શું છે?" તો મેં કહ્યું, "મૂઢોને શિક્ષિત કરવા, બસ તેટલુ જ." કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો આ સારાંશ છે, કે આપણે મૂઢોને શિક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને મૂઢ કોણ છે? તે કૃષ્ણ દ્વારા વર્ણિત છે. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપધ્યન્તે નરાધમા: (ભ.ગી. ૭.૧૫). કેમ? માયયાપહ્રત-જ્ઞાના: કેમ માયાએ તેમનું જ્ઞાન હરી લીધું છે? આસુરમ ભાવમ આશ્રિતઃ અમારી પાસે ખૂબજ સરળ કસોટી છે, જેમ કે કોઈ રસાયણશાસ્ત્રી નાનકડી કસનળીમાં કસોટી કરે છે કે પ્રવાહી શું છે. તો અમે બહુ બુદ્ધિશાળી નથી. અમે પણ કેટલા બધા મૂઢોમાંથી એક છીએ, પણ અમારી પાસે કસનળી છે. કૃષ્ણ કહે છે... અમને મૂઢ રેહવું ગમે છે, અને કૃષ્ણ પાસેથી શિક્ષણ લઈએ છીએ. તે કૃષ્ણ ભાવનામૃત છે. અમે પોતાને ખૂબજ વિદ્વાન પંડિત અને ખૂબ જ્ઞાની પંડિતની જેમ પ્રદર્શન નથી કરતાં કે - "અમે બધું જાણીએ છીએ." ના.

અમે... ચૈતન્ય મહાપ્રભુ, તેમણે પણ મૂઢ રહેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમણે પ્રકાશાનંદ સરસ્વતી સાથે વાત કરી હતી... તે (પ્રકાશાનંદ સરસ્વતી) માયાવાદી સન્યાસી હતા. ચૈતન્ય મહાપ્રભુ નાચી રહ્યા હતા અને કીર્તન કરી રહ્યા હતા. તો તે માયાવાદી સન્યાસિયો તેમની નિંદા કરી રહ્યા હતા કે "તે એક સંન્યાસી છે, અને તે અમુક ભાવુક વ્યક્તિઓ સાથે માત્ર કીર્તન કરે છે અને નૃત્ય કરે છે. આ શું છે?" તો પ્રકાશાનંદ સરસ્વતી અને ચૈતન્ય મહાપ્રભુની વચ્ચે એક મુલાકાતની વ્યવસ્થા થઈ હતી. તે મુલાકાતમાં ચૈતન્ય મહાપ્રભુએ એક નમ્ર સન્યાસીના રૂપે ભાગ લીધો. તો પ્રકાશાનંદ સરસ્વતીએ તેમને પૂછ્યું કે, "સાહેબ, તમે એક સંન્યાસી છો. તમારું કર્તવ્ય છે હંમેશા વેદાંતનો અભ્યાસ કરવો. તો કેવી રીતે, તમે હંમેશા કીર્તન કરો છો અને નાચો છો? તમે વેદાંત નથી વાંચી રહ્યા." ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે, "હા, સાહેબ, તે હકીકત છે. હું તેમ કરું છું કારણકે મારા ગુરુ મહારાજે મને એક મૂર્ખ, ધૂર્તની જેમ જોયો હતો." "તે કેવી રીતે છે?" તેમણે કહ્યું, ગુરુ મોરે મૂર્ખ દેખી કરીલ શાસન (ચૈ.ચ. આદિ ૭.૭૧). મારા ગુરુ મહારાજે મને એક નંબરના મૂર્ખ રીતે જોયો હતો, અને મને ઠપકો આપ્યો." "કેવી રીતે તેમને તમને ઠપકો આપ્યો?" હવે, "તને વેદાંત વાંચવાનો કોઈ અધિકાર નથી. તે તારા માટે શક્ય નથી. તૂ મૂઢ છે. શ્રેષ્ઠ છે હરે કૃષ્ણનો જપ કર."

તો તેમનો ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય છે કે, વર્તમાન સમયે, આ મૂઢો, તેઓ કેવી રીતે વેદાંત સમજશે? શ્રેષ્ઠ છે તમે હરે કૃષ્ણનો જપ કરો. ત્યારે તમને બધું જ્ઞાન મળશે.

હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ
કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
(ચૈ.ચ. આદિ ૧૭.૨૧)

આ યુગમાં લોકો એટલા પતિત છે કે કેવી રીતે તેઓ વેદાંતને સમજશે અને કોની પાસે સમય છે વેદાંત વાંચવા માટે? તો શ્રેષ્ઠ છે કે વેદાંતનો શિક્ષા સીધા જેમ કે કૃષ્ણ કહે છે તેમ લઇ લઉ, વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્ય: (ભ.ગી. ૧૫.૧૫).

તો વેદાંત જ્ઞાન છે શબ્દાદ અનાવૃત્તિ. શબ્દ-બ્રહ્મ જપ કરવાથી વ્યક્તિ મુક્ત થઇ શકે છે. તો આ, શાસ્ત્રોમાં ભલામણ કરેલી છે:

હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ
કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
(ચૈ.ચ. આદિ ૧૭.૨૧)

તો જો વાસ્તવમાં વ્યક્તિ ઉત્સુક છે કે કેવી રીતે ભૌતિક બંધનથી મુક્ત થવું છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ (ભ.ગી. ૧૩.૯) - આ સમસ્યાઓ છે - તો, શાસ્ત્રના અનુસાર, મહાજનના અનુસાર, વ્યક્તિએ આ હરે કૃષ્ણ મંત્રનો જપ સ્વીકરવો જ જોઈએ. તે આપણો, મારા કહેવાનો અર્થ છે, હેતુ છે.