GU/Prabhupada 0353 - કૃષ્ણ માટે લખો, વાંચો, બોલો, વિચારો, પૂજા કરો, ભોજન રાંધો અને ગ્રહણ કરો - તે કૃષ્ણ કીર્તન છે



Lecture on SB 2.1.2 -- Vrndavana, March 17, 1974

પ્રભુપાદ: તો આપણે કહેવાતા ગોસ્વામીઓથી ભિન્ન રેહવું જોઈએ. જે લોકો વૃંદાવનમાં રહેશે... બધી જગ્યાએ. બધી જગ્યાએ વૃંદાવન છે. જ્યાં પણ કૃષ્ણનું મંદિર છે, કૃષ્ણનું સંકીર્તન છે, તે વૃંદાવન છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે, "મારું મન હંમેશા વૃંદાવન છે." કારણકે તે હંમેશા કૃષ્ણનો વિચાર કરે છે. કૃષ્ણ ત્યાં છે - તેઓ કૃષ્ણ સ્વયમ છે - માત્ર આપણને શિખવાડવા માટે. તો તેવી જ રીતે, તમે જ્યાં પણ રહો, જો તમે વાસ્તવમાં કૃષ્ણના ઉપદેશનું અનુસરણ કરો છો, જેમ કે કૃષ્ણ કહે છે, મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫), તો તે વૃંદાવન છે. જ્યાં પણ તમે રહો. તેમ ના વિચારો કે "કારણકે મેલબોર્નમાં મંદિર છે, મેલબોર્ન વિગ્રહો અહીં છે, તો તે વૃંદાવન નથી." તે પણ વૃંદાવન છે. જો તમે વિગ્રહની પૂજા ખૂબ સારી રીતે કરો છો, નીતિ અને નિયમોનું પાલન કરો છો, તો જ્યાં પણ તમે કરો છો, તે વૃંદાવન છે. વિશેષ કરીને આ વૃંદાવન ધામ, જ્યાં કૃષ્ણ સ્વયમ પ્રકટ થયા હતા. તો આ વૃંદાવન છે, ગોલોક વૃંદાવન. અહીં, જે લોકો સંસ્થાનું સંચાલન કરશે, તે પ્રથમ-વર્ગના ગોસ્વામીઓ હોવા જોઈએ. તે મારો મત છે. ગૃહમેધિ નહીં. ગૃહમેધિ નહીં. ગોસ્વામી. જેમ કે...

કારણકે આ સ્થળ ગોસ્વામીઓ દ્વારા ખોદવામાં આવેલું છે, ષડ-ગોસ્વામીયો દ્વારા. સનાતન ગોસ્વામી અહીં આવ્યા હતા, રૂપ ગોસ્વામી અહીં આવ્યા હતા. અને પછી બીજા ગોસ્વામીઓ, જીવ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ ગોસ્વામી, બધા સાથે મળ્યા હતા શ્રી ચૈતન્ય મહાપ્રભુના આદેશનું પાલન કરવા માટે - કૃષ્ણના વિશે ગ્રંથો લખવા માટે, તેમની લીલાઓ; ખૂબજ, મારા કહેવાનો અર્થ છે, તેમણે ખૂબજ ઉચ્ચ આધ્યાત્મિક સમજવાળા ગ્રંથો લખ્યા છે. નાના શાસ્ત્ર વિચારનૈક નિપુણૌ સદ ધર્મ સંસ્થાપકૌ. તે ગોસ્વામીઓનું કાર્ય છે, લક્ષણો. સૌથી પેહલું લક્ષણ છે, કૃષ્ણોત્કિર્તન ગાન નર્તન પરૌ. તેઓ હંમેશા વ્યસ્ત હતા કૃષ્ણ કીર્તનમાં. કૃષ્ણ કીર્તન એટલે કે... જેમ કે આપણે કીર્તન ખોલ સાથે કરીએ છીએ, કરતાલ, તે પણ કૃષ્ણ-કીર્તન છે. અને ગ્રંથ લખવા, તે પણ કૃષ્ણ કીર્તન છે. અને ગ્રંથ વાંચવા, તે પણ કૃષ્ણ કીર્તન છે. એવું નથી કે આ કીર્તન જ કીર્તન છે. જો તમે કૃષ્ણના વિશે ગ્રંથો લખો છો, જો તમે કૃષ્ણ વિશે ગ્રંથ વાંચો છો, જો તમે કૃષ્ણ વિશે વાત કરો છો, જો તમે કૃષ્ણ વિશે વિચાર કરો છો, તમે કૃષ્ણની પૂજા કરો છો, તમે કૃષ્ણ માટે રસોઈ કરો છો, તમે કૃષ્ણ માટે ભોજન ગ્રહણ કરો - તો તે કૃષ્ણ કીર્તન છે.

તેથી ગોસ્વામી એટલે કે ચોવીસ કલાક કૃષ્ણ કીર્તનમાં વ્યસ્ત રહેવું, આ રીતે કે બીજી રીતે. કૃષ્ણોત્કિર્તન ગાન નર્તન પરૌ. કેવી રીતે? પ્રેમામૃતામ્ભોનિધિ. કારણકે તેઓ કૃષ્ણ પ્રેમના સાગરમાં લીન હતા. જ્યા સુધી આપણને કૃષ્ણ-પ્રેમ નથી, કૃષ્ણ માટે પ્રેમ, કેવી રીતે આપણે માત્ર કૃષ્ણના કાર્યોમાં સંતુષ્ટ રહી શકીએ? તે શક્ય નથી. જેમણે કૃષ્ણ માટે પ્રેમ વિકસિત નથી કર્યો, તેઓ ચોવીસ કલાક કૃષ્ણની સેવામાં સંલગ્ન નથી થઇ શકતા. આપણે તેના પર ધ્યાન આપવું જોઈએ... આપણે હંમેશા સમય બચાવવો જોઈએ, કૃષ્ણના કાર્યોમાં લીન રહેવા માટે. જે સમય આપણે નિદ્રામાં વીતાવીએ છીએ, તે વ્યર્થ જાય છે. તે વ્યર્થ જાય છે. તો આપણે સમય બચાવવાનો પ્રયત્ન કરીશું. કીર્તનિય સદા હરિ: (ચૈ.ચ. આદિ ૧૭.૩૧). હરિ કૃષ્ણનું બીજુ નામ છે. સદા, ચોવીસ કલાક. વાસ્તવમાં, ગોસ્વામીઓ તેમ કરતા હતા. તેઓ આપણા આદર્શ છે. તેઓ બે કે ત્રણ કલાકથી વધારે ઊંઘતા ન હતા. તો નિદ્રાહાર વિહારકાદિ વિજિતૌ. તેમણે જીતી લીધું હતું. આ ગોસ્વામી છે. તે આ વસ્તુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. તે શું છે? નિદ્રાહાર, નિદ્રા, આહાર, વિહાર. વિહાર એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ, અને આહાર એટલે કે ભોજન કે સંગ્રહ કરવું. સામાન્ય રીતે, ભોજન, આહાર. અને નિદ્રા. નિદ્રાહાર વિહારકાદિ વિજિતૌ. જીતી લીધું છે. તે વૈષ્ણવ છે. એવું નથી કે ચોવીસ કલાકમાંથી, છત્રીસ કલાક ઊંઘવું. (હાસ્ય) અને તે જ સમયે, પોતાને ગોસ્વામી બતાવવું. આ શું છે? ગો-દાસ. તે ગો-દાસ છે. ગો એટલે કે ઇન્દ્રિયો, અને દાસ એટલે કે સેવક.

તો આપણી નીતિ હોવી જોઈએ કે, ઇન્દ્રિયોનો દાસ બનવાને બદલે, આપણે કૃષ્ણના દાસ બનવું જોઈએ. આ ગોસ્વામી છે. કારણકે જ્યારે સુધી તમે પરાજિત નથી કરતા, ઇન્દ્રિયો તમને કહે છે, "કૃપા કરીને ખાઓ, કૃપા કરીને ઊંઘી જાઓ, કૃપા કરીને મૈથુન કરો. કૃપા કરીને આ લો, કૃપા કરીને તે લો." આ ભૌતિક જીવન છે. આ ભૌતિક જીવન છે, ઇન્દ્રિયોના નિર્દેશનમાં રહેવું. આ ભૌતિક જીવન છે. અને વ્યક્તિએ બનવું જોઈએ... ગોસ્વામી. મતલબ મન નિર્દેશન કરે છે, "કૃપા કરીને વધારે ભોજન કરો, કૃપા કરીને વધારે ઊંઘ કરો, તમે વધારે મૈથુન કરો, કૃપા કરીને રક્ષણ માટે વધુ ધન બચાવો..." તો આ ભૌતિકવાદ છે. રક્ષણ નિધિ એટલે કે ધન ભેગું કરવું. તે રક્ષણ નિધિ છે. તો... તો આ ભૌતિકવાદ છે. અધ્યાત્મિકવાદ એટલે કે "ના, તે નહીં." નિદ્રાહાર. ઇન્દ્રિયો તમને નિર્દેશન આપે છે, "આ કરો, તે કરો, તે કરો," અને તમારે ખૂબ મજબૂત બનવું પડે, કે તમે ઠીક કહેશો, "ના, તે નહીં." પછી ગોસ્વામી. આ ગોસ્વામી છે. અને તે ગૃહમેધિ, ગૃહસ્થ એક જેવા જ દેખાય છે. પણ ગૃહસ્થ એટલે કે ઇન્દ્રિયોનું કોઈ નિર્દેશન નહીં. પછી તમે ગોસ્વામી બની જાઓ છો. પછી, જેમ નરોત્તમ દાસ ઠાકુર કહે છે, ગૃહે વા બનેતે થાકે હા ગૌરાંગ બોલે ડાકે. હા ગૌરાંગ, "હંમેશા નિતાઇ ગૌરનો જપ કરવો, હંમેશા નિતાઇ-ગૌરનું સ્મરણ કરવું," તેવો વ્યક્તિ, નરોત્તમ દાસ ઠાકુર કહે છે... ગૃહે વા.. "તે સંન્યાસી હોઈ શકે છે, તે ગૃહસ્થ હોઈ શકે છે. તેનો કોઈ વાંધો નથી. કારણકે તે નિતાઇ-ગૌરના વિચારોમાં લીન છે." તો નરોત્તમ માગે તાર સંગ: "નરોત્તમ હંમેશા તેવા વ્યક્તિ સાથે સંગ કરવાની ઈચ્છા કરે છે." ગૃહે વા બનેતે થાકે, હા ગૌરાંગ બોલે ડાકે, નરોત્તમ માગે તાર સંગ. નરોત્તમ હંમેશા તેવા વ્યક્તિના સંગની ઈચ્છા કરે છે. કૃષ્ણોત્કિર્તન ગાન નર્તન પરૌ પ્રેમામૃતામ્ભોનિધિ ધીરાધીર જન પ્રિયૌ.

અને ગોસ્વામીએ બધા પ્રકારના વર્ગોના માણસોને ખૂબજ પ્રિય બનવું પડે. બે પ્રકારના માણસો છે: ધીર અને અધીર. ધીર એટલે કે જેણે ઇન્દ્રિયોને વશમાં કરી છે અને અધીર એટલે કે જે કરી નથી શક્યો. ગોસ્વામીઓ બધા પ્રકારના માણસો પ્રતિ ખૂબ જ દયાળુ હોય છે. ધીરાધીર જન પ્રિયૌ. તો તમે કેવી રીતે..? કેવી રીતે ગોસ્વામી..? જ્યારે છ ગોસ્વામીઓ અહીં વૃંદાવનમાં હતા, તેઓ બધા લોકોમાં એટલા લોકપ્રિય હતા. આ વૃંદાવન ધામમાં પણ, ગામના લોકો, જો કોઈ પતિ અને પત્નીની વચ્ચે કોઈ લડાઈ થતી, તેઓ સનાતન ગોસ્વામી પાસે જતા, "સાહેબ, અમારી વચ્ચે થોડો મતભેદ છે. કૃપા કરીને તમે તેનું નિવારણ કરો." અને સનાતન ગોસ્વામી તેમનો નિર્ણય આપતા હતા, "તમે ખોટા છો." બસ. તેઓ સ્વીકાર કરતા. જરા જુઓ તેઓ કેટલા લોકપ્રિય હતા. સનાતન ગોસ્વામી પારિવારિક ઝગડામાં પણ તેમનો નિર્ણય આપતા હતા. તો ધીરાધીર જન પ્રિયૌ. આ સાધારણ વ્યક્તિઓ, તેઓ સંત પુરુષો ન હતા, પણ તેઓ સનાતન ગોસ્વામી પ્રતિ સમર્પિત હતા. તેથી તેમનું જીવન સફળ થયું હતું. કારણકે તેઓ સનાતન ગોસ્વામીના આદેશોનું પાલન કરતા હતા, તેથી તેઓ પણ મુક્ત થઇ ગયા હતા. તે વ્યક્તિગત રીતે ખોટા હોઈ શકે, પણ તેઓ સનાતન ગોસ્વામીના આદેશોનું પાલન કરતાં હતા. અને સનાતન ગોસ્વામી તેમના ઉપર કૃપાળુ હતા. આ ગોસ્વામી છે.

તમે પણ તેમને બોલાવી શકો છો, તેમને પ્રસાદ આપી શકો છો, તેમની સાથે ખૂબજ સારી રીતે વ્યવહાર કરી શકો છો: "બસ તમે હરે કૃષ્ણ સાંભળો. તમે અહીં આવો. હરે કૃષ્ણનો જપ કરો. પ્રસાદ ગ્રહણ કરો." તે તમારા.., વશમાં હશે. તે તમારા વશમાં હશે. અને જેવા તે તમારા વશમાં આવશે, તે પ્રગતિ કરશે. તરત જ. કારણકે વૈષ્ણવને આધીન, જો તે સ્વીકાર કરશે પાલન કરવા માટે, તે બની જાય છે.. તેને કહેવાય છે અજ્ઞાત-સુકૃતિ. કારણકે તમને અર્પણ કરે છે... જેમ કે જ્યારે આપણે ચાલીએ છીએ, તેઓ કહે છે, "હરે કૃષ્ણ, જય રાધે." તે પદ્ધતિ છે આદર આપવા માટે. તો જો આ સાધારણ લોકો વૈષ્ણવોને આદર આપશે, તેઓ પણ પ્રગતિ કરશે. તો તમે વૈષ્ણવ હોવા જ જોઈએ. નહિતો તે લોકો તમને કેવી રીતે આદર આપશે? આદર તમે માગી ના શકો. તે તમને સ્વયમ આપવા જોઈએ. તમને જોઈને, તેઓ તમને આદર આપશે. ત્યારે ધીરાધીર જન પ્રિયૌ. આ ગોસ્વામી છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.