GU/Prabhupada 0361 - તેઓ મારા ગુરુ છે. હું તેમનો ગુરુ નથી
Lecture on BG 7.3 -- Bombay, March 29, 1971
જો આપણે આ ભક્તિમય સેવાને અપનાવીશું, તો આ કીર્તન, કૃષ્ણના પવિત્ર નામનો જપ, ખૂબ જ સરળ પદ્ધતિ, જો આપણે આનો સ્વીકાર કરીશું... જેમ કે અમે આ છોકરાઓને આ જપ પદ્ધતિ અર્પિત કરેલી છે, અને તેમણે ખૂબજ વિનમ્ર ભાવથી તેનો સ્વીકાર કર્યો છે. અને જો તેઓ આ કાર્યનું પાલન કરશે, તો ધીમે ધીમે તેઓ સમજી શકશે કે કૃષ્ણ શું છે. જેમ કે તમે જુઓ છો ઉન્નત વિદ્યાર્થીઓને જે આનંદમાં નાચે છે, તમે સમજી શકો છો કે તેમણે કૃષ્ણને કેટલા સમજી લીધેલા છે. એક સરળ પદ્ધતિ. અને કોઈને પણ મનાઈ નથી: "તમે હિન્દુ નથી. તમે હરે કૃષ્ણનો જપ ન કરી શકો." ના. યેઈ કૃષ્ણ-તત્ત્વ વેત્તા સેઈ ગુરુ હય (ચૈ.ચ. મધ્ય ૮.૧૨૮). તેનો ફરક નથી પડતો કે તે હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી કે આ કે તે છે. વ્યક્તિએ કૃષ્ણ વિજ્ઞાન, ભગવદ ગીતા તેના મૂળ રૂપે શીખવી જોઈએ. પછી તે ગુરુ બને છે.
આ છોકરાઓ, આ છોકરા અને છોકરી જેણે હમણાં લગ્ન કર્યા છે, હું તેમને ઓસ્ટ્રેલિયા મોકલું છું. છોકરો ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે, અને છોકરી સ્વીડનથી. હવે તેઓ સંયુક્ત છે. હવે તેઓ સિડનીમાં અમારી સ્થાપનાનું પાલન કરશે. અત્યારે જ હું તેમને બે કે ત્રણ દિવસોમાં મોકલું છું. તેઓ મંદિરનું ધ્યાન રાખશે અને તેઓ પ્રચાર પણ કરશે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તેમની મદદથી વિસ્તૃત થાય છે. હું એકલો છું, પણ તેઓ મને મદદ કરે છે. તેઓ મારા ગુરુઓ છે. હું તેમનો ગુરુ નથી. (તાળીઓનો ગડગડાટ) કારણકે તેઓ મને મદદ કરે છે મારા ગુરુ મહારાજના આદેશનું પાલન કરવામાં. તો તે ખૂબ જ સારું છે કે કોઈ ઓસ્ટ્રેલિયા જાય છે, કોઈ ફીજી દ્વીપ જાય છે, કોઈ હોંગ કોંગ જાય છે, કોઈ ચેકોસ્લોવાકિયા જાય છે. અને અમે રશિયા જવાનો પ્રાણ પ્રયત્ન કરી રહ્યા છીએ. ચીન જવાની પણ તક છે. અમે પ્રયત્ન કરીએ છીએ. અમે બે છોકરાઓને પાકિસ્તાન મોકલ્યા છે - એક ઢાકામાં અને એક કરાચીમાં (તાળીઓનો ગડગડાટ).
તો આ છોકરાઓ, આ અમેરિકન છોકરાઓ, મને મદદ કરે છે. મને ખૂબજ દુઃખ છે કે કોઈ પણ ભારતીયો આના માટે આગળ નથી આવી રહ્યા. અવશ્ય, થોડા છે, પણ ખૂબજ ઓછી સંખ્યામાં. તેમણે આગળ આવવું જોઈએ, ભારતની યુવા પેઢીને, તેમણે આ આંદોલનમાં સંમિલિત થવું જોઈએ, અને આખી દુનિયામાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવો જોઈએ. તે ભારતીયનું કાર્ય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે,
- ભારત-ભૂમિતે મનુષ્ય જન્મ હઈલે યાર
- જન્મ સાર્થક કરી કર પર-ઉપકાર
- (ચૈ.ચ. આદિ ૯.૪૧)
આ પરોપકારનું કાર્ય, આખી દુનિયામાં કૃષ્ણ ભાવનામૃતને ફેલાવવાનું કલ્યાણ કાર્ય, વર્તમાન સમયમાં સૌથી મહત્વનું કાર્ય છે. તે બધાને રાજનૈતિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે, બધા પ્રકારથી સંયુક્ત કરશે. કૃષ્ણ. કૃષ્ણ કેન્દ્રમાં છે. તે હકીકત છે. તે પ્રગતિ કરી રહ્યું છે. અને જો આપણે વધારે અને વધારે પ્રયત્ન કરીશું, તે વધારે અને વધારે પ્રગતિ કરશે.