GU/Prabhupada 0369 - મારા શિષ્યો મારા અભિન્ન અંશ છે
Room Conversation with Life Member, Mr. Malhotra -- December 22, 1976, Poona
શ્રીમાન મલ્હોત્રા: તે કેવી રીતે થઇ શકે કે પૂર્વમાં કેટલા બધા ઋષિઓ; તેમણે ઘોષિત કર્યું હતું કે અહમ બ્રહ્માસ્મિ.
પ્રભુપાદ: (હિન્દી). તમે બ્રહ્મ છો. કારણકે તમે પરબ્રહ્મના અંશ છો. તે મેં તમને પેહલાથી જ કીધું છે, કે... સોનુ, મોટું સોનુ અને નાનકડો કણ, તે પણ સોનુ છે. તેવી જ રીતે, ભગવાન પરબ્રહ્મ, અને આપણે તેમના અંશ છીએ. તેથી હું બ્રહ્મ છું. પણ હું પરબ્રહ્મ નથી. અર્જુન દ્વારા કૃષ્ણને પરબ્રહ્મ રૂપે સ્વીકાર કરવામાં આવ્યો હતો: પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨) પરબ્રહ્મ. તો પરમ, આ શબ્દનો પ્રયોગ થયો છે, પરમાત્મા, પરબ્રહ્મ, પરમેશ્વર. કેમ? તે અંતર છે. એક પરમ છે અને બીજો આધીન છે. આધીન બ્રહ્મ. તમે બ્રહ્મ છો, તેમાં કોઈ પણ શક નથી. પણ તે પરબ્રહ્મ નથી. જો તમે પરબ્રહ્મ છો, ત્યારે તમે કેમ સાધના કરો છો પરબ્રહ્મ બનવા માટે? કેમ? જો તમે પરબ્રહ્મ છો, ત્યારે તમે હંમેશા પરબ્રહ્મ છો. તમે કેમ એવી પરિસ્થિતિમાં પડી ગયા છો કે તમારે સાધના કરવી પડે પરબ્રહ્મ બનવા માટે? તે મૂર્ખતા છે. તમે પરબ્રહ્મ નથી. તમે બ્રહ્મ છો. તમે સોનુ છો, એક નાનકડો કણ, પણ તમે કહી ના શકો કે "હું સોનાની ખાણ છું." તે તમે ના કરી શકો. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨).
ગોપાલ કૃષ્ણ: તો તે પરીક્ષણ કરે છે કે જવાનો સમય આવી ગયો છે કે નહીં. શું તમે અમારી સાથે આવો છો? ખૂબ સરસ.
પ્રભુપાદ: થોડું પાણી લાવો. આ, મારા શિષ્યો તે મારા અંશ છે. આખુ મિશન તેમના સહયોગથી ચાલી રહ્યું છે. પણ જો તેઓ કહે કે હું મારા ગુરુ મહારાજની સમાન છું, તો તે અપરાધ છે.
શ્રીમાન મલ્હોત્રા: ક્યારેક ગુરુ ઈચ્છા કરે કે મારા શિષ્યો મારા કરતા વધારે ઊંચા બનવા જોઈએ.
પ્રભુપાદ: તેનો અર્થ છે કે તે નિમ્ન સ્તર ઉપર છે. તે તમારે સૌથી પહેલા સ્વીકારવું પડે.
શ્રીમાન મલ્હોત્રા: જેમકે દરેક પિતાને ગમે છે કે તેમના બાળકો આગળ વધે.
પ્રભુપાદ: હા, છતાં પિતા પિતા જ રહે છે, બાળક પિતા નથી બની શકતો.
શ્રીમાન મલ્હોત્રા: પિતા પિતા રહે છે પણ તેમને લાગે છે કે, તે પ્રગતિ કરશે....
પ્રભુપાદ: ના, ના. પિતાને એવું જોવું હોય કે પુત્ર સમાન રીતે યોગ્યતા મેળવે, પણ છતાં પિતા પિતા છે, અને બાળક બાળક છે. તે હમેશા રહે છે. તેવી જ રીતે, ભગવાનનો એક અંશ તે ખૂબજ શક્તિશાળી હોઈ શકે છે, પણ તેનો અર્થ એમ નથી કે તે ભગવાન બની ગયો છે.
શ્રીમાન મલ્હોત્રા: બીજી પદ્ધતિઓમાં, ગુરુ શિષ્ય, પછી શિષ્ય ગુરુ બની જાય છે, પછી શિષ્ય. ગુરુઓ બદલાઈ શકે છે.
પ્રભુપાદ: તે બદલાઈ ના શકે. જો ગુરુની બદલી થાય છે, તો શિષ્ય કાર્ય કરે છે, પણ તે ક્યારે પણ નહીં કહે કે હું ગુરુની સમાન કે ગુરુની સાથે એકાકાર બની ગયો છું. તે તેવું નથી.
શ્રીમાન મલ્હોત્રા: હું આના વિશે વિચારું છું, સ્વામીજી, તમારા ગુરુ મહારાજ તમારા દ્વારા પ્રચાર કરે છે, અને તમે તેમના દ્વારા પ્રચાર કરો છો.
પ્રભુપાદ: હા.
શ્રીમાન મલ્હોત્રા: તો શિષ્ય તેમના શિષ્યો દ્વારા ગુરુ બને છે.
પ્રભુપાદ: તે ઠીક છે. એવમ પરંપરા પ્રાપ્તમ (ભ.ગી. ૪.૨). પણ તે નથી બનતો... તે ગુરુનો, ભગવાનનો પ્રતિનિધિ હોઈ શકે છે, પણ તેનો અર્થ એ નથી કે તે ભગવાન બની જાય છે.
શ્રીમાન મલ્હોત્રા: પણ તે તેમના શિષ્યો દ્વારા ગુરુ બની જાય છે.
પ્રભુપાદ: તે ઠીક છે.
શ્રીમાન મલ્હોત્રા: પણ ગુરુની સમાન ક્યારેય નહીં.
પ્રભુપાદ: સમાન નહીં, પ્રતિનિધિ. સમાન નહીં. હું આ વ્યક્તિને એક પ્રતિનિધિ તરીકે મોકલું, અને તે ખૂબજ નિપુણ હોઈ શકે છે, ખૂબજ સારી રીતે વ્યાપાર કરે છે, પણ છતાં તે મારી સમાન ના હોઈ શકે. તે મારા પ્રતિનિધિના રૂપે કાર્ય કરે છે, તે બીજી વાત છે. પણ તેનો તે અર્થ નથી કે તે મૂળ માલિક બની ગયો છે.
શ્રીમાન મલ્હોત્રા: પણ તમારા શિષ્યોમાં, તમને ગુરુના રૂપે સ્વીકારવામાં આવ્યા છે.
પ્રભુપાદ: પણ તેઓ ક્યારે પણ નહીં કહે કે તે મારી સમાન બની ગયા છે. "હું પ્રગતિ કરીને મારા ગુરુ જેટલો બની ગયો છું." ક્યારેય પણ નહીં કહે. જેમ કે આ છોકરો, તે પ્રણામ અર્પણ કરે છે. તે પ્રચારમાં મારા કરતા વધારે નિપુણ હોઈ શકે છે, પણ છતાં તે જાણે છે કે "હું આધીન છું." નહિતો હું કેમ પ્રણામ અર્પણ કરીશ? તે એમ વિચારી શકે છે કે, "ઓહ, હું કેટલો વિદ્વાન છું. હું કેટલો ઉન્નત છું. હું કેમ તેમને મારા વરિષ્ઠની રીતે સ્વીકાર કરું?" ના. તે ચાલે છે. મારા મૃત્યુ પછી પણ, મારા તિરોભાવ પછી પણ, તે મારા ચિત્રને નમસ્કાર, પ્રણામ અર્પણ કરશે.
શ્રીમાન મલ્હોત્રા: પણ તેના શિષ્યોમાં તે પૂજનીય હશે.
પ્રભુપાદ: તે ઠીક છે, પણ છતાં તે તેના ગુરુનો શિષ્ય બની રહેશે. તે ક્યારે પણ નહીં કહે કે "હવે હું ગુરુ બની ગયો છું, તો હું મારા ગુરુની પરવાહ નથી કરતો." તે ક્યારે પણ નહીં કહે. જેમ કે હું કરું છું, હું પણ મારા ગુરુની હજી પણ પૂજા કરું છું. તો હું હંમેશા મારા ગુરુને આધીન રહીશ, હંમેશા. ભલે હું ગુરુ બની ગયો છું, છતાં હું મારા ગુરુને હંમેશા આધીન રહીશ.