GU/Prabhupada 0388 - 'હરે કૃષ્ણ મંત્ર' પર તાત્પર્ય



Purport to Hare Krsna Mantra -- as explained on the cover of the record album

આ દિવ્ય ધ્વનિ - હરે કૃષ્ણ મંત્રના જપથી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે - આ કૃષ્ણ ભાવનામૃત પુનર્જીવિત કરવાની ઉત્કૃષ્ટ પદ્ધતિ છે. જીવાત્માઓ તરીકે, આપણે મૂળ રૂપે કૃષ્ણ ભાવનાભાવિત છીએ, પણ અનંતકાળથી આપણા પદાર્થ સાથેના સંગને કારણે, આપણી ચેતના અત્યારે ભૌતિક વાતાવરણથી દૂષિત થઈ ગઈ છે. જીવનના આ દૂષિત ખ્યાલમાં, આપણે બધા ભૌતિક પ્રકૃતિના સ્ત્રોતોને વાપરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં આપણે તેના ગૂંચવાડામાં વધુને વધુ ફસાઈ રહ્યા છીએ. આ ભ્રમને માયા કહેવાય છે, અથવા અસ્તિત્વ માટેનો સખત સંઘર્ષ, ભૌતિક પ્રકૃતિના કડક કાયદાઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે. ભૌતિક પ્રકૃતિની વિરુદ્ધમાં આ ભ્રામક સંઘર્ષ એક જ વારમાં રોકાઈ શકે છે કૃષ્ણ ભાવનામૃતને પુનર્જીવિત કરવાથી.

કૃષ્ણ ભાવનામૃતને મન પર કૃત્રિમ રીતે લાદવાનું નથી. આ ચેતના જીવની મૂળ શક્તિ છે. જ્યારે આપણે દિવ્ય ધ્વનિ સાંભળીએ છીએ, આ ચેતના પુનર્જીવિત થાય છે. અને આ યુગમાં અધિકારીઓ દ્વારા આ વિધિની ભલામણ થયેલી છે. વ્યાવહારિક અનુભવથી પણ, આપણે અનુભવી શકીએ છીએ કે આ મહામંત્રનો જપ કરવાથી, અથવા મુક્તિ માટેનો મહાન જપ કરવાથી, આપણે તરત જ આધ્યાત્મિક સ્તર પર દિવ્ય પરમાનંદ અનુભવી શકીએ છીએ. જ્યારે વ્યક્તિ વાસ્તવમાં આધ્યાત્મિક સમજણના સ્તર પર હોય છે, ઇન્દ્રિય, મન અને બુદ્ધિના સ્તરને પાર કરીને, ત્યારે વ્યક્તિ દિવ્ય સ્તર પર સ્થિત થાય છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે - આ જપ સીધો આધ્યાત્મિક સ્તર પરથી ઘડવામાં આવ્યો છે, બધી જ નીચલી ચેતનાઓથી પરે - જે છે ઇન્દ્રિય, માનસિક, અને બૌદ્ધિક. આ મંત્રના જપ કરવા માટે મંત્રની ભાષા સમજવાની કોઈ જરૂર નથી, કે નથી કોઈ માનસિક તર્ક કરવાની, કે નથી કોઈ બુદ્ધિપૂર્વક ગોઠવણ કરવાની. તે આપમેળે આધ્યાત્મિક સ્તર પરથી ખીલે છે, અને કોઈ પણ વ્યક્તિ આ દિવ્ય શબ્દ ધ્વનિમાં ભાગ લઈ શકે છે, કોઈ પણ પહેલાની યોગ્યતા વગર, અને પરમાનંદમાં નૃત્ય કરી શકે છે.

આપણે તે વ્યાવહારિક રીતે જોયું છે. એક બાળક પણ કીર્તનમાં ભાગ લઈ શકે છે, અથવા એક કૂતરો પણ તેમાં ભાગ લઈ શકે છે. કીર્તન સાંભળવું જોઈએ, ભગવાનના એક શુદ્ધ ભક્તના હોઠોથી, જેથી ત્વરિત અસર મળી શકે. જેટલું શક્ય હોય તેટલું, અભક્તના હોઠથી નીકળેલું કીર્તન ટાળવું જોઈએ. જેમ કે એક સાપના હોઠથી સ્પર્શ પામેલું દૂધ ઝેરી અસર કરે છે.

હરા શબ્દ ભગવાનની શક્તિને સંબોધવા માટે છે. બંને કૃષ્ણ અને રામ સીધા ભગવાનને સંબોધવા માટે છે, અને તેનો મતલબ છે "સર્વોચ્ચ આનંદ, શાશ્વત." હરા ભગવાનની સર્વોચ્ચ આનંદદાયી શક્તિ છે. આ શક્તિ, જ્યારે સંબોધવામાં આવે છે હરે તરીકે, આપણને પરમ ભગવાન સુધી પહોંચવામાં મદદ કરે છે.

ભૌતિક શક્તિ, જેને માયા કહેવાય છે, તે પણ ભગવાનની ઘણી બધી શક્તિઓમાથી એક છે, જેમ આપણે પણ ભગવાનની તટસ્થ શક્તિ છીએ. જીવોને પદાર્થ કરતાં ચડિયાતી શક્તિ તરીકે વર્ણવેલા છે. જ્યારે ચડિયાતી શક્તિ ઊતરતી શક્તિના સંપર્કમાં આવે છે, તે અસંગત સ્થિતિ બને છે. પણ જ્યારે પરમ તટસ્થ શક્તિ આધ્યાત્મિક શક્તિ, હરા, ના સંપર્કમાં આવે છે, તે સુખી બને છે, જીવોની સામાન્ય અવસ્થા.

ત્રણ શબ્દો, હરા, કૃષ્ણ અને રામ, મહામંત્રના દિવ્ય બીજ છે, અને જપ તે ભગવાન અને તેમની આંતરિક શક્તિ, હરા, માટેનો આધ્યાત્મિક પોકાર છે, બદ્ધ જીવને સુરક્ષા આપવા માટે. જપ તે બિલકુલ બાળકનું માતા માટેનું પ્રામાણિક રુદન જેવુ છે. માતા હરા પરમ પિતા, હરિ, અથવા કૃષ્ણ, ની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, અને ભગવાન આવા નિષ્ઠવાન ભક્તની સમક્ષ પોતાને પ્રકટ કરે છે.

આ યુગમાં, તેથી, આધ્યાત્મિક સાક્ષાત્કારનું બીજું કોઈ સાધન એટલું અસરકારક નથી, જેટલું આ મહામંત્રનો જપ છે,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે