GU/Prabhupada 0389 - 'હરિ હરિ બિફલે' પર તાત્પર્ય



Purport to Hari Hari Biphale -- Hamburg, September 10, 1969

હરિ હરિ! બિફલે જનમ ગ્વાઈનુ. આ નરોત્તમ દાસ ઠાકુર દ્વારા ગવાયેલું ભજન છે, જે એક બહુ જ નિષ્ઠાવાન આચાર્ય છે, ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં, ગુરુ શિષ્ય પરંપરામાં. તેમણે ઘણા ભજનો ગાયા છે, મહત્વપૂર્ણ ભજનો, અને તેમના ભજનો વેદિક નિષ્કર્ષ તરીકે સ્વીકારવામાં આવે છે. બહુ જ અધિકૃત ભજનો. તો તેઓ કહે છે, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને, "મારા પ્રિય પ્રભુ," હરિ હરિ, "મે ફક્ત મારૂ જીવન બગાડ્યું છે." હરિ હરિ બિફલે જનમ ગ્વાઈનુ. શા માટે તમે તમારું જીવન બગાડ્યું છે? તે કહે છે, મનુષ્ય જનમ પાઈયા, "મારે આ મનુષ્ય જીવન છે," રાધા કૃષ્ણ ના ભજીયા, "પણ મે રાધા કૃષ્ણની ભક્તિ કરવાની પરવાહ નથી કરી. તેથી મે મારૂ જીવન બગાડ્યું છે." અને તે કેવી રીતે? તે બિલકુલ છે કે વ્યક્તિ જાણીજોઇને ઝેર પીવે છે. જો કોઈ વ્યક્તિ અજાણતા ઝેર પી લે, તે માફ છે, પણ જો કોઈ વ્યક્તિ જાણીજોઇને ઝેર પીએ, તે પ્રાણઘાતક છે. તો તે કહે છે કે "મે બસ આત્મહત્યા જ કરી છે આ મનુષ્ય જીવનમાં રાધા અને કૃષ્ણની ભક્તિ ના કરીને."

પછી તે કહે છે, ગોલોકેર પ્રેમ ધન, હરિ નામ સંકીર્તન. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, સંકીર્તન આંદોલન, તે ભૌતિક નથી. તે સીધું આધ્યાત્મિક રાજ્ય, જે ગોલોક વૃંદાવન તરીકે ઓળખાય છે, ત્યાથી આયાત કરવામાં આવ્યું છે. તો ગોલોકર પ્રેમ ધન. અને તે કોઈ સાધારણ ગીત નથી. તે બસ ભગવદ પ્રેમનો ખજાનો છે. તો... "પણ મને આના પ્રત્યે કોઈ આકર્ષણ નથી." રતિ ના જન્મીલો કેને તાય. "મારે તેના માટે કોઈ આકર્ષણ નથી. ઊલટું," વિષય બિશાનલે, દિબા નીશી હિયા જ્વલે, "અને કારણકે હું તેને સ્વીકારતો નથી, તેથી ભૌતિક અસ્તિત્વની ભડકતી આગ નિરંતર મને બાળી રહી છે." દિબા નીશી હિયા જ્વલે. "દિવસ અને રાત, મારૂ હ્રદય બળી રહ્યું છે, ભૌતિક અસ્તિત્વની આ ઝેરી અસરને કારણે." અને તરીબરે ના કોઈનુ ઉપાય. "પણ હું આનો કોઈ ઈલાજ જોતો નથી." બીજા શબ્દોમાં, ભૌતિક અસ્તિત્વની આ ભડકતી આગનો ઈલાજ છે આ સંકીર્તન આંદોલન. તે આધ્યાત્મિક રાજ્યમાથી આયાત કરવામાં આવ્યું છે. અને કોણે તે આયાત કર્યું છે? અથવા કોણ તે લાવ્યું છે?

પછી તે કહે છે, બ્રજેન્દ્ર નંદન જેઈ, શચિ સુત હોઈલો સેઈ. બ્રજેન્દ્ર નંદન, બ્રજના રાજાના પુત્ર. તે કૃષ્ણ છે. કૃષ્ણ નંદ મહારાજના પુત્ર તરીકે ઓળખાય છે. તે બ્રજભૂમિના રાજા હતા. તો બ્રજેન્દ્ર નંદન સેઈ, તેજ વ્યક્તિ જે પહેલા નંદ મહારાજના પુત્ર હતા, હવે તેઓ માતા શચિના પુત્ર તરીકે પ્રકટ થયા છે. શચિ સુત હોઈલો સેઈ. અને બલરામ હોઈલો નિતાઈ. અને ભગવાન બલરામ નિત્યાનંદ બન્યા છે. તો આ બે ભાઈઓનું આગમન થયું છે, તેઓ બધા જ પ્રકારના પતિત આત્માઓનો ઉદ્ધાર કરી રહ્યા છે. પાપી તાપી જત છીલો. આ જગતમાં જેટલા પણ પતિત આત્માઓ છે, તેઓ તેમનો ફક્ત આ કીર્તનની પદ્ધતિથી ઉદ્ધાર કરી રહ્યા છે. હરિ નામે ઉદ્ધારીલો, ફક્ત આ કિર્તનથી. કેવી રીતે તે શક્ય છે? પછી તે કહે છે, તાર સાક્ષી જગાઈ અને માધાઈ. જીવતું ઉદાહરણ છે બે ભાઈઓ, જગાઈ અને માધાઈ. આ જગાઈ અને માધાઈ, બે ભાઈઓ, તેઓ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા હતા, પણ તેઓ પ્રથમ ક્રમાંકના ભ્રષ્ટ થઈ ગયા. અને... અવશ્ય, આ યુગમાં, તેમની યોગ્યતાને ભ્રષ્ટ નથી ગણવામાં આવતી. તેમની ભ્રષ્ટતા હતી કારણકે તેઓ દારૂડિયા અને સ્ત્રી શિકારી હતા. તેથી તેઓ ભ્રષ્ટ કહેવાતા હતા. અને માંસાહારી પણ. તો... પણ તેઓ બની ગયા, પછીથી, ભગવાન ચૈતન્ય અને નિત્યાનંદ દ્વારા ઉદ્ધાર પામીને. મહાન ભક્તો.

તો નરોત્તમ દાસ ઠાકુરની સમજૂતી કહે છે કે આ યુગમાં, જોકે લોકો દારૂડિયા છે, સ્ત્રી શિકારી, માંસાહારી, અને બધુ..., જુગારી, બધા જ પ્રકારના પાપો, છતાં, જો તેઓ આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ગ્રહણ કરે અને હરે કૃષ્ણ જપ કરે, તેમનો ઉદ્ધાર થશે, નિસંદેહ. આ ભગવાન ચૈતન્યના આશીર્વાદ છે. પછી નરોત્તમ દાસ ઠાકુર પ્રાર્થના કરે છે, હા હા પ્રભુ નંદસુત, વૃષભાનુ સુત જૂત. "મારા પ્રિય ભગવાન કૃષ્ણ, તમે મહારાજ નંદના પુત્ર છો, અને તમે તમારા સંગિની રાધારાણી મહારાજ વૃષભાનુના પુત્રી છે. તો તમે અહી જોડે ઊભા છો." નરોત્તમ દાસ કહે, ના થેલિહો રાંગા પાય, "હવે હું તમને શરણાગત થાઉં છું, કૃપા કરીને મને લાત મારશો નહીં, અથવા મને તમારા ચરણ કમળમાથી ધક્કો મારશો નહીં, કારણકે મારે બીજી કોઈ શરણ નથી. હું બીજા કોઈ સાધનો વગર એક માત્ર તમારા ચરણ કમળનો આશ્રય લઈ રહ્યો છું. તો કૃપા કરીને મારો સ્વીકાર કરો અને મારો ઉદ્ધાર કરો." આ ભજનનો આ સાર છે.