GU/Prabhupada 0400 - 'શ્રી શ્રી શિક્ષાષ્ટકમ' પર તાત્પર્ય



Purport to Sri Sri Siksastakam, CDV 15

પ્રભુપાદ:

ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ
શ્રેય: કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યા વધુ જીવનમ
આનંદામ્બુધી વર્ધનમ પ્રતિ પદમ પૂર્ણામૃતાસ્વાદનમ
સર્વાત્મ સ્નપનમ પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકિર્તનમ

ભગવાન ચૈતન્યે આપણને તેમના મિશનની આઠ કડીઓ આપી છે, જે તેમને કરવું હતું. તે આઠ કડીઓમાં સમજાવેલું છે, અને તે શિક્ષાષ્ટકમ તરીકે ઓળખાય છે. શિક્ષા મતલબ શિક્ષા, અને અષ્ટક મતલબ આઠ. તો આઠ કડીઓમાં તેમણે તેમની શિક્ષા પૂરી કરી, અને તેમના શિષ્યોએ, છ ગોસ્વામીઓએ, તેને પુસ્તકોના ગ્રંથોમાં સમજાવેલું છે. તો ભગવાન ચૈતન્ય કહે છે કે વિષય વસ્તુ છે પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકિર્તનમ: હરે કૃષ્ણ મંત્રના કીર્તન અથવા કૃષ્ણ સંકીર્તન આંદોલનનો જય જયકાર હો. જય હો. વિજય હો. કેવી રીતે તે વિજય છે? તેઓ તે સમજાવે છે, કે ચેતો દર્પણ માર્જનમ. જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરો, તો તમારા હ્રદયમાં ભેગી થયેલી ગંદી વસ્તુઓ, જે ભૌતિક દૂષણને કારણે છે, તે સાફ થઈ જશે. તેઓ ઉદાહરણ આપે છે કે હ્રદય એક અરીસા જેવુ છે. જો અરીસા ઉપર ધૂળના પોપડા જામી ગયા હોય, તો વ્યક્તિ અરીસામાં સાચો ચહેરો જોઈ નથી શકતો. તેથી, તેને સાફ કરવો જોઈએ. તો આપણા વર્તમાન બદ્ધ જીવનમાં, આપણું હ્રદય ઘણી બધી ધૂળને કારણે ભારે થઈ ગયું છે, અનંત કાળથી ભૌતિક સંગને કારણે ધૂળ જમા થઈ ગઈ છે. તો જો આપણે આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરીશું, તો ધૂળ નીકળી જશે. તરત ના પણ નીકળે, તો તે નીકળવાનું શરૂ થઈ જશે. અને જેવો હ્રદયનો અરીસો બધી જ ધૂળથી સાફ થઈ જશે, તરત જ વ્યક્તિ ચહેરો જોઈ શકશે, તે શું છે. તે ચહેરો મતલબ વાસ્તવિક ઓળખ. હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને, વ્યક્તિ સમજશે કે તે આ શરીર નથી. આ આપણી ખોટી ધારણા છે. ધૂળ મતલબ આ ખોટો ખ્યાલ, આ શરીર અથવા મનને સ્વયમ સમજવું. વાસ્તવમાં, આપણે આ શરીર અથવા મન નથી. આપણે આધ્યાત્મિક આત્મા છીએ. તો જેવુ આપણે સમજી શકીશું કે આપણે આ શરીર નથી, તરત જ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ. ભૌતિક અવસ્થાની ભડકતી આગ, અથવા ભૌતિક દુખોની ભડકતી અગ્નિ, તરત જ દૂર થઈ જશે. કોઈ વધુ દુખ નહીં. અહમ બ્રહ્માસ્મિ. જેમ તે ભગવદ ગીતામાં કહેલું છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪). તરત જ વ્યક્તિ સમજે છે કે તેની વાસ્તવિક ઓળખ આત્મા તરીકે છે, તે આનંદમય બને છે. આપણે આનંદમય નથી. આપણા ભૌતિક સંસર્ગને કારણે, આપણે હમેશા ચિંતાઓથી ભરેલા હોઈએ છીએ. હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને, આપણે તરત જ આનંદમય જીવનના સ્તર પર આવીશું. ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ. અને આને મુક્તિ કહેવાય છે. જ્યારે વ્યક્તિ આનંદમય બને છે, બધી જ ચિંતાઓથી મુક્ત, વાસ્તવમાં તે મુક્તિનું સ્તર છે કારણકે દરેક જીવ, આત્મા સ્વભાવથી આનંદમય છે. અસ્તિત્વનો આખો સંઘર્ષ છે કે તે જીવનના આનંદમય સ્તરની શોધ કરી રહ્યો છે, પણ તે મુદ્દો ચૂકી રહ્યો છે. તેથી, આનંદમય જીવનના દરેક પ્રયાસોમાં આપણે પરાસ્ત થઈએ છીએ. આ હરે કૃષ્ણ મંત્રન્મ જપ દ્વારા આ નિરંતર પરાજયથી તરત જ બહાર આવી શકાય છે. આ દિવ્ય ધ્વનિની તે અસર છે. અને મુક્તિ પછી, આનંદમય બન્યા પછી, ભૌતિક આનંદો ઘટે છે. જે પણ આનંદનો તમારે ભોગ કરવો છે, તે ઘટે છે. ઉદાહરણ તરીકે, ખાવાનું. જો તમારે કોઈ સારી વાનગી ખાવી છે, ભોજનના થોડા કોળિયા ખાધા પછી આપણને વધુ ખાવાની ઈચ્છા નથી રહેતી. તેનો મતલબ આ ભૌતિક જગતમાં, જે પણ આનંદ આપણે સ્વીકારીએ છીએ, તે ઘટશે. પણ આધ્યાત્મિક આનંદ, ભગવાન ચૈતન્ય કહે છે આનંદામ્બુધી વર્ધનમ, આધ્યાત્મિક આનંદ એક મહાસાગરની સમાન છે. પણ અહી ભૌતિક જગતમાં, આપણને અનુભવ છે કે મહાસાગર વધતો નથી. મહાસાગર મતલબ તેની સીમામાં. પણ આધ્યાત્મિક આનંદનો મહાસાગર વધે છે. આનંદામ્બુધી વર્ધનમ. શ્રેય: કૈરવ ચંદ્રિકા વિતરણમ. કેવી રીતે તે વધે છે? તેઓ ઉદાહરણ આપી રહ્યા છે કે ચંદ્ર, ચમકતો ચંદ્ર. જેમ કે વધતો ચંદ્ર. એકમના દિવસથી ચંદ્ર, પહેલા દિવસે તે એક નાની વળાંકવાળી રેખા હોય છે. પણ બીજના દિવસે, ત્રીજના દિવસે વધે છે, ધીમે ધીમે તે વધે છે. તેવી જ રીતે, આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક આનંદમય જીવન ચંદ્રની કિરણોની જેમ દિવસ પછી દિવસ, દિવસ પછી દિવસ, વધે છે, જ્યાં સુધી તે પૂનમે પહોંચતો નથી. તો ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ, શ્રેય: કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યા વધુ જીવનમ. અને પછી જીવન જ્ઞાનથી પૂર્ણ બને છે કારણકે આધ્યાત્મિક જીવન મતલબ શાશ્વત જીવન, આનંદમય અને જ્ઞાનથી પૂર્ણ. તો આપણે આપણા આનંદને ઘટાડીએ છીએ, કારણકે તે પ્રમાણમાં આપણે આપણા જ્ઞાનને વધારીએ છીએ. શ્રેય: કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યા વધુ જીવનમ, આનંદામ્બુધી વર્ધનમ. તે બિલકુલ એક મહાસાગર જેવુ છે, પણ છતાં તે વધે છે. આનંદામ્બુધી વર્ધનમ, સર્વાત્મ સ્નપનમ. તે એટલું સરસ છે કે એક વાર જીવનના આ સ્તર પર આવ્યા પછી, વ્યક્તિ વિચારે છે કે "હું પૂર્ણ રીતે સંતુષ્ટ છું." સર્વાત્મ સ્નપનમ. જેમ કે જો વ્યક્તિ પાણીમાં ડૂબકી લગાવીને સ્નાન કરે છે, તે તરત જ તાજગી અનુભવે છે. તેવી જ રીતે, આ આધ્યાત્મિક જીવન, દિવસ પછી દિવસ આનંદ વધારતું, વ્યક્તિને અનુભવ કરાવે છે કે તે પૂર્ણ રીતે સંતુષ્ટ છે.