GU/Prabhupada 0401 - શ્રી શ્રી શિક્ષાષ્ટકમ પર તાત્પર્ય



Purport Excerpt to Sri Sri Siksastakam -- Los Angeles, December 28, 1968

ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ તેમના શિષ્યોને શિક્ષા આપી છે કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાન પર પુસ્તકો લખવા માટે. એક કાર્ય જે તેમના અનુયાયીઓએ આજ દિન સુધી ચાલુ રાખ્યું છે. ભગવાન ચૈતન્યએ શીખવેલા સિદ્ધાંતનું વિસ્તરણ અને ખુલાસો, હકીકતમાં સૌથી વધુ દળદાર, કડક અને સુસંગત છે, કારણકે ગુરુ શિષ્ય પરંપરાની સાંકળ અતૂટ છે દુનિયાની કોઈ પણ ધાર્મિક પદ્ધતિ કરતાં. છતાં ભગવાન ચૈતન્ય, તેમની યુવાનીમાં જે પોતે એક પ્રખ્યાત વિદ્વાન હતા, આપણા માટે ફક્ત આઠ શ્લોક છોડી ગયા છે જેને શિક્ષાષ્ટક કહેવાય છે.

શ્રી કૃષ્ણ સંકીર્તનનો જય હો, જે વર્ષોથી હ્રદય પર જમા થયેલી ધૂળને સ્વચ્છ કરે છે. તેથી તે બદ્ધ જીવનની વારંવાર જન્મ અને મૃત્યુની અગ્નિને ઓલવે છે. બીજો શ્લોક. ઓહ મારા પ્રભુ, તમારું પવિત્ર નામ એકલું જીવોને બધા વરદાન આપી શકે છે, અને તેથી તમારે સેંકડો અને લાખો નામ છે જેમ કે કૃષ્ણ, ગોવિંદ, વગેરે. આ દિવ્ય નામોમાં તમે તમારી બધી દિવ્ય શક્તિ ભરી દીધી છે, અને આ પવિત્ર નામોનો જપ કરવામાં કોઈ કડક નિયમો પણ નથી. ઓહ મારા પ્રભુ, તમે કૃપા કરીને પોતાને આ નામ દ્વારા એટલા સુલભ બનાવ્યા છે, પણ હું દુર્ભાગ્યશાળી છું, મને તેના વિશે કોઈ આકર્ષણ નથી. ત્રણ. વ્યક્તિ ભગવાનના પવિત્ર નામનો જપ મનના એક વિનમ્ર ભાવમાં કરી શકે છે, પોતાને ઘાસના તણખલા કરતાં તુચ્છ ગણીને, વૃક્ષ કરતાં વધુ સહનશીલ ગણીને, બધા જ ખોટી સ્વ-પ્રતિષ્ઠાની ઈચ્છાથી રહિત, અને બીજાને આદર આપવાની તૈયારી સાથે. મનની આવી સ્થિતિમાં વ્યક્તિ ભગવાનના પવિત્ર નામનો જપ નિરંતર કરી શકે છે.