GU/Prabhupada 0408 - ઉગ્ર કર્મ મતલબ ભયંકર કાર્યો



Cornerstone Laying -- Bombay, January 23, 1975

જેમ કે આપણે ઉદ્યોગો કરી રહ્યા છીએ. ઉદ્યોગો, તેને ભગવદ ગીતામાં ઉગ્ર કર્મ તરીકે કહેલું છે. ઉગ્ર કર્મ મતલબ ભયંકર કાર્યો. રોજીરોટી માટે, આપણને આપણા પાલનની જરૂર હોય છે. આહાર નિદ્રા ભય મૈથુન... આ શરીરની આ પ્રાથમિક જરૂરિયાતો છે, ભૌતિક શરીરની. તે માટે, કૃષ્ણે કહ્યું છે, અન્નાદ ભવન્તિ ભૂતાની (ભ.ગી. ૩.૧૪). અન્ન - મતલબ ધાન્ય - આપણને જોઈએ છે. અન્નાદ ભવન્તિ ભૂતાની. તે ધાન્ય આપણે સહેલાઇથી ઉત્પન્ન કરી શકીએ છીએ, ખેતી દ્વારા. બીજી જગ્યાએ, કૃષ્ણ કહે છે, કૃષિ ગો રક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવ જમ (ભ.ગી. ૧૮.૪૪). આપણે આપણા પાલન માટે પર્યાપ્ત ધાન્ય ઉત્પન્ન કરી શકીએ છીએ, અને આખી દુનિયા પાસે પર્યાપ્ત જમીન છે. મે ઓછામાં ઓછી ચૌદ વાર આખી દુનિયાનું ભ્રમણ કર્યું છે. છેલ્લા આઠ વર્ષોમાં, મે આખી દુનિયાનું ભ્રમણ કર્યું છે, અંદરના ક્ષેત્રો પણ. મે પર્યાપ્ત જમીન જોઈ છે, વિશેષ કરીને આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં, અને આપણે એટલું બધુ ધાન્ય ઉત્પન્ન કરી શકીએ છીએ, જેનાથી વર્તમાન જનતા કરતાં દસ ગણી જનતાનું સહેલાઇથી પાલન થઈ શકે. દસ ગણી. ખોરાકની કોઈ અછત નથી. પણ મુશ્કેલી છે કે આપણે સીમાંકન કર્યું છે, "આ મારી જમીન છે." કોઈ કહે છે, "આ અમેરિકન છે, મારી જમીન," "ઓસ્ટ્રેલિયા, મારી જમીન," "આફ્રિકા, મારી જમીન," "ભારત, મારી જમીન." આ "મારૂ" અને "હું." જનસ્ય મોહો અયમ અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). આને ભ્રમ કહેવાય છે, કે "હું" અને "મારૂ." "હું આ શરીર છું, અને આ મારી સંપત્તિ છે." આને ભ્રમ કહેવાય છે. અને આ ભ્રમ, જો આપણે આ ભ્રમના સ્તર પર રહીશું, તો આપણે પ્રાણીઓ કરતાં વધુ સારા નથી.

યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે
સ્વ-ધિ: કલત્રાદીશુ ભૌમ ઈજ્ય ધિ:
યત તીર્થ બુદ્ધિ: સલીલે ન કરહિચિદ
જનેશુ અભિજ્ઞેશુ સ એવ ગોખર:
(શ્રી.ભા. ૧૦.૮૪.૧૩)

ગો મતલબ ગાય, અને ખર: મતલબ ગધેડો. જે લોકો આ જીવનના શારીરિક ખ્યાલ પર છે, અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮), તેઓ ગધેડાઓ અને ગાયોથી વિશેષ કશું નથી, મતલબ પ્રાણીઓ. આ ચાલી રહ્યું છે. હું તમારો વધુ સમય નહીં લઉં, પણ હું તમને આશ્વસ્ત કરાવવાનો પ્રયત્ન કરીશ, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો ઉદેશ્ય શું છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો ઉદેશ્ય છે માનવ સમાજને પ્રાણીઓ બનવામાથી રોકવું, ગાયો અને ગધેડાઓ. આ આંદોલન છે. તેમણે તેમનો સમાજ સ્થાપિત કર્યો છે... જેમ ભગવદ ગીતામાં કહ્યું છે, પ્રાણી અથવા આસુરીક સમાજ, આસુરીક સમાજ, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુર આસુરા: (ભ.ગી. ૧૬.૭). આસુરીક, દાનવો, સમાજ, તેઓ જાણતા નથી કેવી રીતે - આપણે પોતાનું સ્વયમ માર્ગદર્શન કરવું જ પડે જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, અને આપણે નહીં ગ્રહણ કરીએ - અનુકૂળ અને પ્રતિકૂળ. મનુષ્ય જીવન... દરેક વ્યક્તિ જાણે છે, "આ મારા માટે અનુકૂળ છે, અને આ મારા માટે પ્રતિકૂળ છે." તો આસુરા: જના, જે વ્યક્તિઓ દાનવી વ્યક્તિઓ છે, તેઓ આ જાણતા નથી, કે "મારા માટે અનુકૂળ શું છે અને મારા માટે શું અનુકૂળ નથી." પ્રવૃત્તિમ નિવૃત્તિમ ચ જના ન વિદુર આસુરા:, ન શૌચમ નાપી ચાચાર: (ભ.ગી. ૧૬.૭): "કોઈ સ્વચ્છતા નથી, કોઈ સારો વ્યવહાર નથી." ન સત્યમ તેશુ વિદ્ય...: "અને તેમના જીવનમાં કોઈ સત્ય નથી." આ આસુરીક છે. આપણે આ ઘણી વાર સાંભળ્યુ છે, "અસુરો," "આસુરીક સમાજ," "દાનવી સમાજ.: આ શરૂઆત છે.

પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ
જના ન વિદુર આસુરા:
ન શૌચમ નાપી ચાચારો
ન સત્યમ તેશુ...
(ભ.ગી. ૧૬.૭)

સત્યમ, કોઈ સત્યતા નથી. અને પ્રથમ વર્ગનું જીવન મતલબ બ્રાહ્મણ જીવન છે. સત્યમ શૌચમ તપો. શરૂઆત છે સત્યમ. આસુરીક જીવનમાં કોઈ સત્ય નથી, અને માનવ સમાજમાં પ્રથમ વર્ગનું જીવન છે, બ્રાહ્મણો, તે છે સત્યમ શૌચમ તપો, અને તીતીક્ષ આર્જવ: આસ્તિક્યમ જ્ઞાનમ વિજ્ઞાનમ (ભ.ગી. ૧૮.૪૨). આ પ્રથમ વર્ગનું જીવન છે.

તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે એક માણસોનો વર્ગ રચવો, આદર્શ, પ્રથમ વર્ગના માણસો સત્યમ શૌચમ તપો શમ: દમ: તીતીક્ષ: સાથે. આ ભગવદ સમાજ છે. અને આ ભગવદ સમાજ ભારત દ્વારા આખી દુનિયાને આપી શકાય. તે ભારતનો વિશેષ અધિકાર છે. કારણકે ભારત સિવાયના બીજા દેશોમાં, તેઓ લગભગ આસુરી જના છે અને ઉગ્ર કર્મ. ઉદ્યોગો અને બીજા ઉગ્ર કર્મો પાશ્ચાત્ય દેશોમાથી આવ્યા છે. પણ આ રીતે લોકો ક્યારેય સુખી નહીં થાય. તે ભગવદ ગીતાના સોળમાં અધ્યાયમાં બહુ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. દુષ્પુર અકંક્ષ. આ ભૌતિક પ્રગતિથી આ ઈચ્છા ક્યારેય સંતુષ્ટ નહીં થાય. તેઓ જાણતા નથી. તેઓ ભૂલી રહ્યા છે. તો અમે આ બોમ્બેને પસંદ કર્યું છે. બોમ્બે શહેર શ્રેષ્ઠ શહેર છે, ભારતનું સૌથી વિકસિત શહેર, ભારતનું શ્રેષ્ઠ શહેર. અને લોકો પણ બહુ જ સારા છે. તેઓ ધાર્મિક રીતે વળેલા છે. તેઓ વૈભવશાળી છે. તેઓ વધુ સારી વસ્તુઓને સારી રીતે ગ્રહણ કરી શકે છે. તેથી મારે આ કેન્દ્ર શરૂ કરવું હતું, બોમ્બે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવા માટે. જોકે મારા પ્રયાસમાં ઘણા બધા અવરોધો છે, છતાં, આખરે તે કૃષ્ણનું કાર્ય છે. તે સફળ થશે. તો આજે... પાયો અને આધારશિલાની સ્થાપના બે વર્ષ પહેલા થઈ હતી, પણ આસુરીક જના તરફથી ઘણા બધા અવરોધો છે. હવે, એક યા બીજી રીતે, અમને આવા અવરોધોમાથી થોડી રાહત મળે છે. તો આપણે આ શુભ દિવસે આ પાયો મૂકી રહ્યા છે, અને હું બહુ જ પ્રસન્ન છું કે તમે અમારામાં ભાગ લીધો છે.