GU/Prabhupada 0425 - તેમણે કોઈ ફેરફારો કર્યા હોઈ શકે
From Vanipedia
Room Conversation with Carol Cameron -- May 9, 1975, Perth
ગણેશ: શ્રીલ પ્રભુપાદ, જો જ્ઞાનને સાધુ રાજાઓ દ્વારા આપવામાં આવ્યું હતું, એવમ પરંપરા પ્રાપ્તમ (ભ.ગી. ૪.૨), તો તે કેવી રીતે થયું કે તે ખોવાઈ ગયું?
પ્રભુપાદ: જ્યારે તે હાથમાં ના આપવામાં આવ્યું. ફક્ત કલ્પનાથી સમજવામાં આવ્યું. અથવા તે તેના મૂળ રૂપે હાથમાં ના આપવામાં આવ્યું. તેમણે અમુક ફેરફારો કર્યા હોઈ શકે. અથવા તેમણે હાથમાં નહીં આપ્યું હોય. ધારોકે હું તમને હાથમાં આપું, પણ જો તમે તે ના કરો, તો તે ખોવાઈ જાય છે. હવે કૃષ્ણ ભાવનામૃત આંદોલન મારી હાજરીમાં ચાલી રહ્યું છે. હવે મારા પ્રસ્થાન પછી, જો તમે આ નહીં કરો, તો તે ખોવાઈ જશે. જો તમે કરતાં રહેશો જેમ તમે અત્યારે કરી રહ્યા છો, તો તે ચાલતું રહેશે. પણ જો તમે બંધ કરી દેશો...