GU/Prabhupada 0426 - જે વિદ્વાન છે, તે જીવિત અથવા મૃત શરીર માટે પસ્તાવો નથી કરતો



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972

પ્રભુપાદ: અનુવાદ.

પ્રદ્યુમ્ન: અનુવાદ: "ભગવાને કહ્યું: શિક્ષિત શબ્દો બોલતા, તું એવી વસ્તુઓ માટે શોક કરી રહ્યો છે જે શોક કરવા યોગ્ય નથી. જે લોકો ડાહ્યા છે તે જીવિત અથવા મૃત વસ્તુઓ માટે પસ્તાવો નથી કરતાં (ભ.ગી. ૨.૧૧)."

પ્રભુપાદ: "ભગવાને કહ્યું: શિક્ષિત શબ્દો બોલતા, તું એવી વસ્તુઓ માટે શોક કરી રહ્યો છે જે શોક કરવા યોગ્ય નથી. જે લોકો ડાહ્યા છે તે જીવિત અથવા મૃત વસ્તુઓ માટે પસ્તાવો નથી કરતાં." આ કૃષ્ણ તત્વજ્ઞાન, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, છે લોકોને શીખવાડવું કે જીવની બંધારણીય અવસ્થા શું છે તે સમજવું. અહી તે કહ્યું છે કે જે વ્યક્તિ શિક્ષિત છે, તે જીવિત કે મૃત શરીર માટે પસ્તાવો નથી કરતો. (બાજુમાં:) તેમને આગળની હરોળમાથી દૂર કરવા જોઈએ. તેમને દૂર કરવા જોઈએ, તેમણે પાછળ જવું જોઈએ. વર્તમાન સમાજ જીવનના શારીરિક ખ્યાલ પર આધારિત છે: "હું આ શરીર છું." "હું ભારતીય છું," "હું અમેરિકન છું," "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું," "હું કાળો છું," "હું ગોરો છું," અને એવું. આખી સંસ્કૃતિ આ જીવનના શારીરિક ખ્યાલ પર ચાલી રહી છે. જોકે શિક્ષામાં વિકાસ છે, ઘણી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, પણ ક્યાય આ વિષય વસ્તુની ચર્ચા નથી થતી કે શિખવાડવામાં નથી આવતું, "હું શું છું." ઊલટું, તેઓ હજુ વધુ પદભ્રષ્ટ કરે છે તેમને એવી શિક્ષા આપીને કે "તમે આ ભૂમિ પર જન્મ થયેલા છો. તમારે તમારા દેશ વિશે અનુભવવું જ જોઈએ, તમારે તમારા દેશ માટે કાર્ય કરવું જોઈએ." અથવા કહેવાતી રાષ્ટ્રીયતા શીખવાડવામાં આવે છે. પણ કોઈ પણ વ્યક્તિને શીખવાડવામાં નથી આવતું કે વાસ્તવમાં તે શું છે.

અર્જુનની સ્થિતિ તે જ છે, અર્જુન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર છે. યુદ્ધ હતું. તે મહાભારતનો ઇતિહાસ છે. તેને મહાભારત કહેવામા આવે છે. ભગવદ ગીતા મહાભારતનો ભાગ છે. મહાભારત મતલબ મોટું ભારત અથવા મહાન ગ્રહ. તો તે મહાભારતના ઇતિહાસમાં, તે પિતરાઇ ભાઈઓ વચ્ચે યુદ્ધ હતું, પાંડવો અને કુરુઓ. પાંડવો અને કૌરવો, તેઓ એક જ પરિવારના હતા, જેને કુરુવંશ કહેવાતો હતો, અને તે જ સમયે, ૫,૦૦૦ વર્ષો પહેલા, કુરુવંશ આખી દુનિયા પર રાજ કરતો હતો. હવે, જે આપણે જોઈએ છીએ ભારત વર્ષ તે એક નાનકડો હિસ્સો માત્ર છે. પહેલા, આ ગ્રહ ભારતવર્ષ તરીકે ઓળખાતો. તેની પહેલા, હજારો વર્ષોથી, આ ગ્રહ ઇલાવૃત વર્ષ તરીકે ઓળખાતો. પણ એક મહાન સમ્રાટ હતા જેમનું નામ હતું ભરત. તેમના નામ પરથી, આ ગ્રહ ભારત વર્ષ તરીકે ઓળખાતો હતો. પણ ધીમે ધીમે, સમયના પ્રવાહમાં, લોકો એક દળમાથી વિખૂટા પડતાં ગયા. જેમ કે આપણને ભરતમાં અનુભવ છે, કહો કે ૨૦ વર્ષ, અથવા ૨૫ વર્ષ પહેલા, કોઈ પાકિસ્તાન ન હતું. પણ એક યા બીજી રીતે, પાકિસ્તાનનું બીજું વિભાજન છે. તો વાસ્તવમાં, ઘણા, ઘણા વર્ષો પહેલા આ ગ્રહનું કોઈ વિભાજન ન હતું. આ ગ્રહ એક હતો, અને રાજા પણ એક હતો, અને સંસ્કૃતિ પણ એક હતી. સંસ્કૃતિ હતી વેદિક સંસ્કૃતિ, અને રાજા એક હતો. જેમ મે તમને કહ્યું કે કુરુવંશના રાજાઓ, તેઓ દુનિયા પર રાજ કરતાં હતા. તે રાજાશાહી હતી. તો એક જ પરિવારના બે પિતરાઇ ભાઈઓ વચ્ચે યુદ્ધ હતું, અને તે ભગવદ ગીતાની વિષય વસ્તુ છે. ભગવદ ગીતા યુદ્ધભૂમિ પર બોલવામાં આવી હતી. યુદ્ધભૂમિમાં, આપણી પાસે બહુ જ ઓછો સમય હોય છે. આ ભગવદ ગીતા બોલાઈ હતી જ્યારે બે દળો યુદ્ધભૂમિ પર મળ્યા હતા. અને અર્જુન, બીજા દળને જોઈને, તે બીજું દળ, તે બધા તેના પરિવારના હતા, બધા પરિવારના સદસ્યો, કારણકે તે પિતરાઇ ભાઈઓ વચ્ચેનું યુદ્ધ હતું, તો તે પ્રેમાળ બની ગયો. લાગણીવશ, તેણે કૃષ્ણને કહ્યું, "મારા પ્રિય કૃષ્ણ, હું યુદ્ધ કરવા ઈચ્છતો નથી. મારા પિતરાઇ ભાઈઓને રાજ્ય ભોગવવા દો. હું તેમને આ યુદ્ધમાં મારી ના શકું." આ ભગવદ ગીતાની વિષય વસ્તુ છે. પણ કૃષ્ણે તેને પ્રેરણા આપી કે "તું એક ક્ષત્રિય છે, યુદ્ધ કરવું તારું કર્તવ્ય છે. તું આ કર્તવ્યમાથી શા માટે ચલિત થઈ રહ્યો છે?"