GU/Prabhupada 0429 - કૃષ્ણ ભગવાનનું નામ છે. કૃષ્ણ મતલબ સર્વ-આકર્ષક, સર્વ-શુભ



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972

તો આપણી વર્તમાન સ્થિતિ છે કે આખો સમાજ ચાલે છે, ખોટી ધારણા હેઠળ કે દરેક વ્યક્તિ શરીર છે. તે હકીકત નથી. તેથી, આ કૃષ્ણ કીર્તન, આ હરે કૃષ્ણ આંદોલન, તેને એક વિશેષ અસર છે. તે છે... એવું ના વિચારો કે આ હરે કૃષ્ણ આંદોલન સાધારણ ધ્વનિનું કંપન છે. તે આધ્યાત્મિક કંપન છે. તેને કહેવાય છે મહામંત્ર. મહામંત્ર. જેમ કે... હું જાણતો નથી કે તમારા દેશમાં શું સાપને મોહિત કરવાવાળા હોય છે. ભારતમાં હજુ, ઘણા બધા સાપને મોહિત કરવાવાળા હોય છે. તો તેઓ અમુક મંત્રનો જપ કરે છે, અને એક માણસ, સાપના ડંખથી પીડિત, તે ભાનમાં આવી શકે છે. જે પણ ભારતીય અહી ઉપસ્થિત છે, તે જાણે છે. હજુ. વિશેષ કરીને મે પંજાબમાં જોયું છે, ઘણા બધા સાપને મોહિત કરવાવાળા છે, જેઓ જાણે છે કે કેવી રીતે મંત્રનો જપ કરવો. તો જો તે ભૌતિક રીતે શક્ય હોય કે એક મૃત માણસ... અવશ્ય, જ્યારે એક માણસને સાપનો ડંખ લાગ્યો છે તે મૃત નથી. તે બેભાન બને છે. તે મૃત નથી. પણ આ મંત્રનો જપ કરવાથી, તે તેની ચેતનામાં આવે છે. તેથી તે ભારતમાં પદ્ધતિ છે, જો એક વ્યક્તિને સાપનો ડંખ લાગ્યો હોય, તેને બાળવામાં નથી આવતો, અથવા તેને મૃત શરીર તરીકે લેવામાં નથી આવતું. તેને કોઈ જીવનનૌકામાં તરાવવામાં આવે છે અને પાણી આપવામાં આવે છે. જો તેને અવસર મળે તેઓ તે ફરીથી ચેતનમાં આવી શકે છે. તો તેવી જ રીતે, આપણે, વર્તમાન સમયે, આપણી અજ્ઞાનતાને કારણે, આપણે ઊંઘી રહ્યા છીએ. આપણે ઊંઘી રહ્યા છીએ. તેથી, આપણને જગાડવા માટે, આ મંત્ર, મહામંત્ર, ની જરૂર છે. જગાડવા માટે. ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). જેમ કે આ છોકરાઓ, આ યુરોપીયન છોકરાઓ અને છોકરીઓ જે મારી સાથે છે... મારે આશરે, તેવા ત્રણ, ચાર હજારથી વધુ શિષ્યો છે. તેઓ હરે કૃષ્ણ જપ કરી રહ્યા છે. અને તે તરંગી રીતે જપ નથી કરી રહ્યા. તેઓ પૂર્ણ રીતે આશ્વસ્ત છે. જો તમે તેમની સાથે વાતો કરો, તેઓ તત્વજ્ઞાન ઉપર બહુ જ સાર્સ રીતે વાત કરશે. દરેક માણસ ડાહ્યો છે. તો તેઓ કેવી રીતે કરી રહ્યા છે? ચાર વર્ષ પહેલા, તેઓ કૃષ્ણનું નામ શું છે તે જાણતા પણ ન હતા. કદાચ તેમણે અંગ્રેજી શબ્દકોશમાં કૃષ્ણનું નામ જોયું હશે, લખેલું કે "એક હિન્દુ ભગવાન." પણ વાસ્તવમાં, તે હકીકત નથી. કૃષ્ણ ભગવાનનું નામ છે. કૃષ્ણ મતલબ સર્વ-આકર્ષક, સર્વ-શુભ. સર્વ-આકર્ષક મતલબ તેઓ શુભ હોવા જોઈએ; નહિતો, કેવી રીતે તેઓ આકર્ષક બને? એક ખરાબ, જે વ્યક્તિ ખરાબ છે, તે આકર્ષક ના બની શકે. તેથી કૃષ્ણ, આ શબ્દ, મતલબ સર્વ-આકર્ષક. તેમને બધા જ સારા ગુણો છે, બધા જ ઐશ્વર્યો જેથી તેઓ આકર્ષક છે. તે સાચું વર્ણન છે, અથવા સાચું નામાંકરણ ભગવાનનું. જો ભગવાનને કોઈ નામ હોય, વિશેષ કરીને, જે બધામાં પૂર્ણ હોય, તે શબ્દ છે કૃષ્ણ. તે એક સંસ્કૃત શબ્દ છે, પણ તે દર્શાવે છે... કૃષ્ણ મતલબ ભગવાન. શાસ્ત્રમાં તે કહ્યું છે, ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). ઈશ્વર: મતલબ નિયંત્રક, અને પરમ:, સર્વોચ્ચ. ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). તે વેદિક સાહિત્યની શિક્ષા છે. તો આપણું આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન કોઈ સાંપ્રદાયિક ધાર્મિક આંદોલન નથી. તે એક વૈજ્ઞાનિક તત્વજ્ઞાની આંદોલન છે. તેને સમજવાનો પ્રયત્ન કરો. આપણ વિધિ ખૂબ જ સરળ છે. વિધિ છે કે આ જપ દ્વારા હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. અમે જાદુગર નથી, પણ અમે વિદ્યાર્થીઓને કહીએ છીએ, "તમે ફક્ત આ દિવ્ય ધ્વનિનો જપ કરો," અને તે ધીરે ધીરે હ્રદયની અંદર રહેલી બધી જ ગંદી વસ્તુઓથી સ્વચ્છ બની જાય છે. આ અમારી વિધિ છે. ચૈતન્ય મહાપ્રભુએ સમજાવેલું છે, તેમણે આપણને શિક્ષા આપેલી છે, ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨).

આ ભૌતિક જગતમાં આપણી બધી મુશ્કેલી છે આ ગેરસમજને કારણે. પ્રથમ ગેરસમજ છે કે "હું આ શરીર છું." અને વાસ્તવમાં, આપણે દરેક, આપણે આ સ્તર પર ઊભા છીએ, જીવનના શારીરિક ખ્યાલ પર. અને કારણકે મૂળ પાયો જ ખોટો છે, તેથી જે પણ આપણે રચીએ છીએ, જે પણ આપણે સમજીએ છીએ, તે બધુ ખોટું છે. કારણકે મૂળ સ્તર જ ખોટું છે. તો સૌ પ્રથમ આપણે આ ખોટા ખ્યાલને કાઢી નાખવો પડે કે હું આ શરીર છું." તેને કહેવાય છે ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨), હ્રદયનું શુદ્ધિકરણ. હું વિચારું છું, "હું આ શરીર છું," પણ વાસ્તવમાં હું આ નથી. તો આપણે આ ખોટી ધારણાને સ્વચ્છ કરવી પડે, અને તે બહુ સરળતાથી થાય છે, ફક્ત આ હરે કૃષ્ણ મહામંત્રના જપ દ્વારા. તે વ્યાવહારિક છે. તો અમારી વિનંતી છે તમને દરેકને, જો તમે કૃપા કરીને અમારી શિક્ષા ગ્રહણ કરો હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવાની. તમે કશું ગુમાવતાં નથી. પણ ફાયદો ખૂબ જ છે. અમે કોઈ મૂલ્ય લેતા નથી. જેમ કે બીજા, જો તે કોઈ મંત્ર આપશે, તે મૂલ્ય લેશે. પણ અમે મફતમાં વિતરણ કરીએ છીએ. દરેક વ્યક્તિ લઈ શકે છે. બાળકો પણ, તેઓ પણ લઈ શકે છે. અમારા સમાજમાં ઘણા બાળકો છે. તેઓ જપ કરે છે અને નૃત્ય કરે છે. તેને કોઈ શિક્ષાની જરૂર નથી. તેને કોઈ મૂલ્યની જરૂર નથી. ફક્ત જો તમે જપ કરો... શા માટે તમે પ્રયોગ કરીને જપ કરીને જોતાં નથી? તે અમારી વિનંતી છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. વ્યક્તિ વાંધો ઉઠાવી શકે, "હું શા માટે હિન્દુ કૃષ્ણના નામનો જપ કરું?" તો અમે નથી કહેતા કે કૃષ્ણ, અથવા ભગવાન... ભગવાનને ઘણા નામો છે. તે અમે સ્વીકારીએ છીએ. તેવું નથી... ભગવાન અસીમિત છે. તેથી, તેમને અસીમિત નામો હોવા જ જોઈએ. પણ આ કૃષ્ણ શબ્દ બહુ જ પૂર્ણ છે કારણકે તેનો મતલબ છે સર્વ-આકર્ષક. તમે ચર્ચા કરી શકો છો, "ભગવાન મહાન છે." તે ઠીક છે. તેઓ કેવી રીતે મહાન છે. તે બીજી સમજણ છે. જો તમે વિચારો કે "કૃષ્ણ હિન્દુ ભગવાનનું નામ છે, હું શા માટે આ જપ કરું?" તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે, "ના." જો તમારી પાસે કોઈ નામ છે, ભગવાનનું બીજું વૈકલ્પિક નામ, તો તમે તેનો જપ કરો. અમારી એક માત્ર વિનંતી છે કે તમે ભગવાનના પવિત્ર નામનો જપ કરો. જો તમારી પાસે ભગવાનનું કોઈ પણ નામ છે, તમે જપ કરી શકો છો. તમારું શુદ્ધિકરણ થશે. તે અમારો પ્રચાર છે.