GU/Prabhupada 0428 - મનુષ્યનો વિશેષ અધિકાર છે સમજવું - હું શું છું



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972

જરા સમજવાનો પ્રયત્ન કરો આપણે કેટલા અજ્ઞાની છીએ. આપણે બધા અજ્ઞાનતામાં છીએ. આ શિક્ષાની જરૂર છે કારણકે, લોકો, આ અજ્ઞાનતાથી, તેઓ એક બીજા સાથે લડી રહ્યા છીએ. એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરી રહ્યો છે, એક ધાર્મિકવાદી બીજા ધાર્મિકવાદી સાથે યુદ્ધ કરી રહ્યો છે. પણ તે બધુ અજ્ઞાનતા પર આધારિત છે. હું આ શરીર નથી. તેથી શાસ્ત્ર કહે છે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). આત્મ-બુદ્ધિ: કુણપે, આ હાડકાં અને સ્નાયુઓનો એક કોથળો છે, અને તે ત્રણ ધાતુનો બનેલો છે. ધાતુ મતલબ તત્ત્વો. આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે: કફ, પિત્ત, વાયુ. ભૌતિક વસ્તુઓ. તો તેથી હું આધ્યાત્મિક આત્મા છું. હું ભગવાનનો અંશ છું. અહમ બ્રહ્માસ્મિ. આ વેદિક શિક્ષા છે. સમજવાનો પ્રયત્ન કરો કે તમે આ ભૌતિક જગતના નથી. તમે આધ્યાત્મિક જગતના છો. તમે ભગવાનના અંશ છો. મમૈવાંશો જીવ ભૂત: (ભ.ગી. ૧૫.૭). ભગવદ ગીતામાં, ભગવાન કહે છે કે "બધા જીવો મારા અંશ છે." મન: શષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી (ભ.ગી. ૧૫.૭). તે જીવન માટે એક મહાન સંઘર્ષ કરી રહ્યો છે તે ધારણા હેઠળ, શારીરિક ધારણા હેઠળ કે તે આ શરીર છે, પણ આ પ્રકારની ધારણા કે સમજણ પશુ સંસ્કૃતિ છે. કારણકે પ્રાણીઓ પણ ખાય છે, ઊંઘે છે, મૈથુન કરે છે, અને તેમની રીતે રક્ષણ કરે છે. તો જો આપણે, મનુષ્યો, જો આપણે આ કાર્યોમાં પ્રવૃત્ત થઈએ, ખાવું, ઊંઘવું, મૈથુન, અને સંરક્ષણ, તો આપણે પ્રાણીઓ કરતાં વધુ સારા નથી. મનુષ્યનો વિશેષ અધિકાર છે તે તે સમજવું "હું શું છે? હું આ શરીર છું કે બીજું કઈ?" વાસ્તવમાં, હું આ શરીર નથી. મે તમને ઘણા બધા ઉદાહરણો આપેલા છે. હું આત્મા છું. પણ વર્તમાન સમયે આપણે દરેક આ સમજણમાં વ્યસ્ત છે કે હું આ શરીર છું. કોઈ પણ વ્યક્તિ તે સમજણમાં કામ નથી કરતું કે તે શરીર નથી, તે આત્મા છે. તેથી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયત્ન કરો. અમે દરેક માણસને કોઈ પણ ભેદભાવ વગર શિક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે... કારણકે અમે શરીરની ગણના નથી કરતાં. શરીર હિન્દુ હોઈ શકે છે, શરીર મુસ્લિમ હોઈ શકે છે, શરીર યુરોપીયન હોઈ શકે છે, શરીર અમેરિકન હોઈ શકે છે, અથવા શરીર કોઈ અલગ ભાતનું હોઈ શકે છે. જેમ કે તમને એક અલગ વસ્ત્ર છે. હવે, કારણકે હું એક ભગવા વસ્ત્રમાં છું અને તમે કાળા કોટમાં છો, શું તેનો મતલબ તે છે કે આપણે એકબીજા સાથે લડીશું? શા માટે? તમને અલગ વસ્ત્ર હોઈ શકે છે, મને અલગ વસ્ત્ર હોઈ શકે છે. તો લડવાનું કારણ ક્યાં છે? વર્તમાન સમયે આ સમજણની જરૂર છે. નહિતો, તમે એક પ્રાણીઓનો સમાજ બની જશો. જેમ કે જંગલમાં, પ્રાણીઓ હોય છે. બિલાડીઓ, કુતરાઓ, શિયાળ, વાઘ, અને તેઓ હમેશા લડે છે. તેથી, જો આપણને વાસ્તવમાં શાંતિ જોઈએ છે - તો આપણે સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ કે "હું શું છું." તે આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. આપણે દરેકને શીખવાડી રહ્યા છીએ કે તે વાસ્તવમાં શું છે. પણ તેની સ્થિતિ છે... દરેક વ્યક્તિની સ્થિતિ, ફક્ત મારી કે તમારી નહીં. દરેક. પ્રાણીઓ પણ. તેઓ પણ આત્મા છે. તેઓ પણ. કૃષ્ણ દાવો કરે છે કે,

સર્વ યોનિશુ કૌંતેય
મૂર્તય: સંભવંતી યા:
તાસામ બ્રહ્મ મહદ યોનીર
અહમ બીજ પ્રદ: પિતા
(ભ.ગી. ૧૪.૪)

કૃષ્ણ દાવો કરે છે કે "હું બધા જ જીવોનો બીજ આપવાવાળો પિતા છું." વાસ્તવમાં, આ હકીકત છે. જો આપણે મૂળ સૃષ્ટિનો અભ્યાસ કરવો હોય, દરેક વસ્તુ ભગવદ ગીતામાં સમજાવેલી છે. જેમ કે પિતા માતાના ગર્ભમાં બીજ આપે છે, અને બીજ એક ચોક્કસ શરીરમાં પરિવર્તિત થાય છે, તેવી જ રીતે, આપણે જીવો, આપણે ભગવાનના અંશ છીએ, અને ભગવાન આ ભૌતિક પ્રકૃતિને ગર્ભાઘાન કરે છે, અને આપણે વિભિન્ન રૂપોમાં આ ભૌતિક શરીર સાથે બહાર આવીએ છીએ. ૮૪,૦૦,૦૦૦ યોનીઓ છે. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વિંશતી. સૂચિ આપેલી છે. દરેક વસ્તુ છે.