GU/Prabhupada 0431 - ભગવાન વાસ્તવમાં દરેક જીવોના શ્રેષ્ઠ મિત્ર છે



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972

સુખ માટે, ત્રણ વસ્તુઓ સમજવાની છે. તે ભગવદ ગીતામાં કહેલું છે.

ભોક્તારમ યજ્ઞ તપસામ
સર્વ લોક મહેશ્વરમ
સુહ્રદમ સર્વ ભૂતાનામ
જ્ઞાત્વા મામ શાંતિમ ઋચ્છતી
(ભ.ગી. ૫.૨૯)

તમારે ફક્ત ત્રણ વસ્તુઓ સમજવાની છે પછી તમે શાંત બનો છો. તે શું છે? પ્રથમ વસ્તુ છે કે "ભગવાન ભોક્તા છે, હું ભોક્તા નથી." પણ અહી, આપણી ભૂલ છે, દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે, "હું ભોક્તા છું." પણ વાસ્તવમાં, આપણે ભોક્તા નથી. ઉદાહરણ તરીકે, કારણકે હું ભગવાનનો અંશ છું... જેમ કે મારો હાથ મારા શરીરનો અંશ છે. ધારોકે મારો હાથ એક સરસ ફળનો કેક પકડે, સરસ સ્વાદિષ્ટ કેક. હાથ તેનો આનંદ ના માણી શકે. હાથ તેને ઉપાડશે અને તેને મોઢામાં નાખશે. અને જ્યારે તે પેટમાં જશે, જ્યારે તે ખોરાક ખાઈને શક્તિ ઉત્પન્ન થશે, તે હાથ દ્વારા ભોગવામાં આવશે. ફક્ત આ હાથ દ્વારા જ નહીં, આ હાથ પણ, આંખો પણ, પગ પણ. તેવી જ રીતે, આપણે કોઈ વસ્તુ સીધી ભોગ ના કરી શકીએ. જો આપણે બધી વસ્તુઓ ભગવાનના આનંદ માટે મૂકીએ અને પછી જ્યારે આપણે લઈએ, તે આનંદમાં ભાગ લઈએ, તે આપણું સ્વસ્થ જીવન છે. આ સિદ્ધાંત છે. અમે કશું લેતા નથી. ભગવત પ્રસાદમ. ભગવત પ્રસાદમ. આપણો સિદ્ધાંત છે કે આપણે સરસ વાનગીઓ બનાવીએ છીએ અને આપણે કૃષ્ણને અર્પણ કરીએ છીએ, અને તેમના ખાઈ લીધા પછી, આપણે તે લઈએ છીએ. તે આપણો સિદ્ધાંત છે. આપણે એવું કશું નથી લેતા જે કૃષ્ણને અર્પણ ના થયું હોય. તો આપણે કહીએ છીએ કે ભગવાન પરમ ભોક્તા છે. આપણે ભોક્તા નથી. આપણે બધા આધીન છીએ. તો ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). અને ભગવાન દરેક વસ્તુના માલિક છે. તે હકીકત છે. હવે ધારોકે મોટો મહાસાગર. કોણ માલિક છે? આપણે દાવો કરીએ છીએ કે હું આ ભૂમિ અને આ સમુદ્રનો માલિક છું. પણ વાસ્તવમાં, મારા જન્મ પહેલા, સમુદ્ર હતો, અને ભૂમિ હતી, અને મારી મૃત્યુ પછી, સમુદ્ર રહેશે, અને ભૂમિ પણ રહેશે. હું માલિક ક્યાં બન્યો? જેમ કે આ સભાખંડ. આ સભાખંડમાં આપણા પ્રવેશ્યા પહેલા, સભાખંડ હતો, અને જ્યારે આપણે સભાખંડ છોડીશું, સભાખંડ રહેશે. તો આપણે ક્યારે માલિક બની શકીએ? જો આપણે ખોટી રીતે દાવો કરીએ કે અહિયાં એક કલાક કે અડધો કલાક બેસીને, આપણે માલિક બની ગયા છીએ, તે ખોટી ધારણા છે. તો વ્યક્તિએ સમજવું પડે કે આપણે નથી માલિક કે નથી ભોક્તા. ભોક્તારમ યજ્ઞ... ભગવન બોકતા છે. અને ભગવાન માલિક છે. સર્વ લોક મહેશ્વરમ. અને સુહ્રદમ સર્વ ભૂતાનામ (ભ.ગી. ૫.૨૯), તેઓ દરેકના શ્રેષ્ઠ મિત્ર છે. તેઓ ફક્ત માનવ સમાજના મિત્ર નથી. તેઓ પ્રાણી સમાજના પણ મિત્ર છે. કારણકે દરેક જીવ ભગવાનની સંતાન છે. કેવી રીતે આપણે માણસની સાથે એક રીતે વ્યવહાર કરીએ અને પ્રાણી સાથે બીજી રીતે વ્યવહાર કરી શકીએ? ના. ભગવાન વાસ્તવમાં બધા જીવોના પૂર્ણ મિત્ર છે. જો આપણે ફક્ત આ ત્રણ વસ્તુઓ સમજીએ, તો આપણે શાંત બનીએ છીએ, તરત જ.

ભોક્તારમ યજ્ઞ તપસામ
સર્વ લોક મહેશ્વરમ
સુહ્રદમ સર્વ ભૂતાનામ
જ્ઞાત્વા મામ શાંતિમ ઋચ્છતી
(ભ.ગી. ૫.૨૯)

આ શાંતિની વિધિ છે. તમે સ્થાપિત ના કરી શકો... જો તમે વિચારો કે "હું ભગવાનનો એક માત્ર પુત્ર છું, અને પ્રાણી છે, તેને કોઈ આત્મા નથી, અને ચાલો તેને મારી નાખીએ," તે બહુ સારો સિદ્ધાંત નથી. કેમ નહીં? આત્મા ધરાવવાના લક્ષણો શું છે? આત્મા ધરાવવાના તે જ ચાર લક્ષણો છે: ખાવું, ઊંઘવું, મૈથુન, અને રક્ષણ. પ્રાણીઓ પણ આ ચાર વસ્તુઓમાં વ્યસ્ત છે; અને આપણે પણ આ ચાર વસ્તુઓમાં વ્યસ્ત છીએ. તો પ્રાણી અને આપણી વચ્ચે ફરક શું છે?

તો વેદિક સાહિત્યના તત્વજ્ઞાનના ખ્યાલમાં બધી જ વસ્તુ સ્પષ્ટ છે, વિશેષ કરીને તેનો સાર ભગવદ ગીતા તેના મૂળ રૂપેમાં આપવામાં આવ્યો છે. તો અમારી એક માત્ર વિનંતી છે કે તમે ભગવદ ભાવનાભાવિત બનો. આ તક છે. આ મનુષ્ય જીવન એક માત્ર તક છે ભગવાન શું છે તે સમજવા માટે, હું શું છું, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે. પ્રાણીઓ - આપણે બિલાડીઓ અને કુતરાઓને આ સભામાં બોલાવી ના શકીએ. તે શક્ય નથી. આપણે મનુષ્યોને આમંત્રણ આપીએ છીએ, કારણકે તેઓ સમજી શકે. તો મનુષ્ય પાસે વિશેષ અધિકાર છે, વિશેષ અધિકાર સમજવા માટે. દુર્લભમ માનુષમ જન્મ. તેથી તેને દુર્લભ કહેવામા આવ્યો છે, બહુ જ દુર્લભતાથી આપણને આ મનુષ્ય જીવન મળ્યો છે. જો આપણે આ મનુષ્ય જીવનમાં સમજવાનો પ્રયત્ન ના કરીએ "ભગવાન શું છે, હું શું છું, અમારો સંબંધ શું છે," તો આપણે આત્મહત્યા કરીએ છીએ. કારણકે આ જીવન પછી, જેવુ હું આ શરીર છોડું છું, મારે બીજું શરીર સ્વીકારવું પડશે. અને આપણે જાણતા નથી કે કયા પ્રકારનું શરીર મને મળવાનું છે. તે મારા હાથમાં નથી. તમે આજ્ઞા ના આપી શકો કે "આગલા જીવનમાં મને રાજા બનાવો." તે શક્ય નથી. જો તમે વાસ્તવમાં રાજા બનવા માટે યોગ્ય છો, પ્રકૃતિ તમને એક રાજાના ઘરે શરીર આપશે. તમે તે ના કરી શકો. તેથી, આપણે તે, વધુ સારું શરીર મેળવવા માટે કામ કરવું પડે. તે ભગવદ ગીતામાં સમજાવેલું છે.

યાંતી દેવ વ્રતા દેવાન
પિતૃન યાંતી પિતૃ વ્રતા:
ભૂતાની યાનતી ભૂતેજ્યા
યાંતી મદ્યાજીનો અપિ મામ
(ભ.ગી. ૯.૨૫)

તો જો આપણે આ જીવનમાં પોતાને આગલા જીવન માટે બનાવવાના હોય, શા માટે પોતાને ભગવદ ધામ જવા માટે તૈયાર ના કરવા. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. અમે દરેક માણસને શીખવાડીએ છીએ કેવી રીતે પોતાને તૈયાર કરવા જેથી આ શરીર છોડયા પછી, તે સીધો ભગવાન પાસે જઈ શકે. ભગવદ ધામ પાછા. આ ભગવદ ગીતામાં કહેલું છે. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ ઈતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). ત્યક્ત્વા દેહમ, આ શરીર છોડયા પછી... (તોડ) ... આપણે છોડવું પડે. મને આ શરીર છોડવું ના પણ ગમી શકે, પણ મારે છોડવું જ પડશે. તે પ્રકૃતિનો નિયમ છે. "મૃત્યુ જેટલું જ સુનિશ્ચિત." મૃત્યુ પહેલા, આપણે પોતાને તૈયાર કરવા જ જોઈએ, આગલું શરીર શું મળશે. જો આપણે તે કરતાં નથી, તો આપણે પોતાને મારી રહ્યા છીએ, આત્મહત્યા કરી રહ્યા છીએ. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન માનવ જાતને બચાવવા માટે છે જીવનના શારીરિક ખ્યાલની ખોટી ધારણાથી આત્મઘાતી રીતે ઘાયલ થવામાથી. અને સરળ પદ્ધતિ છે આ સોળ શબ્દોનો જપ, અથવા જો તમે તત્વજ્ઞાની છો, અથવા તમે વૈજ્ઞાનિક છો, જો તમારે બધુ જ વૈજ્ઞાનિક રીતે જાણવું છે, તત્વજ્ઞાની રીતે, અમારી પાસે મોટી, મોટી પુસ્તકો છે આના જેવી. તમે ક્યાં તો પુસ્તકો વાંચો, અથવા ફક્ત અમારી સાથે જોડાવો અને હરે કૃષ્ણ મંત્રનો જપ કરો.

આપનો ખૂબ ખૂબ આભાર.