GU/Prabhupada 0439 - મારા આધ્યાત્મિક ગુરુએ મને એક મોટો મૂર્ખ ગણ્યો હતો
Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968
તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવાભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). તદ વિજ્ઞાનાર્થમ, તે દિવ્ય વિજ્ઞાન શીખવા માટે, વ્યક્તિએ ગુરુનો સ્વીકાર કરવો પડે. ગુરૂમ એવ, ચોક્કસ, વ્યક્તિએ કરવો જ પડે. નહિતો કોઈ શક્યતા નથી. તેથી કૃષ્ણનો અહી અર્જુનના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર થયો છે, અને જેમ ગુરુ, અથવા પિતા, અથવા શિક્ષક, ને અધિકાર છે તેમના પુત્ર અથવા શિષ્યને ઠપકો આપવાનો... એક પુત્રને ક્યારેય અસંતોષ નથી થતો જ્યારે પિતા ઠપકો આપે છે. તે શિષ્ટાચાર બધે જ છે. જો પિતા ક્યારેક ઉગ્ર પણ બને છે, બાળક અથવા પુત્ર સહન કરે છે. એક લાક્ષણિક ઉદાહરણ છે પ્રહલાદ મહારાજ. નિર્દોષ બાળક, કૃષ્ણ ભાવનાભવિત બાળક, પણ પિતા ત્રાસ આપી રહ્યો છે. તે ક્યારેય કશું કહેતા નથી. "ઠીક છે." તેવી જ રીતે કૃષ્ણ, ગુરુનું પદ ગ્રહણ કર્યા પછી તરત જ, અર્જુનને મહામૂર્ખ કહીને સંબોધે છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ પણ કહ્યું હતું કે "મારા આધ્યાત્મિક ગુરુએ મને એક મહા મૂર્ખ તરીકે જોયો (ચૈ.ચ. આદિ ૭.૭૧)." શું ચૈતન્ય મહાપ્રભુ મૂર્ખ હતા? અને શું કોઈ પણ વ્યક્તિ માટે ચૈતન્ય મહાપ્રભુના ગુરુ બનવું શક્ય છે? બંને વસ્તુઓ અશક્ય છે. ચૈતન્ય મહાપ્રભુ, જો તમે તેમને કૃષ્ણના અવતાર તરીકે ના પણ સ્વીકારો, જો તમે ફક્ત તેમને એક સાધારણ વિદ્વાન કે માણસ સ્વીકારો, તો પણ તેમની વિદ્વતાની કોઈ સરખામણી હતી નહીં. પણ તેમણે કહ્યું કે "મારા ગુરુએ મને એક મહામૂર્ખ તરીકે જોયો." તેનો અર્થ શું છે? કે "એક વ્યક્તિ, મારા પદ પર પણ, હમેશા તેના ગુરુ સામે એક મૂર્ખ રહે છે. તે તેના માટે સારું છે." કોઈએ પણ બતાવવું ના જોઈએ કે "તમે શું જાણો છો? હું તમારા કરતાં વધુ જાણું છું." આ પદ ક્યારેય ના લેવું જોઈએ. અને બીજો મુદ્દો છે, શિષ્યના દ્રષ્ટિકોણથી, શા માટે તેણે હમેશા એક વ્યક્તિ સમક્ષ મૂર્ખ રહેવું જોઈએ? જ્યાં સુધી તે વાસ્તવમાં અધિકારી નથી, વાસ્તવમાં એટલા મહાન કે તે મને એક મૂર્ખ તરીકે શીખવાડી શકે. વ્યક્તિએ ગુરુને તે રીતે પસંદ કરવા જોઈએ અને જેવા ગુરુ પસંદ થાય છે, વ્યક્તિ હમેશા મૂર્ખ રહેવું જોઈએ, ભલે તે મૂર્ખ ના હોય, પણ વધુ સારું પદ તે છે. તો અર્જુને, મિત્ર-મિત્રના સમાન સ્તર પર રહેવા કરતાં, સ્વૈછિક રીતે કૃષ્ણની સમક્ષ મૂર્ખ રહેવાનુ સ્વીકાર્યું. અને કૃષ્ણ સ્વીકારી રહ્યા છે કે "તું એક મૂર્ખ છે. તું એક શિક્ષિત માણસની જેમ વાત કરી રહ્યો છે, પણ તું એક મૂર્ખ છે, કારણકે તું એક વસ્તુ માટે પસ્તાવો કરી રહ્યો છે જેના માટે કોઈ શિક્ષિત માણસ પસ્તાવો નથી કરતો." તેનો મતલબ "એક મૂર્ખ પસ્તાવો કરે છે," કે "તું એક મૂર્ખ છે. તેથી તું એક મૂર્ખ છે." તે ગોળ ગોળ ફેરવીને વાત છે... જેમ કે, તર્કમાં શું કહેવાય છે? કૌંસ? અથવા તેના જેવુ કઈક. હા, કે જો હું કહું કે "તમે તે વ્યક્તિ જેવા લાગો છો જેણે મારી ઘડિયાળ ચોરી કરી હતી," તેનો મતલબ "તમે ચોર જેવા લાગો છો." તેવી જ રીતે, કૃષ્ણ, ગોળ ગોળ રીતે, કહે છે કે "મારા પ્રિય અર્જુન, તું એક શિક્ષિત માણસની જેમ વાત કરી રહ્યો છું, પણ તું એક વિષય વસ્તુ પર પસ્તાવો કરી રહ્યો છું જેના પર કોઈ શિક્ષિત માણસ પસ્તાશે નહીં."