GU/Prabhupada 0440 - માયાવાદી સિદ્ધાંત છે કે અંતિમ આત્મા નિરાકાર છે
Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968
પ્રભુપાદ: આગળ વધો.
ભક્ત: "શ્વેતાશ્વતર ઉપનિષદમાં, તે કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવોના પાલનકર્તા છે, તેમના વ્યક્તિગત કર્મો અને કર્મોના પરિણામોની અલગ અલગ પરિસ્થિતિઓના પ્રમાણે. તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પણ, તેમના પૂર્ણ અવતારથી, દરેક જીવના હ્રદયમાં રહે છે. ફક્ત સાધુ વ્યક્તિઓ, જે અંદર અને બહાર તે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જોઈ શકે છે, વાસ્તવમાં પૂર્ણ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકે છે. તે જ વેદિક સત્ય જેનું અહી વર્ણન થયું છે તે અર્જુનને આપવામાં આવી રહ્યું છે, અને તેના સંદર્ભમાં જગતના બધા જ વ્યક્તિઓને જે પોતાને બહુ શિક્ષિત બતાવે છે પણ વાસ્તવમાં જ્ઞાનનું બહુ જ કંગાળ ભંડોળ ધરાવે છે. ભગવાન સ્પષ્ટ રીતે કહે છે તેઓ પોતે, અર્જુન, અને બધા જ રાજાઓ જે યુદ્ધભૂમિમાં એકત્ર થયા છે, શાશ્વત વ્યક્તિગત જીવો છે, અને ભગવાન વ્યક્તિગત જીવોના શાશ્વત પાલક છે."
પ્રભુપાદ: મૂળ શ્લોક શું છે? તમે વાંચો.
ભક્ત: "એવો ક્યારેય સમય ન હતો જ્યારે હું અસ્તિત્વમાં ન હતો, કે તું ન હતો, કે આ બધા રાજાઓ... (ભ.ગી. ૨.૧૨)"
પ્રભુપાદ: હવે, "એવો ક્યારેય સમય ન હતો જ્યારે હું અસ્તિત્વમાં ન હતો, કે તું ન હતો, કે આ બધા લોકો." હવે તેઓ વિશ્લેષણ કરીને કહે છે, "હું, તું, અને..." પ્રથમ વ્યક્તિ, બીજો વ્યક્તિ, અને ત્રીજો વ્યક્તિ. તે પૂર્ણ છે. "હું, તું, અને બીજા." તો કૃષ્ણ કહે છે, "એવો ક્યારેય સમય ન હતો જ્યારે હું અસ્તિત્વમાં ન હતો, કે તું, અને આ બધા વ્યક્તિઓ જે આ યુદ્ધભૂમિમાં એકત્રિત થયા હતા તેઓ હતા નહીં." તેનો મતલબ "ભૂતકાળમાં, હું, તું, અને આપણે બધા, તેઓ વ્યક્તિગત રીતે અસ્તિત્વમાં હતા." વ્યક્તિગત રીતે. માયાવાદી સિદ્ધાંત છે કે અંતિમ આત્મા નિરાકાર છે. તો પછી કૃષ્ણ કઈ રીતે કહે છે કે "એવો ક્યારેય સમય ન હતો જ્યારે હું, તું, અને આ બધા વ્યક્તિઓ અસ્તિત્વમાં ન હતા"? તેનો મતલબ, "હું વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં હતો, તું વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં હતો, અને આ બધા વ્યક્તિઓ જે લોકો આપણી સમક્ષ છે, તેઓ પણ વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં હતા. એવો ક્યારેય સમય હતો નહીં." હવે, તમારો જવાબ શું છે, દીનદયાલ? કૃષ્ણ કહે છે કે ક્યારેય આપણે મિશ્રિત હતા નહીં. આપણે બધા વ્યક્તિગત વ્યક્તિઓ છીએ. અને તેઓ કહે છે, "આપણે ક્યારેય રહીશું... ક્યારેય એવો સમય નહીં હોય કે આપણે અસ્તિત્વમાં નહીં હોઈએ." તેનો મતલબ ભૂતકાળમાં આપણે વ્યક્તિઓ તરીકે અસ્તિત્વમાં હતા, વર્તમાનમાં કોઈ સંશય જ નથી કે આપણે વ્યક્તિઓ તરીકે અસ્તિત્વમાં છીએ, અને ભવિષ્યમાં પણ, આપણે વ્યક્તિઓ તરીકે અસ્તિત્વમાં રહેવાનુ ચાલુ રાખીશું. તો નિરાકારવાદની ધારણા ક્યારે આવે છે? ભૂતકાળ, વર્તમાનાકાળ, ભવિષ્યકાળ, ત્રણ કાળો છે. હું? બધા જ સમયમાં આપણે વ્યક્તિઓ છીએ. તો ક્યારે ભગવાન નિરાકાર બને છે, અથવા હું નિરાકાર બનું છું, અથવા તમે નિરાકાર બનો છો? શક્યતા ક્યાં છે? કૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે, "ક્યારેય સમય ન હતો જ્યારે હું, તમે, અને આ બધા વ્યક્તિગત રાજાઓ અથવા સૈનિકો... એવું ન હતું કે આપણે ભૂતકાળમાં અસ્તિત્વમાં હતા નહીં." તો ભૂતકાળમાં આપણે વ્યક્તિગત અસ્તિત્વમાં હતા, અને વર્તમાનમાં કોઈ સંદેહ જ નથી. આપણે વ્યક્તિઓ તરીકે અસ્તિત્વમાં છે. તમે મારા શિષ્યો છો, હું તમારો ગુરુ છું, પણ તમને વ્યક્તિત્વ છે, મને મારૂ વ્યક્તિત્વ છે. જો તમે મારી સાથે સહમત ના થાઓ, તમે મને છોડી શકો છો. તે તમારી વ્યક્તિગતતા છે. તો જો તમે કૃષ્ણને પસંદ ના કરો, તમે કૃષ્ણ ભાવનાભાવિત ના બની શકો, તે તમારી વ્યક્તિગતતા છે. તો આ વ્યક્તિગતતા ચાલુ રાખે છે. તેવી જ રીતે કૃષ્ણ, જો તેઓ તમને પસંદ ના કરે, તેઓ તમને કૃષ્ણ ભાવનામૃતમાથી અસ્વીકાર કરી શકે છે. એવું નથી કે કારણકે તમે બધા જ નીતિ નિયમોનું પાલન કરો છો, કૃષ્ણ તમને સ્વીકાર કરવા માટે બંધાયેલા છે. ના. જો તેઓ વિચારે કે "તે એક બકવાસ છે; હું તેનો સ્વીકાર ના કરી શકું," તે તમારો અસ્વીકાર કરશે.
તો તેમને વ્યક્તિગતતા છે, તમને વ્યક્તિગતતા છે, દરેક વ્યક્તિને વ્યક્તિગતતા છે. નિરાકારવાદનો પ્રશ્ન જ ક્યાં છે? કોઈ શક્યતા જ નથી. અને જો તમે કૃષ્ણનો વિશ્વાસ ના કરો, તમે વેદોનો વિશ્વાસ ના કરો, બીજી કોઈ વસ્તુઓ કરતાં, કૃષ્ણનો પરમ અધિકારી, પરમ ભગવાન તરીકે સ્વીકાર થાય છે. તો જો આપણે તેમનો વિશ્વાસ ના કરીએ, તો જ્ઞાનના વિકાસની શક્યતા જ ક્યાં છે? તેની કોઈ શક્યતા છે જ નહીં. તો વ્યક્તિગતતાનો કોઈ પ્રશ્ન જ નથી. આ અધિકારીનું વિધાન છે. હવે, અધિકારીના વિધાન સિવાય, તમારે તમારા કારણો અને દલીલો મૂકવા પડે. શું તમે કોઈ પણ જગ્યાએ કહી શકો છો કે બે દળો વચ્ચે સહમતી છે? ના. તમે જાઓ, અભ્યાસ કરો. રાજ્યમાં, પરિવારમાં, સંપ્રદાયમાં, દેશમાં, કોઈ સહમતી નથી. સભામાં પણ, તમારા દેશમાં પણ. ધારોકે એક સેનેટ છે, દરેક વ્યક્તિ દેશનું હિત ઈચ્છે છે, પણ તે તેની પોતાની રીતે વિચારે છે. એક વિચારે છે કે "મારા દેશનું કલ્યાણ આમાં છે." નહિતો, શા માટે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન સ્પર્ધા હોય છે? દરેક વ્યક્તિ કહી રહ્યો છે કે "અમેરિકાને નિકસોનની જરૂર છે." અને બીજો વ્યક્તિ, તે પણ કહે છે, "અમેરિકાને મારી જરૂર છે." પણ શા માટે બે? જો અમેરિકા તમે, અને તમે બંને... ના. વ્યક્તિગતતા હોય છે. શ્રીમાન નિકસોનનો અભિપ્રાય કઈક અલગ છે. શ્રીમાન બીજા ઉમેદવારનો અભિપ્રાય કઈક બીજો છે. સભામાં, સેનેટમાં, કોંગ્રેસમાં, યુનાઇટેડ નેશન્સમાં, દરેક વ્યક્તિ તેના વ્યક્તિગત અભિપ્રાયથી લડી રહ્યો છે. નહિતો શા માટે દુનિયામાં આટલા બધા ધ્વજો છે? તમે ક્યાય પણ નિરાકારવાદ કહી ના શકો. વ્યક્તિત્વ દરેક જગ્યાએ પ્રધાન હોય છે. દરેક જગ્યાએ, વ્યક્તિત્વ, વ્યક્તિગતતા, મુખ્ય છે. તો આપણે તેનો સ્વીકાર કરવો જ પડે. આપણે આપણા કારણો, દલીલો લાગુ કરવા પડે, અને અધિકારીનો સ્વીકાર કરવો પડે. પછી પ્રશ્નનું સમાધાન થાય છે. નહિતો તે બહુ મુશ્કેલ છે.