GU/Prabhupada 0441 - કૃષ્ણ પરમ છે, અને આપણે સૂક્ષ્મ ભાગો છીએ
Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968
ભક્ત: "પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરમ વ્યક્તિગત વ્યક્તિ છે, અને અર્જુન, ભગવાનનો શાશ્વત પાર્ષદ, અને બધા જ રાજાઓ જે અહી એકત્ર થયા છે તે બધા વ્યક્તિગત શાશ્વત વ્યક્તિઓ છે. એવું ન હતું કે તેઓ ભૂતકાળમાં વ્યક્તિઓ તરીકે અસ્તિત્વમાં હતા નહીં, અને એવું નથી કે તેઓ શાશ્વત વ્યક્તિઓ નહીં રહે. તેમની વ્યક્તિગતતા ભૂતકાળમાં હતી, અને તેમની વ્યક્તિગતતા ભવિષ્યમાં પણ કોઈ અવરોધ વગર રહેશે જ. તેથી કોઈ પણ વ્યક્તિગત જીવો માટે પસ્તાવાનું કોઈ કારણ નથી. માયાવાદી અથવા નિરાકારવાદ સિદ્ધાંત કે મુક્તિ પછી વ્યક્તિગત આત્મા, માયા અથવા ભ્રમના આવરણથી અલગ થયેલો, નિરાકાર બ્રહ્મમાં લીન થઈ જશે કોઈ પણ વ્યક્તિગત અસ્તિત્વ વગર..."
પ્રભુપાદ: હવે, માયાવાદી કહે છે કે આ વ્યક્તિગતતા માયા છે. તો તેમની ધારણા છે કે આત્મા, આખી આત્મા એક જથ્થો છે. તેમનો સિદ્ધાંત છે ઘટાકાશ પોટાકાશ. ઘટાકાશ પોટાકાશ મતલબ... જેમ કે આકાશ. આકાશ એક વિસ્તાર છે, એક નિરાકાર વિસ્તાર. તો એક વાડકામાં, એક પાણીના ઘડામાં જે બંધ છે... હવે તે ઘડામાં પણ આકાશ છે, એક નાનું આકાશ. હવે જેવો ઘડો તૂટી જાય છે, બહારથી, મોટું આકાશ, અને ઘડાની અંદરનું નાનું આકાશ મિશ્ર થઈ જાય છે. તે માયાવાદ સિદ્ધાંત છે. પણ આ સમરૂપતા લાગુ ના પાડી શકાય. સમરૂપતા મતલબ સમાનતાના મુદ્દા. તે સમરૂપતાનો નિયમ છે. આકાશની સરખામણી ના થઈ શકે... ઘડાની અંદરનું નાના આકાશની સરખામણી જીવો સાથે ના થઈ શકે. તે ભૌતિક છે, પદાર્થ. આકાશ પદાર્થ છે, અને વ્યક્તિગત જીવ તે આત્મા છે. તો તમે કેવી રીતે કહી શકો? જેમ કે એક નાની કીડી, તે આત્મા છે. તેને તેની વ્યક્તિગતતા છે. પણ એક મોટો મૃત પથ્થર, ટેકરી અથવા પર્વત, તેને કોઈ વ્યક્તિગતતા નથી. તો પદાર્થને વ્યક્તિગતતા નથી. આત્માને વ્યક્તિગતતા છે. તો જો સમાનતાના મુદ્દા ભિન્ન હોય, તો કોઈ સમરૂપતા નથી. તે સમરૂપતાનો નિયમ છે. તો તમે પદાર્થ અને આત્માની સમરૂપતા ના કરી શકો. તેથી આ સમરૂપતા ભ્રામક છે. ઘટાકાશ પોટાકાશ. પછી ભગવદ ગીતામાં બીજી સાબિતી છે. કૃષ્ણ કહે છે કે મમૈવાંશો જીવ ભૂત (ભ.ગી. ૧૫.૭). "આ વ્યક્તિગત આત્માઓ, તેઓ મારા અંશ છે." જીવ લોકે સનાતન: અને તેઓ શાશ્વત છે. તેનો મતલબ શાશ્વત રીતે તેઓ અંશ છે. તો જ્યારે... કેવી રીતે આ માયાવાદ સિદ્ધાંતનું સમર્થન થઈ શકે, કે માયાને કારણે, માયા દ્વારા ઢંકાઈને, તેઓ હવે વ્યક્તિગત લાગે છે, ભિન્ન, પણ જ્યારે માયાનું આવરણ લઈ લેવામાં આવશે, તેઓ ફરીથી મિશ્રિત થઈ જશે જેમ કે ઘડાની અંદરનું નાનું આકાશ અને બહારનું આકાશ? તો આ સમરૂપકતા તાર્કિક દ્રષ્ટિએ ભ્રામક છે, અને અધિકૃત વેદિક દ્રષ્ટિકોણથી પણ ભ્રામક છે. તેઓ શાશ્વત રીતે અંશ છે. ભગવદ ગીતામાથી બીજી ઘણી સાબિતીઓ છે. ભગવદ ગીતા કહે છે કે આત્માના ટુકડા ના થઈ શકે. તો જો તમે કહો કે માયાના આવરણથી આત્મા ટુકડો બન્યું છે, તે શક્ય નથી. તે કપાઈ ના શકે. જેમ કે તમે કાગળના એક મોટા ટુકડાને કાપીને નાના ટુકડામાં ફેરવી શકો, તે પદાર્થ માટે શક્ય છે, પણ આધ્યાત્મિક રીતે તે શક્ય નથી. આધ્યાત્મિક રીતે, શાશ્વત રીતે, ટુકડાઓ તે ટુકડાઓ છે, અને પરમ ભગવાન તે પરમ ભગવાન છે. કૃષ્ણ પરમ ભગવાન છે, અને આપણે ટુકડાઓ છીએ. આપણે શાશ્વત રીતે ટુકડાઓ છીએ. આ વસ્તુઓ ભગવદ ગીતામાં વિભિન્ન જગ્યાએ સરસ રીતે સમજાવેલી છે. હું તમને બધાને આ ભગવદ ગીતા રાખવાની વિનંતી કરું છું, તમે દરેક, અને તેને ધ્યાનપૂર્વક વાંચો. અને આવતા સપ્ટેમ્બરમાં પરીક્ષા હશે. તો... અવશ્ય, તે સ્વૈછિક હશે. પણ હું તમને વિનંતી કરું છું કે તમે આવતા સપ્ટેમ્બરમાં પરીક્ષા માટે તૈયારી કરો. અને જે વ્યક્તિ પરીક્ષા પાસ કરશે તેને ભક્તિ શાસ્ત્રીનું શીર્ષક મળશે. તમે શું તે વિતરણ કર્યું છે... હા. આગળ વધો.
ભક્ત: "કે અહી તે સિદ્ધાંતનું પણ સમર્થન નથી કરવામાં આવ્યું જે કહે છે કે બદ્ધ સ્તર પર જ વ્યક્તિગતતા હોય છે. કૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે કે ભવિષ્યમાં પણ ભગવાન અને બીજાની વ્યક્તિગતતા રહે છે જેમ તે છે..."
પ્રભુપાદ: કૃષ્ણ ક્યારેય કહેતા નથી કે મુક્તિ પછી આ વ્યક્તિગત જીવો પરમાત્મા જોડે મિશ્રિત થઈ જશે. કૃષ્ણ ભગવદ ગીતામાં કહેતા નથી.