GU/Prabhupada 0443 - નિરાકારવાદનો કોઈ પ્રશ્ન જ નથી



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968

પ્રભુપાદ: આગળ વધો.

ભક્ત: "જો વ્યક્તિગતતા એક હકીકત નથી, તો કૃષ્ણે ભવિષ્ય માટે પણ આટલો બધો ભાર ના મૂક્યો હોત.

પ્રભુપાદ: હા. તેઓ કહે છે કે એવો કોઈ સમય હતો નહીં કે જ્યારે આપણે વ્યક્તિગત ન હતા, અને ભવિષ્યમાં પણ એવો કોઈ સમય નહીં હોય જ્યારે આપણે વ્યક્તિગત રહીશું નહીં. અને જ્યાં સુધી વર્તમાનનો પ્રશ્ન છે, આપણે બધા વ્યક્તિઓ છીએ. તું જાણે છે. તો વ્યક્તિગતતા ગુમાવવાનો પ્રશ્ન જ ક્યાં છે? નિરાકાર બનવું? ના. કોઈ શક્યતા નથી. આ શૂન્યવાદ, નિરાકારવાદ, તે બાદબાકી કરવાની કૃત્રિમ રીત છે, આ ભૌતિક અસ્તિત્વની ગૂંચવણભરી વિવિધતાની. તે માત્ર એક નકારાત્મક બાજુ જ છે. તે એક સકારાત્મક બાજુ નથી. એક સકારાત્મક બાજુ છે, જેમ કૃષ્ણ કહે છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ ઈતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). "આ ભૌતિક વસવાટ છોડીને, વ્યક્તિ મારી પાસે આવે છે." જેમ કે આ કક્ષ છોડીને, તમે બીજા કક્ષમાં જાઓ છો. તમે કહી ના શકો કે "આ કક્ષ છોડીને, હું આકાશમાં રહીશ." તેવી જ રીતે, આ શરીર છોડીને, જો તમે આધ્યાત્મિક રાજ્યમાં કૃષ્ણ પાસે જશો, તમારી વ્યક્તિગતતા રહેશે જ, પણ તમને તે આધ્યાત્મિક શરીર હશે. જ્યારે આધ્યામિક શરીર હોય છે, કોઈ ગૂંચવણો હોતી નથી. જેમ કે તમારું શરીર જળચરોના શરીર કરતાં અલગ છે. જળચરો, તેમને પાણીમાં કોઈ પરેશાની નથી કારણકે તેમનું શરીર તેવું બન્યું છે. તેઓ શાંતિથી રહી શકે છે. તમે ના રહી શકો. તેવી જ રીતે, માછલીઓ, જો તેમને પાણીમાથી બહાર કાઢી નાખવામાં આવે, તેઓ જીવી ના શકે. તેવી જ રીતે, કારણકે તમે આત્મા છો, તમે આ ભૌતિક જગતમાં શાંતિથી રહી ના શકો. આ વિદેશી છે. પણ જેવુ તમે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરો છો, તમારું જીવન શાશ્વત, આનંદમય અને જ્ઞાનથી પૂર્ણ છે, સાચી શાંતિ. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). કૃષ્ણ કહે છે, "આ શરીર છોડયા પછી, તે આ ભૌતિક જગતની ગૂંચવણોમાં પાછો નથી આવતો." મામ ઈતિ, "તે મારી પાસે આવે છે." "મારી" મતલબ તેમનું રાજ્ય, તેમનું સાધનસરંજામ, તેમના પાર્ષદો, બધુ જ. જો કોઈ ધનવાન માણસ અથવા કોઈ રાજા કહે, "ઠીક છે, તું મારી પાસે આવ," તેનો મતલબ તે નથી કે તે નિરાકાર છે. જો એક રાજા કહે, "મારી પાસે આવ..." મતલબ તેની પાસે તેનું સ્થળ છે, તેની પાસે તેનો મંત્રી છે, તેની પાસે એક સારું એપાર્ટમેંટ છે, બધુ જ છે. કેવી રીતે તે નિરાકાર હોઈ શકે? પણ તે ફક્ત એવું જ કહે છે, "મારી પાસે આવ." આ "મારી" મતલબ બધુ જ. આ "મારી" નો મતલબ નિરાકાર નહીં. અને આપણને બ્રહ્મસંહિતામાથી માહિતી મળે છે, લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ.... સુરભીર અભિપાલયંતમ (બ્ર.સં. ૫.૨૯). તો તેઓ નિરાકાર નથી. તેઓ ગાયોને ઉછેરે છે, તેઓ સેંકડો અને હજારો લક્ષ્મીજી સાથે છે, તેમના મિત્રો, તેમનો સાધનસરંજામ, તેમનું રાજ્ય, તેમનું ઘર, બધુ જ છે. તો નિરાકારવાદનો કોઈ પ્રશ્ન જ નથી.