GU/Prabhupada 0444 - ગોપીઓ બદ્ધ આત્માઓ નથી. તેઓ મુક્ત આત્માઓ છે



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968

પ્રભુપાદ: હમ્મ?

ભક્ત: હું તમારા લખાણોમાં કોઈ જગ્યાએ વાંચું છું કે રાધા અને કૃષ્ણના ગુહ્ય કાર્યોને સમજવા માટે, વ્યક્તિએ તે ગોપીઓની સેવા કરવી જોઈએ જે ગોપીઓની સેવક છે, અને મે ધાર્યું હતું કે તમે ગોપીઓના સેવક છો. શું તે સાચું છે? અથવા... હું કેવી રીતે ગોપીઓના સેવકોની સેવા કરું?

પ્રભુપાદ: ગોપીઓ, તેઓ બદ્ધ જીવ નથી. તેઓ મુક્ત આત્માઓ છે. તો સૌ પ્રથમ તમારે આ બદ્ધ જીવનમાથી મુક્ત થવું પડે. પછી ગોપીની સેવા કરવાનો પ્રશ્ન આવશે. અત્યારે, વર્તમાન સમયે, ગોપીની સેવા કરવા બહુ આતુર ના બનો. ફક્ત તમારા બદ્ધ જીવનમાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. પછી સમય આવશે જ્યારે તમે ગોપીની સેવા કરી શકશો. પણ આ બદ્ધ સ્તર પર આપણે કોઈ સેવા ના કરી શકીએ. કૃષ્ણ તે કરી રહ્યા છે. પણ કૃષ્ણ આપણને તક આપે છે આ અર્ચ-માર્ગમાં સેવા સ્વીકારવાનો. જેમ કે આપણે કૃષ્ણનો અર્ચવિગ્રહ રાખીએ છીએ, નિયમો અનુસાર પ્રસાદ અર્પણ કરીએ છીએ, સિદ્ધાંત અનુસાર. તો આપણે આ રીતે પ્રગતિ કરવી પડે, આ જપ, સાંભળવું, અને મંદિરમાં પૂજા, આરતી, પ્રસાદમ અર્પણ કરવું. આ રીતે, જેમ આપણે ઉન્નત થઈશું, પછી આપમેળે કૃષ્ણ પોતાને તમારી સમક્ષ પ્રકટ કરશે, અને તમે તમારી સ્થિતિ સમજશો, કેવી રીતે તમારે... ગોપીઓ મતલબ જે હમેશા, નિરંતર, ભગવાનની સેવામાં પ્રવૃત હોય. તો તે શાશ્વત સંબંધ પ્રકટ થશે. તો આપણે તેના માટે પ્રતિક્ષા કરવી પડે. તરત જ તમે ગોપીઓની સેવાનું અનુકરણ ના કરી શકો. તે સારો ખ્યાલ નથી, કે તમે ગોપીની સેવા કરો, પણ તેને સમય લાગશે. તરત જ નહીં. અત્યારે આપણે નીતિનિયમોનું પાલન કરવું પડે અને રોજીંદુ કાર્ય કરવું પડે.