GU/Prabhupada 0445 - આ એક ફેશન બની ગઈ છે, બધાને નારાયણ સમાન ગણવા



Lecture on SB 7.9.2 -- Mayapur, February 12, 1977

પ્રદ્યુમ્ન: અનુવાદ - "લક્ષ્મીજીને, બધા દેવતાઓ દ્વારા ભગવાન સમક્ષ જવાની વિનંતી કરવામાં આવી, જે ભયને કારણે તેવું કરી ના શક્યા. પણ તેમણે પણ ભગવાનનું આટલું અદ્ભુત અને અસાધારણ રૂપ ક્યારેય ન હતું જોયું, અને તેથી તેઓ તેમની સમક્ષ જઈ શક્યા નહીં."

પ્રભુપાદ:

સાક્ષાત શ્રી: પ્રેષિતા દેવૈર
દ્રષ્ટવા તમ મહદ અદ્ભુતમ
અદ્રષ્ટાશ્રુત પૂર્વત્વાત
સા નોપેયાય શંકીતા
(શ્રી.ભા. ૭.૯.૨)

તો શ્રી, લક્ષ્મી, તે હમેશા નારાયણ, ભગવાન, ના સંગમાં હોય છે. લક્ષ્મી-નારાયણ. જ્યાં પણ નારાયણ હોય છે, ત્યાં લક્ષ્મી હોય છે. ઐશ્વર્યસ્ય સમાગ્રસ્ય વીર્યસ્ય યશસ: શ્રીય: (વિષ્ણુ પુરાણ ૬.૪.૭). શ્રીય: તો ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, હમેશા છ ઐશ્વર્યોમાં પૂર્ણ હોય છે: ઐશ્વર્ય, ધન; સમાગ્રસ્ય, બધુ જ ધન... કોઈ પણ તેમની સાથે સ્પર્ધા ન કરી શકે. અહી આ ભૌતિક જગતમાં સ્પર્ધા હોય છે. તમારી પાસે એક હજાર છે; મારી પાસે બે હજાર છે; બીજા માણસ પાસે ત્રણ હજાર કે ત્રીસ લાખ છે. કોઈ પણ કહી ના શકે, "અહી સમાપ્તિ છે 'મારી પાસે બધુ જ ધન છે.' " ના. તે શક્ય નથી. સ્પર્ધા હોવી જ જોઈએ. સમ ઊર્ધ્વ. સમ મતલબ "સમાન," અને ઊર્ધ્વ મતલબ "મહાન." તો કોઈ પણ વ્યક્તિ નારાયણની સમાન ના હોઈ શકે, અને કોઈ પણ વ્યક્તિ નારાયણથી મહાન ના હોઈ શકે. આ અત્યારે એક ફેશન બની ગઈ છે, કે દરિદ્ર નારાયણ. ના. દરિદ નારાયણ ના હોઈ શકે, કે ન તો નારાયણ દરિદ્ર હોઈ શકે, કારણકે નારાયણ હમેશા શ્રી, લક્ષ્મીજી સાથે હોય છે. કેવી રીતે તેઓ દરિદ્ર હોઈ શકે? આ નિર્મિત મૂર્ખ ધારણાઓ છે, અપરાધ.

યસ તુ નારાયણમ દેવમ
બ્રહ્મ રુદ્રાદિ દૈવતૈ:
સમત્વેન વિક્ષેત
સ પાષંડી ભવેદ ધ્રુવમ
(ચૈ.ચ. મધ્ય ૧૮.૧૧૬)

શાસ્ત્ર કહે છે, યસ તુ નારાયણમ દેવમ. નારાયણ, પરમ ભગવાન... બ્રહ્મ રુદ્રાદિ દૈવતૈ: દરિદ્રનો વાત જ શું કરવી, જેમ કે બ્રહ્માજી અથવા શિવજી, જો તમે જુઓ કે "નારાયણ બ્રહ્માજી અથવા શિવજી જેવા જ છે," સમત્વેન વિક્ષેત સ પાષંડી ભવેદ ધ્રુવમ, તરત જ તે પાષંડી છે. પાષંડી મતલબ સૌથી વધુ કંગાળ. આ શાસ્ત્રની આજ્ઞા છે. યસ તુ નારાયણમ દેવમ બ્રહ્મ રુદ્રાદિ દૈવતૈ: સમત્વેન.

તો આ એક ફેશન બની ગઈ છે, નારાયણને દરેક સાથે સમાન બતાવવાની. તો આ રીતે ભારતનની સંસ્કૃતિ તૂટી ગઈ છે. નારાયણ કોઇની સમાન ના હોઈ શકે. નારાયણ વ્યક્તિગત રીતે કહે છે ભગવદ ગીતામાં, મત્ત: પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય (ભ.ગી. ૭.૭). બીજો શબ્દ વપરાયો છે: અસમૌર્ધ્વ. કોઈ પણ નારાયણની સમાન ના હોઈ શકે. વિષ્ણુ-તત્ત્વ. ના. ૐ તદ વિષ્ણો પરમમ પદમ સદા પશ્યંતી સુરય: (ઋગ્વેદ ૧.૨૨.૨૦). આ છે ઋગ મંત્ર. વિષ્ણો પદમ પરમમ પદમ. ભગવાનને અર્જુન દ્વારા સંબોધવામાં આવ્યા છે, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨). પરમમ ભવાન. તો આ પાષંડી ધારણા વ્યક્તિની આધ્યાત્મિક જીવનની પ્રગતિનો વિનાશ કરી નાખશે. માયાવાદ. માયાવાદ. તો તેથી ચૈતન્ય મહાપ્રભુએ માયાવાદીનો સંગ કરવાની કડકાઈથી મનાઈ કરી છે. માયાવાદી ભાષ્ય શુનિલે હય સર્વનાશ (ચૈ.ચ. મધ્ય ૬.૧૬૯). "જે પણ વ્યક્તિએ માયાવાદી સાથે સંગ કર્યો છે, તેનું આધ્યાત્મિક જીવન સમાપ્ત થઈ ગયું છે." સર્વ નાશ. માયાવાદી હય કૃષ્ણે અપરાધી. તમારે બહુ, બહુ જ સાવચેત રહેવું જોઈએ આ માયાવાદી ધૂર્તોને ટાળવા માટે. આવી કોઈ વસ્તુ ના હોઈ શકે કે "નારાયણ દરિદ્ર બની ગયા છે." તે અશક્ય છે.

તો નારાયણ હમેશા સાક્ષાત શ્રી: ના સંગમાં હોય છે. શ્રી, વિશેષ કરીને અહિયાં, શ્રી, લક્ષ્મીજી, નો ઉલ્લેખ છે, કે તે નારાયણ સાથે નિરંતર સંગમાં છે. તે શ્રી વિસ્તરણ વૈકુંઠ લોકમાં છે. લક્ષ્મી સહસ્ર શત સંભ્રમ સેવ્યમાનમ.

ચિંતામણી પ્રકાર સદ્મશુ કલ્પ વૃક્ષ
લક્ષાવૃતેશુ સુરભીર અભિપાલયંતમ
લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી
(બ્ર.સં. ૫.૨૯)

ફક્ત એક શ્રી, લક્ષ્મીજી, નહીં, પણ લક્ષ્મી સહસ્ત્ર શત. અને તેઓ ભગવાનની સેવા કરી રહ્યા છે, સંભ્રમ સેવ્યમાનમ. આપણે લક્ષ્મીજીને સંભ્રમ સાથે પ્રાર્થના કરી રહ્યા છીએ, "માતા, મને થોડું ધન આપો. મને થોડી કૃપા આપો, હું સુખી રહીશ." આપણે શ્રીની પૂજા કરીએ છીએ. છતાં, તેઓ રહેતા નથી, શ્રી. શ્રીનું બીજું નામ છે ચંચલા. ચંચલા, તે આ ભૌતિક જગતમાં છે. આજે હું કરોડપતિ હોઈ શકું છું; કાલે હું રસ્તા પરનો ભિખારી હોઈ શકું છું. કારણકે દરેક વૈભવનો ધન સાથે અંત થાય છે. તો ધનવાન, અહી કોઈ પણ કાયમ માટે ના રહી શકે. તે શક્ય નથી. તે શ્રી જે બહુ જ ચંચલ છે, તેઓ ભગવાનની સંભ્રમ, આદર, સાથે ભક્તિ કરી રહ્યા છે. અહી આપણે વિચારીએ છીએ, "લક્ષ્મીજી જતાં ના રહે." પણ તે, શ્રી વિચારે છે, "કૃષ્ણ જતાં ના રહે." તે ફરક છે. અહી આપણે ભયભીત છીએ કે લક્ષ્મી કોઈ પણ ક્ષણે જતાં રહી શકે છે અને તે ભયભીત છે કે કૃષ્ણ જતાં ના રહે. આ ફરક છે. તો આવા કૃષ્ણ, આવા નારાયણ, કેવી રીતે તેઓ દરિદ્ર હોઈ શકે? આ બધી કલ્પના છે.