GU/Prabhupada 0446 - લક્ષ્મીને નારાયણથી અલગ કરવાનો પ્રયત્ન ના કરો
Lecture -- Seattle, October 2, 1968
તો સાક્ષાત શ્રી. તે હમેશા સંગમાં હોય છે. જો કોઈ વ્યક્તિ શ્રીને નારાયણથી અલગ કરવાનો પ્રયત્ન કરે, તો તેનો વિનાશ થઈ જશે. ઉદાહરણ છે રાવણ. રાવણ લક્ષ્મીને રામથી અલગ કરવાની ઈચ્છા કરતો હતો. આ પ્રયાસ રાવણ માટે એટલો ભયાનક હતો, સુખી બનવાને બદલે... તે કહેવાતો સુખી હતો, ભૌતિક રીતે સમૃદ્ધ. પણ જેવા તેણે લક્ષ્મીને નારાયણથી અલગ કર્યા, તે તેના બધા મિત્રો સાથે સમાપ્ત થઈ ગયો. તો તેવું કરવાનો પ્રયાસ ના કરો, લક્ષ્મીને નારાયણથી અલગ કરવાનો. તે અલગ થઈ ના શકે. પણ જો કોઈ વ્યક્તિ તેવો પ્રયાસ કરે છે, તેનો નાશ થઈ જશે. તેનો નાશ થઈ જશે. ઉદાહરણ છે રાવણ. તો વર્તમાન સમયે લોકો શ્રી, ધન, ના બહુ શોખીન હોય છે. શ્રી-ઐશ્વર્ય. શ્રી-ઐશ્વર્ય. શ્રી-ઐશ્વર્ય પ્રજેપ્સવ: સામાન્ય લોકો, તેમને શ્રી, ધન, જોઈએ છે, અથવા સૌંદર્ય, સુંદર સ્ત્રી. શ્રી-ઐશ્વર્ય: ધન. શ્રી-ઐશ્વર્ય પ્રજેપ્સવ: પ્રજા. પ્રજા મતલબ પરિવાર, સમાજ, ધન. તેમને જોઈએ છે. તો શ્રીની હમેશા ઝંખના થાય છે, શોધ થાય છે. પણ શ્રીને એકલા ના રાખો. તો તમારો વિનાશ થઈ જશે. આ શિક્ષા છે. તમે શ્રીને એકલા ના રાખો. હમેશા નારાયણ સાથે રાખો. પછી તમે સુખી થશો. નારાયણને રાખો. તો જે લોકો ધનવાન છે, જેમની પાસે ધન છે, તેમણે તેમના ધનની સાથે નારાયણની ભક્તિ કરવી જોઈએ. ધન ખર્ચો. ધન નારાયણની સેવા માટે હોય છે. તો જો તમારી પાસે ધન છે, તેને રાવણની જેમ બગાડો નહીં, પણ કૃષ્ણની સેવામાં જોડો. જો તમારી પાસે ધન છે, તેને મોંઘા મંદિર માટે ખર્ચ કરો, લક્ષ્મી-નારાયણ, રાધા-કૃષ્ણ, સીતા-રામ, ની સ્થાપના કરવા માટે. તમારા ધનને બીજી કોઈ રીતે બરબાદ ના કરો. તો તમે હમેશા ધનવાન રહેશો. તમે ક્યારેય ગરીબ નહીં બનો. પણ જેવુ તમે નારાયણને છેતરવાનો પ્રયત્ન કરશો, કે "મે તમારી લક્ષ્મી લઈ લીધી છે," તમે ભૂખ્યા રહો. તે નીતિ બહુ જ ખરાબ છે.
તો કોઈ વાંધો નહીં, જ્યાં પણ શ્રી હોય છે, નારાયણ હોય છે, અને જ્યાં પણ નારાયણ હોય છે, ત્યાં શ્રી હોય છે. તેથી નારાયણ અને શ્રી. નરસિંહ દેવ નારાયણ છે, અને લક્ષ્મી, તેઓ નિરંતર... તેથી દેવો, જ્યારે તેમણે જોયું કે "નારાયણ, નરસિંહ દેવ, બહુ જ, બહુ જ, ક્રોધિત હતા. કોઈ પણ તેમને શાંત પાડી નહીં શકે," તો તેમણે વિચાર્યું કે "લક્ષ્મીજી અંગત સંગી છે, હમેશા નારાયણ સાથે, તો તેમને જવા દો અને શાંત પાડવા દો." તે અહી કહેલું છે. શાક્ષાત શ્રી: પ્રેષિતા દેવૈર. દેવો, બ્રહ્માજી, શિવજી, અને બીજાઓ, તેમણે વિનંતી કરી, "માતા, તમે તમારા પતિને શાંત પાડવાનો પ્રયત્ન કરો. તે અમારા માટે શક્ય નથી." પણ તે પણ ભયભીત બની ગયા. તે પણ ભયભીત બની ગયા. શાક્ષાત શ્રી: પ્રેષિત દેવૈર દ્રશતવા તમ મહદ અદ્ભુતમ. તે જાણે છે કે "મારા પતિ નરસિંહ દેવ તરીકે પ્રકટ થયા છે," પણ કારણકે ભગવાનનું અદ્ભુત રૂપ એટલું ભયાનક હતું, તેમણે તેમની સમક્ષ જવાનું સાહસ ના કર્યું. શા માટે? હવે, અદ્રષ્ટશ્રુત પૂર્વત્વાત: કારણકે તેમને ક્યારેય ખ્યાલ ન હતો કે તેમના પતિ નરસિંહ દેવનું રૂપ ધારણ કરી શકે છે. આ નરસિંહ દેવ રૂપ વિશેષ કરીને હિરણ્યકશિપુ માટે ધારણ કરવામાં આવ્યું હતું. આ સર્વ-શક્તિમાન છે. હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી વરદાન લીધું, કે કોઈ દેવતા, તેનો વધ ના કરી શકે; કોઈ માણસ તેનો વધ ના કરી શકે; કોઈ પ્રાણી વધ ના કરી શકે; અને એ રીતે, એ રીતે, એ રીતે. આડકતરી રીતે તેણે યોજના બનાવી કે કોઈ પણ વ્યક્તિ તેને મારી ના શકે. અને કારણકે સૌ પ્રથમ તેને અમર બનવું હતું, તો બ્રહ્માજીએ કહ્યું કે "હું પણ અમર નથી. કેવી રીતે હું તને અમર બનવાનું વરદાન આપું... તે શક્ય નથી." તો આ રાક્ષસો, દાનવો, તેઓ બહુ બુદ્ધિશાળી છે, દુષ્કૃતિન, બુદ્ધિશાળી - પણ પાપમય કાર્યો માટે. તે રાક્ષસનું લક્ષણ છે. તો તેણે કોઈ યોજના કરી, કે "આડકતરી રીતે હું બ્રહ્માજી પાસેથી વરદાન લઇશ, એવી રીતે કે હું અમર રહીશ."
તો બ્રહ્માજીનું વચન રાખવા માટે, નારાયણ નરસિંહ દેવના રૂપમાં આવ્યા: અડધા સિંહ અને અડધા માણસ. તેથી અદ્રષ્ટશ્રુત પૂર્વ. લક્ષ્મીજીએ પણ ભગવાનનું આવું રૂપ જોયું ન હતું, અડધા માણસ, અડધા સિંહ. આ નારાયણ છે, અથવા કૃષ્ણ, સર્વ-શક્તિમાન. તેઓ કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. તે છે... અદ્રષ્ટા અશ્રુત પૂર્વ. ક્યારેય પણ જોયેલું નહીં. જોકે તે નારાયણના સંગી છે, પણ તેમણે ક્યારેય નારાયણનું આવું અદ્ભુત રૂપ જોયું ન હતું. તેથી તે કહ્યું છે, અદ્રષ્ટા અશ્રુત પૂર્વત્વાત સા ન ઉપેયાય શંકીતા. લક્ષ્મીજી પતિવ્રતા છે. તો શંકીતા: તે ભયભીત હતા, "કદાચ તેઓ અલગ વ્યક્તિ છે." અને તે પતિવ્રતા છે, સૌથી ઉચ્ચ પતિવ્રતા. કેવી રીતે તે બીજા વ્યક્તિ સાથે મળી શકે? તેથી શંકીતા. આ શબ્દ વપરાયો છે, શંકીતા. જો કે તેમને બધી જ ખબર હોવી જોઈએ, છતાં, તે વિચારી રહ્યા છે, "કદાચ મારા પતિ નથી." આ આદર્શ પતિવ્રતા છે, પતિવ્રતત્વ, કે લક્ષ્મીજી પણ, વિષ્ણુ વિશે સંદેહ કરતાં, તેમણે વાત ના કરી, તેઓ નજીક ગયા નહીં. શંકીતા. તે લક્ષ્મીજીનો બીજો ગુણ છે. તે ભયભીત થયા, "કદાચ તે નારાયણ નથી," કારણકે તેમણે ક્યારેય તેમના પતિના આવા અદ્ભુત રૂપનો અનુભવ ન હતો કર્યો, અડધા સિંહ અને અડધા માણસ. તો અદ્રષ્ટાશ્રુત પૂર્વત્વાત સ નોપેયાય શંકીતા.