GU/Prabhupada 0452 - કૃષ્ણ બ્રહ્માના દિવસમાં એક વાર પૃથ્વી પર આવે છે
Lecture on SB 7.9.5 -- Mayapur, February 25, 1977
પ્રદ્યુમ્ન: અનુવાદ - "જ્યારે ભગવાન નરસિંહ દેવે નાનકડા પ્રહલાદ મહારાજને જોયા તેમના ચરણકમળ પર સાષ્ટાંગ દંડવત કરી રહેલા, તેઓ તેમના ભક્તના તરફ પ્રેમને કારણે પરમાનંદમાં આવી ગયા. પ્રહલાદ મહારાજને ઊભા કરીને, ભગવાને તેમનો કમળ હાથ છોકરાને માથે મૂક્યો કારણકે તેમનો હાથ હમેશા તૈયાર હોય છે તેમના બધા જ ભક્તોના ભયને દૂર કરવા માટે."
પ્રભુપાદ:
- સ્વ-પાદ મૂલે પતિતમ તમ અર્ભકમ
- વિલોક્ય દેવ: કૃપયા પરિપ્લુત:
- ઉત્થાપ્ય તચ્છૃષ્ણિ અદધાત કરાંબુજમ
- કાલાહી વિત્રસ્ત ધિયામ કૃતાભયમ
- (શ્રી.ભા. ૭.૯.૫)
તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ભક્ત અથવા સૌથી પ્રિય બનવું બહુ જ સરળ છે. તે જરા પણ મુશ્કેલ નથી. અહી આપણે ઉદાહરણ જોઈએ છીએ, પ્રહલાદ, એક પાંચ વર્ષનો છોકરો... (તોડ) ... ભક્ત હોવાને કારણે, તે ફક્ત પરમ ભગવાનને જાણે છે, અને પ્રણામ કરે છે. તે તેમની યોગ્યતા છે. કોઈ પણ વ્યક્તિ તે કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ અહી મંદિરમાં આવે અને પ્રણામ કરે. મુશ્કેલી ક્યાં છે? ફક્ત વ્યક્તિને તે ભાન હોવું જોઈએ કે "અહી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, કૃષ્ણ અથવા નરસિંહ દેવ અથવા તેમના ઘણા વિસ્તરણોમાથી એક."
શાસ્ત્રમાં તે કહ્યું છે, અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રુપમ (બ્ર.સં. ૫.૩૩). કૃષ્ણને અનંત રૂપો છે. તેથી દરેક રૂપ કૃષ્ણના મૂળ રૂપનું વિસ્તરણ છે. મૂળ રૂપ છે કૃષ્ણ. કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ (શ્રી.ભા. ૧.૩.૨૮). પછી ઘણા બધા રૂપો છે: રામ, નરસિંહ, વરાહ, બલરામ, પરશુરામ, મીન, કાચબો, નરસિંહ દેવ. રામાદી મૂર્તિશુ કલા નિયમેન તિષ્ઠન (બ્ર.સં. ૫.૩૯). તેઓ હમેશા વિભિન્ન રૂપોમાં રહે છે, એવું નથી કે તેઓ ફક્ત કૃષ્ણ રૂપમાં જ રહે છે. દરેક રૂપ, રામાદી મૂર્તિશુ. તે જ ઉદાહરણ, જે અમે ઘણી વાર આપ્યું છે: જેમ કે સૂર્ય, સૂર્યનો સમય, ચોવીસ કલાક, તો ચોવીસ કલાક અથવા ચોવીસ અવતારમાથી, કોઈ પણ સમય હાજર છે. એવું નથી કે, કહો કે, આઠ વાગ્યા છે, તો સાત વાગવાનું સમાપ્ત થઈ ગયું છે. ના. દુનિયાના બીજા કોઈ ભાગમાં સાત વાગ્યા છે. અથવા નવ. નવ વાગ્યા પણ હાજર છે. બાર વાગ્યા પણ હાજર છે. અમારી પાસે એક ઘડિયાળ છે જે ગુરુકૃપા મહારાજે આપેલી છે. (હાસ્ય) તે જાપાનથી લાવ્યા છે. તે બહુ જ સરસ છે. તરત જ તમે જોઈ શકો કે અત્યારે બીજા સ્થળો પર સમય શું છે - તરત જ. તો તે બધા સમય અસ્તિત્વમાં છે. તેથી કૃષ્ણની લીલાને નિત્ય લીલા કહેવાય છે, એવું નથી કે એક લીલા ચાલી રહી છે, બીજી લીલા સમાપ્ત થઈ ગઈ છે, ના. બધી જ વસ્તુઓ એક સાથે હોય છે. તેથી આ શબ્દ વપરાયો છે, રામાદી મૂર્તિશુ. રામાદી મૂર્તિશુ કલા નિયમેન તિશ... નિયમેન. બિલકુલ ચોક્કસ સમયમાં. જેમ કે સૂર્ય, બિલકુલ તે રીતે. પહેલા કોઈ ઘડિયાળ હતી નહીં, પણ પડછાયાથી વ્યક્તિ અભ્યાસ કરી શકતો હતો. તમે અત્યારે પણ અભ્યાસ કરી શકો, અત્યારે પણ. અમારા બાળપણમાં અમે પડછાયો જોઈને અભ્યાસ કરતાં હતા: "અત્યારે આ સમય છે" - અને ચોક્કસ તે જ સમય હોય. તો કલા નિયમેન તિષ્ઠન, ગમેતેમ આડેધડ નહીં - હવે આ પડછાયો મતલબ અહી એક વાગ્યો છે, અને બીજા દિવસે, ત્યાં એક વાગ્યો છે. ના. તે જ સ્થળે, તમે જોશો. કલા નિયમેન તિષ્ઠન.
તેવી જ રીતે, કૃષ્ણની લીલા, નિયમેન તિષ્ઠન - ચોક્કસ રીતે. ઘણા બધા અસંખ્ય બ્રહમાંડો છે. અહી કૃષ્ણનો જન્મ થયો છે. હવે કૃષ્ણ વસુદેવ દ્વારા વૃંદાવનમાં લઈ જવામાં આવી રહ્યા છે. તે જ વસ્તુ - તરત જ અહી જન્મીને, કૃષ્ણ વૃંદાવનમાં ગયા છે - અને બીજા બ્રહ્માણ્ડમાં કૃષ્ણ જન્મ થયો છે, કૃષ્ણે ફરીથી જન્મ લીધો છે. આ રીતે તેમની લીલાઓ ચાલતી રહે છે. કોઈ અંત નથી, કે નથી કોઈ સમયની ખામી. ચોક્કસ. જેમ કે કૃષ્ણ બ્રહ્માના એક દિવસમાં એક વાર આ પૃથ્વી પર આવે છે. તો, ઘણા લાખો વર્ષોમાં કૃષ્ણ ફરીથી પ્રકટ થશે, જો વ્યક્તિગત રીતે નહીં, તો તેમના વિસ્તરણ, અંશેન. ચૈતન્ય મહાપ્રભુ પણ ચોક્કસ સમય આવતા પ્રકટ થશે. ભગવાન રામચંદ્ર અવતરિત થશે. તો રામાદી મૂર્તિશુ કલા નિયમેન તિષ્ઠન (બ્ર.સં. ૫.૩૯). તો આ લીલા, નરસિંહ દેવ, તે પણ બિલકુલ ચોક્કસ સમયે છે.
તો સ્વ-પાદ મૂલે પતિતમ તમ અર્ભકમ. બહુ જ નિર્દોષ બાળક. જો એક નિર્દોષ બાળક જેમ કે પ્રહલાદ મહારાજ, તે નરસિંહ દેવની આટલી બધી કૃપા મેળવી શકે, ભગવાનનો એટલો ભયાનક દેખાવ કે લક્ષ્મીજી પણ નજીક ના જઈ શક્યા... અશ્રુત. અદ્રષ્ટ અશ્રુત પૂર્વ. ભગવાનનું આવું કોઈ રૂપ ન હતું. લક્ષ્મીજી પણ જાણતા ન હતા. પણ પ્રહલાદ મહારાજ, તે ભયભીત નથી. તે જાણે છે, "અહી મારા ભગવાન છે." જેમ કે સિંહનું બચ્ચું, તે સિંહથી ભયભીત નથી. તે તરત જ સિંહના માથા પર કૂદકો મારે છે કારણકે તે જાણે છે, "તે મારા પિતા છે. તે મારા પિતા છે." તેવી જ રીતે, પ્રહલાદ મહારાજ ભયભીત નથી, જો કે બ્રહ્મા અને બીજા, બધા દેવતાઓ, ભગવાન પાસે જઈને ભયભીત થઈ ગયા. તે ફક્ત એક નિર્દોષ બાળક તરીકે આવ્યા અને તેમના પ્રણામ કર્યા. તમ અર્ભકમ વિલોક્ય. તો, તો ભગવાન નિરાકાર નથી. તરત જ તેઓ સમજી શક્યા, "ઓહ, અહી એક નિર્દોષ બાળક છે. તેને તેના પિતા દ્વારા બહુ જ હેરાન કરવામાં આવ્યો છે, અને હવે તે મને તેના પ્રણામ કરી રહ્યો છે." વિલોક્ય દેવ: કૃપયા પરિપ્લુત: તેઓ દયાથી ખૂબ જ પીગળી ગયા. તો વસ્તુઓ, બધી, વસ્તુઓ છે જ.