GU/Prabhupada 0453 - વિશ્વાસ કરો! કૃષ્ણથી વધુ શ્રેષ્ઠ અધિકારી કોઈ નથી



Lecture on SB 7.9.5 -- Mayapur, February 25, 1977

એવું ના વિચારો કે ભગવાનને કોઈ લાગણી નથી, વિચારો નથી, લાગણી નથી. ના. બધુ જ છે. જ્યાં સુધી તેમનામાં લાગણીની ભાવના ના હોય, આપણી પાસે કઈ રીતે આવી? કારણકે બધી જ વસ્તુ ભગવાનમાથી આવી રહી છે. જન્માદી અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ શું છે? બ્રહ્મ મતલબ દરેક વસ્તુના મૂળ સ્ત્રોત. તે બ્રહ્મ છે. બૃહત્વાત બૃહનત્વાત.

તો જો આ લાગણી ભગવાનમાં ના હોય, તો તેઓ કેવી રીતે ભગવાન હોઈ શકે, આ લાગણી? જેમ કે જો એક નિર્દોષ બાળક આવે અને આપણને પ્રણામ કરે છે, તરત જ આપણે લાગણીપૂર્વક દયાળુ બનીએ છીએ: "ઓહ, અહી એક સરસ બાળક છે." તો ભગવાન કૃષ્ણ, નરસિંહ દેવ, તેઓ પણ પરિપ્લુત: બને છે, લાગણીવશ દયાળુ, સાધારણ રીતે દયાળુ નહીં, લાગણીથી કે "આ બાળક કેટલો નિર્દોષ છે." તો લાગણીવશ, ઉત્થપ્ય, તરત જ તેમને ઉઠાડયા: "મારા પ્રિય પુત્ર, ઉઠ." અને તરત જ તેમનો હાથ તેના માથા પર મૂક્યો. ઉત્થાપ્ય તચ્છીર્ષ્ણિ અદધાત કરાંબુજમ. કરામ્બુજ, કમળ હાથ, કમળ કર. તો આ ભાવનાઓ છે. અને તેમની ઈચ્છા હતી... કારણકે આ છોકરો વિસ્મયમાં હતો કે આટલી મોટી મુર્તિ થાંભલામાથી બહાર આવી, અને પિતા, વિશાળકાય પિતા, મૃત છે, સ્વાભાવિક રીતે તેનું મન થોડું વિચલિત છે. તો તેથી વિત્રસ્ત ધિયામ કૃતાભયમ: "મારા પ્રિય બાળક, ભયભીત ના થઈશ. બધુ ઠીક છે. હું હાજર છું, અને કોઈ ભય નથી. શાંત થઈ જા. હું તને સુરક્ષા આપીશ." તો આ આદાનપ્રદાન છે. તો કોઈ જરૂર નથી..., મોટા વિદ્વાન માણસની, વેદાંતી બનવાની, અને... ફક્ત આ જ વસ્તુઓની જરૂર છે: તમે નિર્દોષ બનો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સ્વીકાર કરો, અને તેમના ચરણ કમળમાં પડી જાઓ - બધુ જ પૂર્ણ છે. આની જરૂર છે: સરળતા. સરળતા. કૃષ્ણમાં વિશ્વાસ કરો. જેમ કૃષ્ણે કહ્યું છે, મત્ત: પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય... (ભ.ગી. ૭.૭). વિશ્વાસ કરો! કૃષ્ણ કરતાં વધુ શ્રેષ્ઠ અધિકારી કોઈ નથી.

અને તેઓ કહે છે, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). આ શિક્ષા છે. આ બધી જ શિક્ષાનો સાર છે. કૃષ્ણમાં વિશ્વાસ કરો, પરમ વ્યક્તિ. અહી કૃષ્ણ છે. વિશ્વાસ કરો કે અહી કૃષ્ણ છે. નિર્દોષ બાળક વિશ્વાસ કરશે, પણ આપણું મગજ એટલું શુષ્ક છે, આપણે પૂછીશું, "શું અર્ચવિગ્રહ પથ્થર કે પિત્તળ કે લાકડાનું બનેલું છે?" કારણકે આપણે નિર્દોષ નથી. આપણે વિચારીએ છીએ કે આ અર્ચવિગ્રહ પિત્તળથી બનાવેલું છે. જો તે પિત્તળ પણ હોય, પિત્તળ ભગવાન નથી? પિત્તળ પણ ભગવાન છે. કારણકે કૃષ્ણ કહે છે, ભૂમિર અપો અનલો વાયુ: ખમ મનો બુદ્ધિર... અપરેયમ..., ભિન્ના મે પ્રકૃતિર અષ્ટધા (ભ.ગી. ૭.૪). બધી જ વસ્તુ કૃષ્ણ છે. કૃષ્ણ વગર કોઈ અસ્તિત્વ નથી. તો શા માટે કૃષ્ણ તેમની ઈચ્છા પ્રમાણે પ્રકટ ના થઈ શકે? તેઓ પિત્તળમાં પ્રકટ થઈ શકે. તેઓ પથ્થરમાં પ્રકટ થઈ શકે. તેઓ લાકડામાં પ્રકટ થઈ શકે. તેઓ ઘરેણાંમાં પ્રકટ થઈ શકે. તેઓ ચિત્રમાં પ્રકટ થઈ શકે. કોઈ પણ રીતે તેઓ થઈ શકે... તેઓ સર્વ-શક્તિમાન છે. પણ આપણે તે લેવું પડે કે "અહી કૃષ્ણ છે." એવું ના લો કે "કૃષ્ણ તેમના અર્ચવિગ્રહ કરતાં અલગ છે, અને અહી આપણી પાસે પિત્તળના રૂપમાં અર્ચવિગ્રહ છે." ના. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રુપમ (બ્ર.સં. ૫.૩૩). અદ્વૈત. તેમને ઘણા વિસ્તરણો હોય છે, પણ તે બધા એક છે.

તો તેવી જ રીતે, તેઓ તેમના નામમાં ઉપસ્થિત છે. અભિન્નત્વાન નામ નામીનો: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩). જ્યારે તમે કૃષ્ણના પવિત્ર નામનો જપ કરો છો, એવું ના વિચારો કે આ શબ્દ ધ્વનિ અને કૃષ્ણ અલગ છે. ના. અભિન્નત્વાન. નામ ચિંતામણી કૃષ્ણ: જેમ કૃષ્ણ ચિંતામણી છે, તેવી જ રીતે તેમનું પવિત્ર નામ પણ ચિંતામણી છે. નામ ચિંતામણી: કૃષ્ણસ ચૈતન્ય રસ વિગ્રહ: ચૈતન્ય, પૂર્ણ સચેત, નામ ચિંતામણી કૃષ્ણ: જો આપણે નામનો સંગ કરીએ, તે તમારે જાણવું જ જોઈએ, કે કૃષ્ણ તમારી સેવાથી પૂર્ણ રીતે સચેત છે. તમે સંબોધી રહ્યા છો, "હે કૃષ્ણ! હે રાધારાણી! કૃપા કરીને મને તમારી સેવામાં જોડો." હરે કૃષ્ણ મંત્ર મતલબ, હરે કૃષ્ણ, "હે કૃષ્ણ, હે રાધારાણી, હે શક્તિ, કૃપા કરીને મને તમારી સેવામાં જોડો." અયી નંદ તનુજા પતિતમ કિંકરમ મામ વિશમે ભવામ્બુધૌ. આ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે. "ઓહ મારા ભગવાન, નંદ તનુજા..." કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે જ્યારે તમે તેમના નામનો સંગ કરો છો, તેમના કાર્યો સાથે, તેમના અમુક ભક્તો સાથે. તેઓ નિરાકાર નથી. કૃષ્ણને કોઈ નામ નથી, પણ જ્યારે તેઓ તેમના ભક્તો સાથે વ્યવહાર કરે છે, નામ હોય છે. જેમ કે કૃષ્ણનો નંદ મહારાજ સાથેનો વ્યવહાર, તે નંદ મહારાજના લાકડાના ચંપલ... યશોદામાયીએ બાળક કૃષ્ણને પૂછ્યું - તમે ચિત્ર જોયું છે - "શું તું તારા પિતાના ચપ્પલ લાવી શકે?" "હા!" તરત જ તેમણે માથા પર લીધા. તમે જોયું? આ કૃષ્ણ છે. તો નંદ મહારાજ બહુ જ પ્રસન્ન થયા: "ઓહ, તારો પુત્ર કેટલો સરસ છે. તે આટલો બધો ભાર ઊંચકી શકે છે." તો આ વ્યવહાર છે.

તેથી ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણને સંબોધ્યા છે, અયી નંદ તનુજા: "હે કૃષ્ણ, જે નંદ મહારાજના શરીરમાથી જન્મ્યા છો..." જેમ કે પિતા શરીર આપવાવાળા વ્યક્તિ છે, બીજ, બીજ આપવાવાળા પિતા, તેવી જ રીતે, કૃષ્ણ, જોકે તેઓ બધાના મૂળ છે, પણ છતાં, તે નંદ મહારાજના બીજમાથી જન્મ લે છે. આ છે કૃષ્ણ લીલા. અયી નંદ તનુજ પતિતમ કિંકરમ મામ વિશમે ભવામ્બુધૌ (ચૈ.ચ. અંત્ય ૨૦.૩૨, શિક્ષાષ્ટક ૫). ચૈતન્ય મહાપ્રભુએ ક્યારેય કૃષ્ણને સંબોધ્યા નથી, "હે સર્વ-શક્તિમાન." આ નિરાકાર છે. તેઓ કહે છે, અયી નંદ તનુજ, "નંદ મહારાજના પુત્ર." નંદ મહારાજના પુત્ર. તો આ ભક્તિ છે. તેઓ અસીમિત છે. જેમ કે કુંતીદેવી આશ્ચર્યચકિત હતા કે, જ્યારે તેમણે વિચાર્યું, કે કૃષ્ણ યશોદામાયીથી ભયભીત હતા. તે શ્લોક તમે જાણો છો. તો તે આશ્ચર્યચકિત હતા કે "કૃષ્ણ, જે એટલા એટલા ઉત્કૃષ્ટ અને મહાન છે કે દરેક વ્યક્તિ તેમનાથી ભયભીત છે, પણ તે યશોદામાયીથી ભયભીત થાય છે."

તો આ આનંદ ફક્ત ભક્તો દ્વારા જ લેવામાં આવે છે,... નાસ્તિક વર્ગના માણસો અથવા અભક્તો સમજી ના શકે. તેથી કૃષ્ણ કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). ફક્ત ભક્તો, બીજા નહીં. બીજાને આ રાજ્યમાં કોઈ અનુમતિ નથી, સમજવા માટે. જો તમારે કૃષ્ણને સમજવા હોય તો તે ફક્ત ભક્તિ દ્વારા જ છે. ન તો જ્ઞાન કે ન તો યગ કે ન તો કર્મ કે ન તો જ્ઞાન, કશું નહીં - તમારી મદદ કોઈ નહીં કરે. ફક્ત એક ભક્ત. અને કેવી રીતે ભક્ત બનવું? તે કેટલું સરળ છે? અહી જુઓ કે પ્રહલાદ મહારાજ, નિર્દોષ બાળક, ફક્ત તેમના પ્રણામ અર્પણ કરી રહ્યા છે. અને કૃષ્ણ પણ તમને કહી રહ્યા છે, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). જો તમે આ ચાર વસ્તુઓ ગંભીરતાથી કરશો - હમેશા કૃષ્ણ વિશે વિચરશો... હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, (ભક્તો જપમાં જોડાય છે) હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તો આ કૃષ્ણ વિશે વિચારવું છે, મન્મના. અને જો તમે શુદ્ધ ભક્ત હોવ તો તમે આ હરે કૃષ્ણ મંત્રના સિદ્ધાંત પર વળગી રહી શકો છો. શુદ્ધ ભક્ત બન્યા વગર તે બહુ મુશ્કેલ છે. તે કંટાળાજનક હશે. પણ આપણે અભ્યાસ કરીશું. અભ્યાસ યોગ યુક્તેન (ભ.ગી. ૮.૮).