GU/Prabhupada 0455 - તમારા દ્વારા અચિંત્ય વિષયોમાં તમારું નબળું તર્ક ના લગાવો



Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977

પ્રદ્યુમ્ન: અનુવાદ - "પ્રહલાદ મહારાજના માથા પર ભગવાન નરસિંહ દેવના હાથના સ્પર્શથી, પ્રહલાદ મહારાજ બધા જ ભૌતિક દૂષણો અને ઈચ્છાઓથી પૂર્ણ પણે મુક્ત થઈ ગયા, જેમ કે તેમનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું હોય. તેથી તેઓ એક જ વારમાં દિવ્ય બની ગયા, અને તેમના શરીરમાં પરમાનંદના બધા જ લક્ષણો પ્રકટ થયા. તેમનું હ્રદય પ્રેમથી ભરાઈ ગયું, અને આંખો આંસુઓથી, અને આ રીતે તેઓ ભગવાનના ચરણ કમળ પૂર્ણ રીતે તેમના હ્રદયમાં રાખી શક્યા."

પ્રભુપાદ:

સ તત કર સ્પર્શ ધુતાખીલાશુભ:
સપદી અભિવ્યક્ત પરાત્મ દર્શન:
તત પાદ પદ્મમ હ્રદી નિવૃતો દધૌ
હ્રશ્યત તનુ: ક્લીન્ન હ્રદ અશ્રુ લોચન:
(શ્રી.ભા. ૭.૯.૬)

તો પ્રહલાદ મહારાજ, તત કર સ્પર્શ, "નરસિંહ દેવના કરકમળોના સ્પર્શથી," તે જ હથેળી જ્યાં નખ છે. તવ કર કમલ વરે નખમ અદ્ભુત શૃંગમ. તે જ નખ અદ્ભુત વાળી હથેળી... દલિત હિરણ્યકશિપુ તનુ ભૃંગમ. તરત જ, ફક્ત નખોથી જ... ભગવાનને આ વિશાળકાય રાક્ષસને મારવા માટે કોઈ હથિયારની જરૂર ના પડી, ફક્ત નખો. તવ કર કમલ. આ ઉદાહરણ બહુ જ સરસ છે: કમલ. કમલ મતલબ કમળનું ફૂલ. ભગવાનની હથેળી બિલકુલ કમળના ફૂલ જેવી છે. તેથી કમળનું ફૂલ બહુ જ મૃદુ હોય છે, બહુ જ સુંદર, અને કેવી રીતે નખો આવ્યા? તેથી અદ્ભુત. તવ કર કમલ, અદ્ભુત. નખમ અદ્ભુત શૃંગમ. કમળના ફૂલમાં કોઈ ભયાનક નખો, કાંટાળા નખો ઉગાડવા સંભવ નથી. આ વિરોધાભાસ છે. તેથી જયદેવ કહે છે અદ્ભુત: "તે અદ્ભુત છે. એ આશ્ચર્યપૂર્ણ છે." તેથી ભગવાનની શક્તિ, શક્તિનું પ્રદર્શન અને તીક્ષ્ણ નખો, તે બધુ અચિંત્ય છે. શ્રીલ જીવ ગોસ્વામીએ સમજાવેલું છે, "જ્યાં સુધી તમે સ્વીકારો નહીં, ભગવાનની અચિંત્ય શક્તિને, કોઈ સમજણ નથી." અચિંત્ય. અચિંત્ય શક્તિ. અચિંત્ય મતલબ "સમજી ના શકાય તેવી." તમે તર્ક ના કરી શકો કે તે કેવી રીતે થઈ રહ્યું છે, કેવી રીતે કમળનું ફૂલ, એટલો સખત નખ કે તરત જ, એક સેકન્ડમાં, તે હિરણ્યકશિપુ જેવા મોટા રાક્ષસને મારી શકે છે. તેથી તે અચિંત્ય છે. આપણે સમજી ના શકીએ. અચિંત્ય. અને તેથી વેદિક શિક્ષા છે અચિંત્ય ખલુ યે ભાવા ન તાંશ તર્કેણ યો જયેત: "તમારા કંગાળ તર્કને એવી વિષય વસ્તુઓમાં ના લગાડો જે તમારા માટે સમજી શકાય તેવી ના હોય." કોઈ તર્ક છે નહીં કે કેવી રીતે કમળના ફૂલમાં નખ ઊગી શકે. તેઓ કહે છે "પૌરાણિક કથાઓ." કારણકે તેઓ તેમના કંગાળ મગજથી સમજી નથી શકતા, તેઓ સમાવેશ નથી કરી શકતા કે કેવી રીતે એવી વસ્તુઓ થાય છે, તેઓ કહે છે "પૌરાણિક કથાઓ." પૌરાણિક કથાઓ નથી. તે હકીકત છે. પણ તે તમારા કે આપણા દ્વારા અચિંત્ય છે. તે શક્ય નથી.

તો તે, તે જ કર કમલ, પ્રહલાદ મહારાજના માથા પર મૂકવામાં આવ્યો, પ્રહલાદલાદ દાયીને. પ્રહલાદ મહારાજ અનુભવતા હતા, "ઓહ, આ હાથ કેટલો આનંદદાયી છે." ફક્ત અનુભવ જ નહીં, પણ તરત જ તેમના બધા ભૌતિક દુખો, પાશ, જતાં રહ્યા. આ દિવ્ય સ્પર્શની પદ્ધતિ છે. આ યુગમાં આપણને તે જ સુવિધા ના મળી શકે. એવું નથી કે પ્રહલાદ મહારાજ ભગવાનની કમળ હથેળીના સ્પર્શથી તરત જ હર્ષિત બની ગયા... તમને પણ તે જ લાભ મળી શકે તરત જ જો આપણે પ્રહલાદ મહારાજ જેવા બનીએ. તો તે શક્ય છે. કૃષ્ણ અદ્વય જ્ઞાન છે, તો આ યુગમાં કૃષ્ણ તેમના શબ્દ ધ્વનિના રૂપમાં અવતરિત થયા છે: કલિયુગ નામ રૂપે કૃષ્ણાવતાર (ચૈ.ચ. આદિ ૧૭.૨૨). આ યુગ... કારણકે આ યુગમાં પતિત માણસો... તેમની પાસે કોઈ યોગ્યતા નથી. મંદા: દરેક વ્યક્તિ ખરાબ છે. કોઈ પણ યોગ્ય નથી. તેમની પાસે કોઈ આધ્યાત્મિક જ્ઞાન નથી. કોઈ વાંધો નહીં. તમારા પાશ્ચાત્ય દેશમાં તેઓ ભૌતિક જ્ઞાનથી બહુ જ ફુલાયેલા છે, પણ તેમની પાસે કોઈ આધ્યાત્મિક જ્ઞાન નથી. કદાચ ઇતિહાસમાં, ઇતિહાસમાં પ્રથમ વાર, તેઓ આધ્યાત્મિક જ્ઞાનની થોડી માહિતી મેળવી રહ્યા છે.

ભક્તો: જય.

પ્રભુપાદ: નહિતો કોઈ આધ્યાત્મિક જ્ઞાન હતું નહીં. તેઓ જાણતા નથી. તે હકીકત છે.