GU/Prabhupada 0456 - જીવ જે શરીરને ચલાવે છે, તે ચડિયાતી શક્તિ છે

From Vanipedia


જીવ જે શરીરને ચલાવે છે, તે ચડિયાતી શક્તિ છે
- Prabhupāda 0456


Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977

ભગવદ ગીતામાં તે કહ્યું છે,

ભૂમિર અપો અનલો વાયુ:
ખમ માનો બુદ્ધિર એવ ચ
ભિન્ના મે પ્રકૃતિર અષ્ટધા
(ભ.ગી. ૭.૪)

આ ભૌતિકવાદી વ્યક્તિઓ - વૈજ્ઞાનિકો, ભૌતિકશાસ્ત્રીઓ, અને બીજા તાર્કિકો - તેઓ આ ભૌતિક તત્ત્વો સાથે કામ કરી રહ્યા છે - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, મનોવિજ્ઞાન, અથવા થોડું વિકસિત, બુદ્ધિ સુધી, પણ વધુ નહીં. તેઓ તેમની યુનિવર્સિટી, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં તે કરી રહ્યા છે. તેમને આ ભૌતિક તત્ત્વો સાથે લેવા દેવા છે. તેમને કોઈ આધ્યાત્મિક જ્ઞાન નથી. કૃષ્ણે કહ્યું છે... આપણને ભગવદ ગીતામાથી માહિતી મળે છે, અપરેયમ: "આ આઠ તત્ત્વો, તે ઉતરતા છે." તેથી, કારણકે તેઓ ફક્ત આ ઉતરતી પ્રકૃતિ જોડે જ વ્યવહાર કરી રહ્યા છે, તેમનું જ્ઞાન ઉતરતું છે. આ એક હકીકત છે. એવું નથી કે હું આરોપ મૂકું છું. ના. આ છે... તેમની પાસે કોઈ માહિતી નથી. મોટા, મોટા પ્રોફેસર, તેઓ કહે છે કે આ શરીરના સમાપ્ત થવા પર... "શરીર સમાપ્ત" મતલબ પંચત્વ પ્રાપ્ત. તેમને ખબર નથી કે બીજું શરીર હોય છે, સૂક્ષ્મ શરીર - મન, બુદ્ધિ, અહંકાર. તેઓ જાણતા નથી. તેઓ વિચારે છે કે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, બસ તેટલું જ... "આ સમાપ્ત છે. હું જોઉ છું, ક્યાં તો તમે શરીરને બાળી નાખો છો અથવા દફનાવો છો, સમાપ્ત, બધુ જ સમાપ્ત. અને બીજી વસ્તુ ક્યાં છે?" તો તેમની પાસે કોઈ જ્ઞાન નથી. તો તેમની પાસે સૂક્ષ્મ શરીરનું પણ કોઈ જ્ઞાન નથી, પૃથ્વી, પાણી, જે આત્માને લઈ જાય છે, અને તેઓ આત્મા વિશે શું જાણે છે?

તો કૃષ્ણ ભગવદ ગીતામાં માહિતી આપે છે, અપરેયમ: "આ તત્ત્વો, મન, બુદ્ધિ અને અહંકાર સુધી પણ," ભિન્ના, "તે મારી અલગ શક્તિ છે, અલગ થયેલી શક્તિ. અને," અપરેયમ, "આ ઊતરતી છે. અને બીજી, ચડિયાતી પ્રકૃતિ છે." અપરેયમ ઇતસ તુ વિદ્ધિ મે પ્રકૃતિમ પરા (ભ.ગી. ૭.૫). પરા મતલબ "ચડિયાતી". હવે, તેઓ પૂછી શકે છે, "તે શું છે? અમે આ તત્ત્વોને જ જાણીએ છીએ. તે બીજી, ચડિયાતી શક્તિ શું છે?" જીવ ભૂત: મહાબાહો (ભ.ગી. ૭.૫), સ્પષ્ટ રીતે કહ્યું છે: "આ જીવો..." અને તેઓ વિચારી રહ્યા છે કે બીજી કોઈ ચડિયાતી શક્તિ છે નહીં સિવાય કે આ આઠ ભૌતિક તત્ત્વો અથવા પાંચ તત્ત્વો. તેથી તેઓ અજ્ઞાનતામાં છે. તે પ્રથમ વાર છે કે તેમને થોડું જ્ઞાન મળી રહ્યું છે, ભગવદ ગીતા તેના મૂળ રૂપે, અને તેમાથી તેઓ જાણી શકે કે બીજી, ચડિયાતી શક્તિ, છે જે જીવભૂત: છે. જીવ કે જે શરીરને ચલાવે છે, તે ચડિયાતી શક્તિ છે. તો તેમની પાસે કોઈ માહિતી નથી, કે નથી તે ચડિયાતી શક્તિને સમજવાનો પ્રયાસ તેમની યુનિવર્સિટીઓમાં કે સંસ્થાઓમાં. તેથી તેઓ મૂઢ છે. તેઓ તેમના કહેવાતા જ્ઞાનથી બહુ ફુલાયેલા હોઈ શકે છે, પણ વેદિક જ્ઞાન પ્રમાણે તેઓ મૂઢ છે. અને જો વ્યક્તિ ચડિયાતી શક્તિને, પ્રકૃતિને, સમજી ના શકે, તો કેવી રીતે તે ભગવાનને સમજી શકે? તે શક્ય નથી. પછી ફરીથી, ભગવાન અને ચડિયાતી શક્તિ વચ્ચેનો વ્યવહાર, તે ભક્તિ છે. તે બહુ મુશ્કેલ છે. મનુષ્યાણામ સહસ્રેસુ કશ્ચિદ યતતિ સિદ્ધયે (ભ.ગી. ૭.૩). તે સિદ્ધયે મતલબ તે ચડિયાતી શક્તિને સમજવું. તે સિદ્ધિ છે. અને તેના પછી, વ્યક્તિ કૃષ્ણને સમજી શકે છે.

તો તે બહુ મુશ્કેલ છે, વિશેષ કરીને આ યુગમાં. મંદા: સુમંદ મતયો (શ્રી.ભા. ૧.૧.૧૦). તેઓ... મંદા: મતલબ તેઓ રુચિ ધરાવતા નથી, અથવા જો થોડી ઘણી રુચિ ધરાવે છે, તેઓ બહુ જ ધીમા છે. તેઓ સમજતા નહીં કે આ મુખ્ય જ્ઞાન છે. અને સૌ પ્રથમ તમારે તે જાણવું જોઈએ, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, તે ચડિયાતું જ્ઞાન છે. તેની જરૂર છે. પણ દરેક વ્યક્તિ અવગણી રહ્યો છે. તે વસ્તુ શું છે જે આ શરીરને ચલાવી રહ્યું છે તે જાણવામાં પણ કોઈ જિજ્ઞાસા નથી. કોઈ પૃચ્છા નથી. તેઓ વિચારે છે કે આપમેળે, આ પદાર્થના સંયોજનથી... તેઓ હજુ આ મુદ્દા પર ચોંટેલા છે, અને જ્યારે તમે પડકાર કરો, "તમે આ રસાયણને લો અને જીવશક્તિ બનાવો," તેઓ કહેશે, "તે હું ના કરી શકું." અને આ શું છે? જો તમે ના કરી શકો, તો શા માટે તમે બકવાસની જેમ બોલી રહ્યા છો, કે "પદાર્થ કે રસાયણનું સંયોજન જીવન આપે છે"? તમે રસાયણો લો... અમારા ડો. સ્વરૂપ દામોદર કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં, એક મોટા પ્રોફેસર રાસાયણિક ઉત્ક્રાંતિ પર ભાષણ આપવા આવેલા, અને તેમણે તેને તરત જ પડકાર આપ્યો, કે "જો હું તમને રસાયણો આપું, શું તમે જીવન ઉત્પન્ન કરી શકો?" તેણે કહ્યું, "તે હું ના કરી શકું." (મંદ હાસ્ય કરે છે) તો આ તેમની સ્થિતિ છે. તેઓ તે સાબિત ના કરી શકે. તેઓ તે ના કરી શકે.