GU/Prabhupada 0457 - એક માત્ર અછત છે કૃષ્ણ ભાવનામૃત
Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977
વિજ્ઞાન મતલબ ફક્ત અવલોકન જ નહીં પણ પ્રયોગ પણ. તે પૂર્ણ છે. નહિતો સિદ્ધાંત. તે વિજ્ઞાન નથી. તો તેમની પાસે અલગ અલગ સિદ્ધાંતો છે. તે કોઈ પણ વ્યક્તિ મૂકી શકે છે. તે નથી... પણ વાસ્તવિક હકીકત છે કે કૃષ્ણ આધ્યાત્મિક છે અને તેઓ સર્વોચ્ચ છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). આ વેદિક કથન છે. ભગવાન પરમ નિત્ય, શાશ્વત છે, અને પરમ જીવ છે, શબ્દકોશમાં પણ તે કહ્યું છે, "ભગવાન મતલબ પરમ વ્યક્તિ." તેઓ સમજી નથી શકતા "પરમ જીવ વ્યક્તિ." પણ વેદોમાં તે કહ્યું છે કે ફક્ત પરમ વ્યક્તિ નહીં, પણ પરમ જીવ વ્યક્તિ. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો યો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તે ભગવાનનું વર્ણન છે. તો આધ્યાત્મિક વિષય વસ્તુ સમજવી પણ બહુ મુશ્કેલ છે, અને ભગવાનની તો વાત જ શું કરવી. આધ્યાત્મિક જ્ઞાનની શરૂઆત છે સૌ પ્રથમ સમજવું કે આત્મા શું છે. અને તેઓ બુદ્ધિને અથવા મનને આત્મા તરીકે લઈ રહ્યા છે. પણ તે આત્મા નથી. તેનાથી પરે. અપરેયમ ઇતસ તુ વિદ્ધિ મે પ્રકૃતિમ પરા (ભ.ગી. ૭.૫).
તો આ સિદ્ધિ છે, જેમ પ્રહલાદ મહારાજને મળી, તરત જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્પર્શથી, આપણે પણ મેળવી શકીએ. શક્યતા છે, અને બહુ સરળતાથી, કારણકે આપણે પતિત છીએ, મંદા: - બહુ જ ધીમા, બહુ જ ખરાબ. મંદા: અને સુમંદ મતયો. અને કારણકે આપણે ખરાબ છીએ, દરેક વ્યક્તિ એક સિદ્ધાંતનું નિર્માણ કરે છે. સુમંદ. મત. મત મતલબ "અભિપ્રાય." અને તે અભિપ્રાય શું છે? ફક્ત મંદા નહીં સુમંદ, બહુ, બહુ જ ખરાબ. સુમંદ મતયો. મંદા: સુમંદ મતયો મંદ ભાગ્યા: (શ્રી.ભા. ૧.૧.૧૦), અને પૂર્ણ રીતે દુર્ભાગ્યશાળી. શા માટે? જ્યારે જ્યાં જ્ઞાન છે, તેઓ લેતા નથી. તેઓ સિદ્ધાંત આપે છે. તેઓ દુર્ભાગ્યશાળી છે. તૈયાર જ્ઞાન, પણ તેઓ સિદ્ધાંત રચશે, "તે આના જેવુ છે. તે આના જેવુ છે. તે તેના જેવુ છે. કદાચ... હોઈ શકે..." આ ચાલી રહ્યું છે. તેથી મંદ ભાગ્યા: જેમ કે અહી ધન છે. વ્યક્તિ તે ધન નહીં લે. તે ભૂંડો અને કુતરાઓની જેમ સખત મહેનત કરે છે ધન કમાવવા માટે. તો તેનો મતલબ દુર્ભાગ્યશાળી. તો મંદા: સુમંદ મતયો મંદ ભાગ્યા: અને કારણકે મંદ ભાગ્યા:, ઉપદ્રત: છે, હમેશા વિચલિત, આ યુદ્ધ, તે યુદ્ધ, તે યુદ્ધ. શરૂઆતથી, આખો ઇતિહાસ, બસ યુદ્ધ. શા માટે યુદ્ધ? યુદ્ધ શા માટે હોય છે? કોઈ યુદ્ધ ના હોવું જોઈએ, કારણકે બધી જ વસ્તુ પૂર્ણ છે, પૂર્ણમ ઇદમ (ઇશોપનિષદ, આહવાન) જગત પરમ ભગવાનની કૃપાથી ભરેલું છે, કારણકે તે રાજ્ય છે... આ પણ ભગવાનનું રાજ્ય છે. પણ આપણે બિનજરૂરી લડાઈથી તેને નર્ક બનાવ્યું છે. બસ તેટલું જ. નહિતો તે છે... એક ભક્ત માટે - પૂર્ણમ. વિશ્વમ પૂર્ણમ સુખાયતે. શા માટે યુદ્ધ હોવું જોઈએ? ભગવાને બધુ જ પૂરું પાડ્યું છે. તમારે પાણી જોઈએ છે? પૃથ્વીનો ત્રણ ચતુર્થ ભાગ પાણીથી ભરેલો છે. પણ તે પાણી ખારું છે. ભગવાન પાસે પદ્ધતિ છે કેવી રીતે તેને મીઠું બનાવવું. તમે આ કરી ના શકો. તમારે પાણી જોઈએ છે. પૂરતું પાણી છે. અછત શા માટે હોવી જોઈએ? હવે અમે સાંભળ્યુ છે કે યુરોપમાં તેઓ પાણીની આયાત કરવાનું ચિંતન કરી રહ્યા હતા. (હાસ્ય) એવું ન હતું? હા. ઇંગ્લૈંડમાં તેઓ આયાત કરવાનું વિચારી રહ્યા છે. શું તે શક્ય છે? (હાસ્ય) પણ આ ધૂર્ત વૈજ્ઞાનિકો તેવું વિચારે છે. તેઓ આયાત કરશે. શા માટે નહીં? ઇંગ્લૈંડ પાણીથી ઘેરાયેલો છે. તમે તે પાણી કેમ નથી લેતા? ના. નીરે કરી બસ ન મે તિલો પિયસ. "હું પાણીમાં રહું છું, પણ હું તરસથી મરી રહ્યો છું." (હાસ્ય) આ ધૂર્તોના સિદ્ધાંત... અથવા... મને લાગે છે કે અમારા બાળપણમાં અમે એક પુસ્તક વાંચી હતી, એક નૈતિક વર્ગની ચોપડી, કહેતું હતું કે એક કથા હતી કે એક જહાજ નાશ થઈ ગયું, અને તેમણે એક હોડીની શરણ લીધી, પણ એમાથી અમુક તરસના મરી ગયા કારણકે તેઓ પાણી પી ના શક્યા. તો આ પાણીમાં તેઓ રહેતા હતા, પણ તેઓ તરસથી મરી ગયા.
તો આપણી સ્થિતિ તેવી જ છે. બધુ જ પૂર્ણ છે. છતાં, આપણે મરી રહ્યા છીએ અને લડી રહ્યા છીએ? કયા કારણથી? કારણ છે આપણે કૃષ્ણનું પાલન નથી કરતાં. આ કારણ છે: કૃષ્ણ ભાવનામૃતનો અભાવ. મારા ગુરુ મહારાજ કહેતા હતા કે આખી દુનિયા બધી જ વસ્તુથી પૂર્ણ છે. ફક્ત અછત છે કૃષ્ણ ભાવનામૃત. એક માત્ર અછત. નહિતો કોઈ અછત નથી. બધુ જ પૂર્ણ છે. અને જો તમે કૃષ્ણની શિક્ષા ગ્રહણ કરશો તો તમે તરત જ સુખી થશો. તમે આખી દુનિયાને સુખી બનાવી શકશો. આ ભગવદ ગીતામાં કૃષ્ણની શિક્ષા, એટલી પૂર્ણ છે. તે પૂર્ણ હોવી જ જોઈએ, કારણકે તે કૃષ્ણ પાસેથી આવી રહી છે. તે કહેવાતો વૈજ્ઞાનિક સિદ્ધાંત નથી. ના. પૂર્ણ શિક્ષા. અને જો આપણે શિક્ષાનું પાલન કરીએ, જો આપણે વ્યાવહારિક રીતે ઉપયોગ કરીએ, તો આખું જગત, વિશ્વમ પૂર્ણમ સુખાયતે.