GU/Prabhupada 0474 - આર્ય મતલબ જે લોકો ઉન્નત છે



Lecture -- Seattle, October 7, 1968

વેદાંત સલાહ આપે છે, "હવે તમે બ્રહ્મ વિશે પૃચ્છા કરો." અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ દરેક વ્યક્તિને લાગુ પડે છે, સભ્ય માણસ. હું અમેરિકનો, યુરોપિયનો, એશિયનોની વાત નથી કરતો. કોઈ પણ જગ્યાએ. આર્યન મતલબ જે લોકો વિકસિત છે. અનાર્યન મતલબ જે લોકો વિકસિત નથી... આ સંસ્કૃત અર્થ છે, આર્ય. અને શુદ્ર... આર્યન ચાર વર્ગોમાં વિભાજિત છે. સૌથી બુદ્ધિશાળી વર્ગ બ્રાહ્મણ કહેવાય છે, અને... બ્રાહ્મણોથી ઓછા મતલબ જે લોકો શાસકો છે, રાજનેતાઓ, તેઓ ક્ષત્રિયો છે. અને તેમના પછી વેપારી વર્ગ, વણીકો, ઉદ્યોગપતિઓ, શાસક વર્ગ કરતાં નીચું. અને તેના કરતાં નીચું, શુદ્ર. શુદ્ર મતલબ કામદાર, મજૂર. તો આ પદ્ધતિ નવી નથી. તે દરેક જગ્યાએ છે. જ્યાં પણ માનવ સમાજ છે, આ ચાર વર્ગના માણસો છે. ક્યારેક મને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભારતમાં જતી પ્રથા કેમ છે. આ જાતિ પ્રથા છે જ. તે સ્વભાવથી જ છે. ભગવદ ગીતા કહે છે, ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩) "ચાર વર્ગોના માણસ હોય છે. તે મારો નિયમ છે." ચાર વર્ગો કેવી રીતે છે? ગુણ કર્મ વિભાગશ: ગુણ મતલબ ગુણ, અને કર્મ મતલબ કાર્ય. જો તમારી પાસે સારા ગુણો હોય, બુદ્ધિ, બ્રાહ્મણ ગુણો... બ્રાહ્મણ ગુણો મતલબ તમે સત્ય બોલી શકો, તમે બહુ સ્વચ્છ હોવ અને તમે આત્મ-નિયંત્રિત હોવ, તમારું મન સંતુલિત હોય, તમે સહનશીલ હોવ, અને ઘણા બધા ગુણો... તમે ભગવાનમાં વિશ્વાસ કરતાં હોવ, તમે વ્યાવહારિક રીતે ગ્રંથો જાણતા હોવ. આ ગુણો ઉચ્ચ વર્ગ, બ્રાહ્મણ, માટે છે. બ્રાહ્મણનો પ્રથમ ગુણ છે કે તે સત્યવાદી હોય છે. તે તેના શત્રુની સમક્ષ પણ બધુ જ કહી દેશે. તે ક્યારેય, મારા કહેવાનો મતલબ, કશું છુપાવશે નહીં. સત્યમ. શૌચમ, બહુ જ સ્વચ્છ. એક બ્રાહ્મણ પાસે દિવસમાં ત્રણ વાર સ્નાન કરવાની અપેક્ષા રાખવામા આવે છે, અને હરે કૃષ્ણ જપ કરે છે. બહ્યાભીઅંતર, બહારથી સ્વચ્છ, અંદરથી સ્વચ્છ. આ ગુણો છે. તો... જ્યારે આ તક હોય છે, તો વેદાંત સૂત્ર, વેદાંત સલાહ આપે છે, "હવે તમે બ્રહ્મ વિશે પૃચ્છા કરવાનું શરૂ કરો." અથાતો બ્રહ્મ જિજ્ઞાસા.

અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. જ્યારે વ્યક્તિ ભૌતિક સિદ્ધિના સ્તર પર પહોંચે છે, તો તેનું પછીનું કાર્ય છે પૂછવું. જો આપણે પૂછીશું નહીં, જો આપણે બ્રહ્મ શું છે તે સમજવાનો પ્રયત્ન નહીં કરીએ, તો આપણે નિરાશ થવું જ પડશે. કારણકે ઉત્કંઠા છે, પ્રગતિની, જ્ઞાનની પ્રગતિની. જ્ઞાનની પ્રગતિનો સિદ્ધાંત છે કે, કોઈ પણ વ્યક્તિ સંતુષ્ટ ના થવો જોઈએ જ્ઞાન દ્વારા, જે પહેલેથી જ તેની પાસે છે. તેણે વધુ અને વધુ જાણવું જ જોઈએ. તો તમારા દેશમાં, વર્તમાન યુગમાં, બીજા દેશોની સરખામણીમાં, તમે ભૌતિક રીતે બહુ સરસ રીતે વિકસિત છો. હવે તમે આ બ્રહ્મ જિજ્ઞાસા ગ્રહણ કરો, પરમ નિરપેક્ષ વિશે પૃચ્છા કરો. તે પરમ નિરપેક્ષ શું છે? હું શું છે? હું પણ બ્રહ્મ છું. કારણકે હું બ્રહ્મનો અંશ છું, તેથી હું પણ બ્રહ્મ છું. જેમ કે અંશ, સોનાનું એક કણ પણ સોનું જ છે. તે બીજી કોઈ વસ્તુ નથી. તેવી જ રીતે, આપણે પણ પરમ અથવા બ્રહ્મના અંશ છીએ. જેમ કે સૂર્યપ્રકાશના કણો, તેઓ પણ સૂર્ય ગ્રહ જેટલા જ પ્રકાશિત છે, પણ તે બહુ જ નાના છે. તેવી જ રીતે, આપણે જીવો, આપણે પણ ભગવાન જેવા જ છે. પણ તેઓ સૂર્ય ગ્રહ અથવા સૂર્યદેવ જેટલા જ મોટા છે, પણ આપણે નાના અણુઓ છીએ, સૂર્યપ્રકાશના અણુઓ. આ પરમ ભગવાન અને આપણી વચ્ચેની સરખામણી છે.