GU/Prabhupada 0519 - કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ, તેઓ કોઈ છાયાચિત્ર પાછળ નથી



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

દરેક વ્યક્તિ તેની પાછળ છે કે ભગવાન શું છે, ભગવાનનો સ્વભાવ શું છે. કોઈ કહે છે કે કોઈ ભગવાન નથી, કોઈ કહે છે ભગવાન મૃત છે. આ બધા સંદેહો છે. પણ અહી કૃષ્ણ કહે છે, અસંશય. તું સંદેહરહિત થઈ જઈશ. તમે અનુભવશો, તમે પૂર્ણ રૂપે જાણશો, કે ભગવાન છે, કૃષ્ણ છે. અને તેઓ બધી શક્તિઓના સ્ત્રોત છે. તેઓ આદ્ય ભગવાન છે. આ વસ્તુઓ તમે કોઈ પણ સંદેહ વગર શિખશો. સૌ પ્રથમ વસ્તુ છે કે, આપણે દિવ્ય જ્ઞાનમાં કોઈ પ્રગતિ નથી કરતાં, આપણા સંદેહોને કારણે, સંશય: આ સંદેહો વાસ્તવિક જ્ઞાનની સંસ્કૃતિ દ્વારા દૂર કરી શકાય છે, સાચા સંગ દ્વારા, સાચી વિધિઓને અનુસરીને, સંદેહો દૂર થઈ શકે છે. તો કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ, તેઓ માનસિક પરિકલ્પનાઓની પાછળ નથી. ના. તેઓ પૂર્ણ પુરષોત્તમ ભગવાન પ્રતિ વાસ્તવિક પ્રગતિ કરી રહ્યા છે.

જેમ બ્રહ્મ સંહિતામાં કહ્યું છે, ચિંતામણી પ્રકર સદ્મસુ કલ્પ વૃક્ષ લક્ષાવૃતેશુ સુરભિર અભિપાલયંતમ (બ્ર.સં. ૫.૨૯). એક ગ્રહ છે જેને ચિંતામણી ધામ કહેવાય છે, ગોલોક વૃંદાવન. તો તે ધામમાં... જેમ ભગવદ ગીતામાં કહેલું છે, મદ ધામ. ધામ મતલબ તેમનું નિવાસસ્થાન. કૃષ્ણ કહે છે, "મારે ચોક્કસ નિવાસસ્થાન છે." આપણે કેવી રીતે ના પાડી શકીએ? તે ધામ કેવું છે? તેનું પણ ભગવદ ગીતા અને બીજા ઘણા વેદિક સાહિત્યોમાં વર્ણન કરવામાં આવેલું છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). અહી, કોઈ પણ ધામ, કોઈ પણ ગ્રહ પર તમે જાઓ... સ્પૂટનીક વિમાનથી નહીં, પ્રાકૃતિક જન્મથી પણ. કોઈ પણ ગ્રહ પર તમે જાઓ... જેમ કે આપણે આ ગ્રહ પર છીએ. પણ આપણે આ ગ્રહ પરથી જવું પડશે. તમને અહી રહેવાની અનુમતિ નથી. તમે અમેરિકન છો, તે ઠીક છે, પણ ક્યાં સુધી તમે અમેરિકન રહેશો? આ લોકો, તે સમજતા નથી. તમારે બીજા કોઈ ગ્રહ પર, બીજી કોઈ જગ્યાએ જવું જ પડશે. તમે કહી ના શકો, "ના, હું અહી જ રહીશ. મારી પાસે વિસા અથવા કાયમી નાગરિકત્વ છે." ના. તેની અનુમતિ નથી. એક દિવસ મૃત્યુ આવશે, "નીકળી જાઓ." "ના, શ્રીમાન, મારે ખૂબ મોટો વ્યાપાર છે." ના. તમારો વ્યાપાર ગયો પાણીમાં. ચલો." તમે જોયું? પણ જો તમે કૃષ્ણલોક જશો, કૃષ્ણ કહે છે, યદ ગત્વા ન નિવર્તન્તે, તમારે પાછા આવવું નહીં પડે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬).

આ પણ કૃષ્ણનું ધામ છે, કારણકે બધુ ભગવાન, કૃષ્ણ, નું છે. કોઈ સ્વામી નથી. આ દાવો કે "આ ભૂમિ, અમેરિકા, અમારી છે, યુનાઇટેડ સ્ટેટ્સની," તે ખોટો દાવો છે. તે તમારી નથી, કોઇની પણ નથી. જેમ કે અમુક વર્ષો પહેલા, ચારસો વર્ષો પહેલા, તે ભારતીયોની હતી, લાલ ભારતીયો, અને એક યા બીજી રીતે, તમે તેના પર કબજો કર્યો છે. એવું કોણ કહી શકે કે બીજા અહિયાં નહીં આવે અને કબજો નહીં કરે? તો આ બધુ ખોટો દાવો છે. વાસ્તવિક રીતે, બધુ કૃષ્ણનું છે. કૃષ્ણ કહે છે સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯): "હું બધા ગ્રહોનો, સર્વોચ્ચ સ્વામી, નિયંત્રક છું." તો બધુ તેમનું છે. પણ કૃષ્ણ કહે પણ છે કે બધુ તેમનું છે. તો બધુ જ તેમનું ધામ છે, તેમનું સ્થળ, તેમનું નિવાસસ્થાન. તો આપણે કેમ અહિયાં બદલીએ છીએ? પણ તેઓ કહે છે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ (ભ.ગી. ૧૫.૬).