GU/Prabhupada 0521 - મારી નીતિ છે રૂપ ગોસ્વામીના પદચિહ્નોનું અનુસરણ કરવું



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

કૃષ્ણ ભાવનામૃતને સમજવાનો પ્રયાસ કરો. ફક્ત આ અભ્યાસ કરીને, એક યા બીજી રીતે, તમે કૃષ્ણને આસક્ત થાઓ. કોઈક રીતે. યેન તેન પ્રકારેણ, કોઈ પણ રીતે. જેમ કે જો તમે કોઈને પ્રેમ કરો છો, કોઈ પણ રીતે, તમે તેને મેળવવાનો પ્રયાસ કરો છો... તે બહુ મુશ્કેલ નથી. આપણને યુક્તિઓ ખબર છે. એક પ્રાણી પણ, એક પ્રાણી, તે જાણે છે કે કેવી રીતે યુક્તિપૂર્વક તેની વસ્તુઓ પ્રાપ્ત કરવી. અસ્તિત્વનો સંઘર્ષ મતલબ દરેક વ્યક્તિ તેનો ધ્યેય મેળવવાનો પ્રયાસ કરે છે. ઘણા બધા, યુક્તિપૂર્વક. તો તમે પણ પ્રયાસ કરો, આ બધી ભૌતિક વસ્તુઓને બદલે, તમે કોઈક રીતે યુક્તિપૂર્વક કૃષ્ણને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. તે તમારું જીવન સફળ બનાવશે. કોઈક રીતે. મયી આસક્ત...

યેન તેન પ્રકારેણ મન: કૃષ્ણે નિવેશયેત
સર્વે વિધિ નિષેધા: સ્યૂર એતયોર એવ કિંકરા:
(ભ.ર.સિ. ૧.૨.૪)

હવે, ઘણા બધા કૃષ્ણ ભાવનામૃતમાં છે... આ વિધિ, ઘણા બધા લોકો છે. હું એક પછી એક પ્રસ્તુત કરું છું, થોડા પછી થોડું, પણ જે લોકો ભારતમાં આ કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરી રહ્યા છે, ઘણા નીતિ અને નિયમો છે. કોઈ કહે છે કે "સ્વામીજી બહુ રૂઢિચુસ્ત છે. તેમને ઘણા બધા નીતિ અને નિયમો છે," પણ મે તો એક ટકા પણ પ્રસ્તુત નથી કર્યું. એક ટકા. કારણકે તમારા દેશમાં આ બધા નીતિ અને નિયમો પ્રસ્તુત કરવા શક્ય નથી. મારી નીતિ છે રૂપ ગોસ્વામિના પદચિહ્નો પર ચાલવું. તેઓ કહે છે કે એક યા બીજી રીતે, સૌ પ્રથમ તેમને કૃષ્ણથી આસક્ત થવા દો. તે મારુ (અસ્પષ્ટ). અને નીતિ અને નિયમો, તે પછીથી કરીશું. સૌ પ્રથમ તેમને કૃષ્ણથી આસક્ત થવા દો. તો આ યોગ છે. કૃષ્ણ સમજાવી રહ્યા છે, મયી આસક્ત મના: પાર્થ. તો કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો. અને કેમ તમે કૃષ્ણથી આસક્ત ના થાઓ? ઘણી બધી સરસ વસ્તુઓ છે કૃષ્ણ ભાવનામૃતમાં. આપણી પાસે કલા છે, આપણી પાસે ચિત્રો છે, આપણી પાસે નૃત્ય છે, આપણી પાસે સંગીત છે, આપણી પાસે પ્રથમ વર્ગનું ભોજન છે, આપણી પાસે પ્રથમ વર્ગનો વેશ છે, પ્રથમ વર્ગનું સ્વાસ્થ્ય, બધુ જ પ્રથમ વર્ગનું. તે કોઈ મૂર્ખ ધૂર્ત જ હશે કે જે આ બધી પ્રથમ વર્ગની વસ્તુઓથી આસક્ત નહીં થાય. બધુ જ. અને તે જ સમયે તે સરળ પણ છે. શું કારણ છે કે કોઈએ આ વિધિથી આસક્ત ન થવું જોઈએ? કારણ છે કે તે પ્રથમ વર્ગનો ધૂર્ત છે. બસ તેટલું જ. હું તમને પ્રમાણિકપણે કહું છું. કોઈને પણ આવવા દો, મારી સાથે દલીલ કરવા દો, કે શું તે પ્રથમ વર્ગનો ધૂર્ત નથી જો તે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ નથી કરતો તો. હું તે સાબિત કરીશ. તો પ્રથમ વર્ગના ધૂર્ત ના બનો. પ્રથમ વર્ગના બુદ્ધિશાળી માણસ બનો. જેમ ચૈતન્ય ચરિતામૃતના લેખક કહે છે, કૃષ્ણ યેઈ ભજે સેઈ બડા ચતુર. જે કોઈ પણ કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરે છે, તે પ્રથમ વર્ગનો બુદ્ધિશાળી મનુષ્ય છે.

તો પ્રથમ વર્ગના મૂર્ખ ના બનો, પણ પ્રથમ વર્ગના બુદ્ધિશાળી મનુષ્ય બનો. તે મારી વિનંતી છે.

આપનો ખૂબ ખૂબ આભાર. (પ્રણામ) કોઈ પ્રશ્ન?

પેલા દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા, હવે કોઈ નહીં. કારણકે તેઓને પ્રથમ વર્ગના ધૂર્ત બની રહેવું છે, બસ તેટલું જ. તે છે... તે હકીકત છે. તો જ્યાં સુધી વ્યક્તિ બહુ બુદ્ધિશાળી નથી, તે કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર ના કરી શકે. તેમને છેતરાવું છે, આ રીતે કે બીજી રીતે. બસ તેટલું જ. કોરી વસ્તુ, સરળ વસ્તુ, અને પરિણામ બહુ જ મોટું છે - તેઓ સ્વીકાર કરવા સહમત નહીં થાય.