GU/Prabhupada 0528 - રાધારાણી કૃષ્ણની આહ્લાદીની શક્તિ છે



Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971

આજે, શ્રીમતી રાધારાણીનો જન્મ, આવિર્ભાવ દિવસ છે. કૃષ્ણજન્મના પંદર દિવસ પછી, રાધારાણી પ્રકટ થયા. (તોડ) રાધારાણી કૃષ્ણની આનંદદાયી/આહ્લાદીની શક્તિ છે. રાધા કૃષ્ણ પ્રણય વિકૃતિર આહ્લાદીની શક્તિ: ભગવાન, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, ને ભિન્ન પ્રકારની શક્તિઓ છે, જેવુ કે વેદિક સાહિત્યમાં પુષ્ટિ થયેલી છે. પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). ન તસ્ય કાર્યમ કારણમ ચ વિદ્યતે (શ્વે.ઉ. ૬.૮). પરમ ભગવાને વ્યક્તિગત રીતે કશું જ કરવાનું હોતું નથી. ન તસ્ય કાર્યમ. તેમણે કશું જ કરવાનું નથી હોતું. જેમ કે અહી આ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કે કોઈ મોટો માણસ, રાજનીતિક અધ્યક્ષ અથવા વેપારી અધ્યક્ષ; વ્યક્તિગત રીતે, તેણે કશું કરવાનું હોતું નથી. કારણકે તેની પાસે ઘણા બધા મદદનીશો, સચિવો છે, કે વ્યક્તિગત રીતે તેણે કશું કરવાનું હોતું નથી. તેવી જ રીતે, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, છ ઐશ્વર્યોથી સંપૂર્ણ, શા માટે તેમણે કશું કરવું પડે? ના. તેમની પાસે ઘણા મદદનીશો છે. સર્વત: પાણી પાદસ તત. ભગવદ ગીતામાં: "દરેક જગ્યાએ તેમના હાથ અને પગ છે." તમે જોશો કે કૃષ્ણને કશું કરવાનું હોતું નથી. તેઓ ફક્ત ગોપીઓ અને રાધારાણી સાથે આનંદ કરવામાં વ્યસ્ત છે. તેઓ રાક્ષસોને મારવામાં પ્રવૃત્ત નથી. જ્યારે કૃષ્ણ અસુરોને મારે છે, તે વાસુદેવ કૃષ્ણ છે; તે મૂળ કૃષ્ણ નથી. કૃષ્ણ પોતાને વિસ્તારીત કરે છે. પ્રથમ વિસ્તરણ છે બલદેવ. બલદેવમાથી - સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, વાસુદેવ. તો વાસુદેવ રૂપમાં તેઓ મથુરા અને દ્વારકામાં કાર્યો કરે છે. પણ કૃષ્ણ તેમના મૂળ રૂપમાં, તેઓ વૃંદાવનમાં રહે છે. બંગાળના એક મોટા કાલ્પનિક વાર્તાઓના લેખક, બંકીમચંદ્ર ચેટર્જી, તેમને કૃષ્ણની ગેરસમજ હતી, કે વૃંદાવનના કૃષ્ણ, દ્વારકાના કૃષ્ણ, અને મથુરાના કૃષ્ણ, તે અલગ અલગ વ્યક્તિઓ હતા. કૃષ્ણ એક જ છે, સમાન, પણ તેઓ પોતાને લાખો અને કરોડો રૂપોમાં વિસ્તારીત કરી શકે છે. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રુપમ આદ્યમ પુરાણ પુરુષમ (બ્ર.સં. ૫.૩૩). અદ્વૈત. જોકે અનંત રુપમ, છતાં, તેઓ આદ્યમ પુરાણ પુરુષમ, અદ્વૈત. આવો કોઈ ભેદભાવ નથી.

તો આ કૃષ્ણ, જ્યારે તેમને આનંદ કરવો છે, કયા પ્રકારનો આનંદ તેઓ કરશે? તેની શ્રીલ જીવ ગોસ્વામીએ ચર્ચા કરેલી છે. કૃષ્ણ પરમ ભગવાન છે. બ્રહ્મ, પરમાત્મા, પછી પરબ્રહ્મ. નિરપેક્ષ સત્ય, ત્રણ અલગ રૂપો. કોઈ નિરપેક્ષ સત્યનો નિરાકાર બ્રહ્મ તરીકે સાક્ષાત્કાર કરે છે. જ્ઞાનીઓ, જે લોકો નિરપેક્ષ સત્યને સમજવાની કોશિશ કરી રહ્યા છે, માનસિક તર્કો દ્વારા, તેમના પોતાના છીછરા જ્ઞાન દ્વારા, તે નિરપેક્ષ સત્યનો સાક્ષાત્કાર નિરાકાર બ્રહ્મ તરીકે કરે છે. અને જે લોકો નિરપેક્ષ સત્યને સમજવાનો પ્રયત્ન ધ્યાન દ્વારા કરે છે, યોગીઓ, તેઓ નિરપેક્ષ સત્યનો પરમાત્મા તરીકે સાક્ષાત્કાર કરે છે. પરમાત્મા દરેક વ્યક્તિના હ્રદયમાં સ્થિત છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદ દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). તે રૂપ, પરમાત્મા રૂપ. અંડાન્તરસ્થમ પરમાણુ ચયાંતરસ્થમ ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. તે પરમાત્મા રૂપ કૃષ્ણનું એક વિસ્તરણ છે. ભગવદ ગીતામાં તે કહ્યું છે, અથવા બહુનૈતેન કીમ જ્ઞાતેન તવાર્જુન એકાંશેન વિષ્ટભ્યાહમ (ભ.ગી. ૧૦.૪૨). એકાંશેન. જ્યારે કૃષ્ણ અને અર્જુન કૃષ્ણના અલગ અલગ અસ્તિત્વ વિશે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તો તેમણે બારમાં (દસમાં) અધ્યાયમાં સમજાવ્યું છે, "હું આ છું. આમાથી, હું આ છું. આમાથી..." એવી રીતે. અને તેમણે નિષ્કર્ષ આપ્યો કે "હું ક્યાં સુધી જઉં? વધુ સારું તે છે કે સમજવાની કોશિશ કાર કે ફક્ત મારા એક આંશિક વિસ્તરણથી, આ બ્રહ્માણ્ડમાં પ્રવેશ કરીને, આખું બ્રહ્માણ્ડનું સ્વરૂપ અસ્તિત્વમાં છે." એકાંશેન સ્થિતો જગત (ભ.ગી. ૧૦.૪૨). જગત. આ ભૌતિક જગત કૃષ્ણના એક અંશ પર અસ્તિત્વ ધરાવે છે. અને કૃષ્ણ પ્રવેશ કરે છે, અંડાન્તરસ્થમ પરમાણુ ચયાંતરસ્થમ, તેઓ આ બ્રહ્માણ્ડમાં પ્રવેશ કરે છે. તેમના પ્રવેશ કર્યા વગર, આ બ્રહ્માણ્ડ અસ્તિત્વમાં ના રહી શકે. જેમ કે આધ્યાત્મિક આત્માના પ્રવેશ કર્યા વગર, આ શરીર અસ્તિત્વમાં ના રહી શકે. જેવી આત્મા જતી રહે છે, તરત જ શરીર બેકાર છે. શરીર કોઈ પણ હોય એક પ્રધાન મંત્રી કે બીજું કોઈ પણ, જેવી આત્મા આ શરીરમાથી જતી રહે છે, તે એક કોડીના મૂલ્યનું પણ નથી. તેવી જ રીતે, કારણકે કૃષ્ણ આ બ્રહ્માણ્ડમાં પ્રવેશ કરે છે, તેથી બ્રહ્માણ્ડનું મૂલ્ય છે. નહીં તો તે ફક્ત જડ પદાર્થનો ગાંગડો છે; તેનું કોઈ મૂલ્ય નથી. એકાંશેન સ્થિતો જગત.