GU/Prabhupada 0542 - ગુરુની તે યોગ્યતા શું છે? કેવી રીતે દરેક વ્યક્તિ ગુરુ બની શકે?



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

તો કૃષ્ણ કહે છે કે આચાર્યમ મામ વિજાનીયાન (શ્રી.ભા. ૧૧.૧૭.૨૭) "તમે આચાર્યને મારી જેમ સ્વીકાર કરો." કેમ? હું જોઉ છે કે તે એક માણસ છે. તેના પુત્રો તેને પિતા કહે છે, અથવા તે માણસ જેવો લાગે છે, તો કેમ તેને ભગવાન જેટલો જ શ્રેષ્ઠ માનવો જોઈએ? કારણકે તે ભગવાન બોલે છે તે જ બોલે છે, બસ તેટલું જ. તેથી. તે કોઈ ફેરબદલ નથી કરતો. જેમ કે ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). ગુરુ કહે છે કે તમે કૃષ્ણ અથવા ભગવાનને શરણાગત થાઓ. તે જ શબ્દો. ભગવાન કહે છે મન્મના ભવ મદભકતો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). ગુરુ કહે છે કે તમે હમેશા કૃષ્ણ વિશે વિચારો, તમે તેમને શરણાગત થાઓ, તમે તેમને પ્રાર્થના કરો, તેમના ભક્ત બનો. કોઈ ફેરબદલ નથી. કારણકે જે પરમ ભગવાન કહે છે, તે જ તે કહે છે, તેથી તે ગુરુ છે. ભલે તમે જુઓ કે તે ભૌતિક રીતે જન્મેલો છે, તેનું વર્તન બીજા માણસો જેવુ જ છે. પણ કારણકે તે વેદોમાં કહેલું તે જ સત્ય કહે છે, અથવા પરમ ભગવાન દ્વારા, તેથી તે ગુરુ છે. કારણકે તે માનસિક ધારણાઓ પ્રમાણે કોઈ ફેરબદલ નથી કરતો, તેથી તે ગુરુ છે. તે વ્યાખ્યા છે. તે બહુ સરળ છે. ચૈતન્ય મહાપ્રભુએ દરેકને ગુરુ બનવા માટે કહ્યું છે. દરેક. કારણકે ગુરુની જરૂર છે. દુનિયા ધૂર્તોથી ભરેલી છે, તેથી ઘણા બધા ગુરુઓની જરૂર છે તેમને શીખવાડવા માટે.

પણ ગુરુની યોગ્યતા શું છે? કેવી રીતે દરેક વ્યક્તિ ગુરુ બની શકે? આ પ્રશ્ન થઈ શકે છે, આગલો પ્રશ્ન. કારણકે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, આમાર આજ્ઞાય ગુરુ હય તાર એઈ દેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). એઈ દેશ મતલબ જ્યાં પણ તમે રહો છો, તમે ગુરુ બનો અને તેમનો ઉદ્ધાર કરો. ધારો કે તમે એક નાનકડા પ્રદેશમાં રહો છો, તમે તે પ્રદેશના ગુરુ બની શકો છો અને તેમનો ઉદ્ધાર કરી શકો છો. "તે કેવી રીતે શક્ય છે? મારી પાસે કોઈ શિક્ષા નથી, કોઈ જ્ઞાન નથી. કેવી રીતે હું ગુરુ બની શકું અને તેમનો ઉદ્ધાર કરી શકું?" ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે તે સહેજ પણ મુશ્કેલ નથી. યારે દેખ તારે કહ 'કૃષ્ણ' ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). આ તમારી યોગ્યતા છે. જો તમે ફક્ત કૃષ્ણનો સંદેશ પ્રસ્તુત કરો છો, તમે ગુરુ બની જાઓ છો. કૃષ્ણે કહ્યું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તમે પ્રચાર કરો, તમે દરેકને વિનંતી કરો, "શ્રીમાન, તમે કૃષ્ણને શરણાગત થાઓ." તમે ગુરુ બની જાઓ છો. બહુ જ સરળ વસ્તુ. કૃષ્ણે કહ્યું છે, મન્મના ભાવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). તમે કહો કે "તમે કૃષ્ણના ભક્ત બનો, કૃષ્ણને પ્રણામ કરો. અહિયાં મંદિર છે; અહિયાં કૃષ્ણ છે. કૃપા કરીને અહી આવો. તમારા પ્રણામ અર્પણ કરો, અને જો તમે કરી શકો તો તમે પત્રમ પુષ્પમ ફલમ તોયમ (ભ.ગી. ૯.૨૬). તમે અર્પણ ના કરો.... પરંતુ તે બહુ જ સરળ છે. કોઈ પણ એક નાનકડું ફૂલ, એક નાનું ફળ, થોડું પાણી તો લાવી જ શકે છે. તે સહેજ પણ મુશ્કેલ નથી."

તો આ છે ગુરુની યોગ્યતા. ગુરુ કોઈ જાદુ નથી બતાવતો કે કોઈ અદ્ભુત વસ્તુઓ ઉત્પન્ન નથી કરતો કે જેથી તે ગુરુ બની જાય. તો વ્યવાહારિક રીતે મે આ કર્યું છે. લોકો મને શ્રેય આપે છે કે મે ચમત્કારો કર્યા છે. પણ મારો ચમત્કાર છે કે મે ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ આપ્યો છે: યારે દેખ તારે કહ 'કૃષ્ણ' ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮) તો આ છે રહસ્ય. તો તમારામાથી કોઈ પણ, તમે ગુરુ બની શકો છો. એવું નથી કે હું એક અસાધારાણ માણસ છું, એક અસાધારાણ ભગવાન કોઈક ભેદી જગ્યાએથી આવતો. એવું નથી - તે બહુ જ સરળ વસ્તુ છે.