GU/Prabhupada 0541 - જો તમે મને પ્રેમ કરો, મારા કુતરાને પ્રેમ કરો



Sri Vyasa-puja -- Hyderabad, August 19, 1976

તમે ભગવાનના શબ્દોનું અર્થઘટન ના કરી શકો. તે શક્ય નથી. અને ધર્મ મતલબ ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). તમે તમારા ઘરે એક પ્રકારની ધાર્મિક પદ્ધતિનું નિર્માણ ના કરી શકો. તે ધૂર્તતા છે, તે અર્થહીન છે. ધર્મ મતલબ સાક્ષાદ ભગવત પ્રણિતમ. જેમ કે કાયદો. કાયદો મતલબ સરકાર દ્વારા આપવામાં આવેલો. તમે ઘરે કાયદો બનાવી ના શકો. ધારો કે રસ્તા ઉપર, સામાન્ય બુદ્ધિ, સરકારનો કાયદો છે કે જમણી બાજુ રાખો અથવા ડાબી બાજુ રાખો. તમે ના કહી શકો "એમાં શું ખોટું છે કે જો હું જમણી કે ડાબી બાજુ રાખું?" ના, તમે ના કરી શકો. તો તમે દોષી થશો. તેવી જ રીતે, અત્યારે... અત્યારે નહીં - અનંતકાળથી, ઘણા બધી ધાર્મિક પદ્ધતિઓ છે. ઘણી બધી. પણ વાસ્તવિક ધાર્મિક પદ્ધતિ છે કે જે ભગવાન કહે છે અથવા કૃષ્ણ કહે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). આ ધર્મ છે. સરળ. તમે ધર્મનું નિર્માણ ના કરી શકો.

તેથી શ્રીમદ ભાગવતમમાં, શરૂઆત છે, ધર્મ: પ્રોઝ્ઝિત કૈતવો અત્ર પરમો નિર્મત્સરાણામ (શ્રી.ભા. ૧.૧.૨). તો... કોઈ વ્યક્તિ ઈર્ષા કરી શકે છે, કે આ વ્યક્તિએ બહુ શિષ્યો સુશોભિત કર્યા છે અને તેઓ પ્રાર્થના અને પૂજા કરી રહ્યા છે. ના, તે પદ્ધતિ નથી. ઈર્ષા ના કરો... આચાર્યમ મામ વિજાનીયાન નાવમન્યેત કરહિચિત (શ્રી.ભા. ૧૧.૧૭.૨૭). આચાર્ય ભગવાનનો પ્રતિનિધિ છે. યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો. જો તમે પ્રાર્થના કરશો, આચાર્યને માન આપશો, તો કૃષ્ણ, પૂર્ણ પુરષોત્તમ ભગવાન પ્રસન્ન થશે. તો તેમને પ્રસન્ન કરવા માટે તમારે તેમના પ્રતિનિધિને પ્રસન્ન કરવા પડે. "જો તમે મને પ્રેમ કરો છો, મારા કુતરાને પ્રેમ કરો." અને ભગવદ ગીતામાં તે કહ્યું છે આચાર્યોપાસનમ (ભ.ગી. ૧૩.૮-૧૨). આચાર્યોપાસનમ. આપણે આચાર્યની પૂજા કરવી જ પડે.

યસ્ય દેવે પરા ભક્તિર
યથા દેવે તથા ગુરૌ
તસ્યૈતે કથિતા હી અર્થ:
પ્રકાશન્તે મહાત્મન:
(શ્વે.ઉ. ૬.૨૩)

આ વેદિક મંત્ર છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવાભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨).

તસ્માદ ગુરૂમ પ્રપદ્યેત
જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ
શબ્દે પરે ચ નિષ્ણાતમ
બ્રહમણિ ઉપશમાશ્રયમ
(શ્રી.ભા. ૧૧.૩.૨૧)

તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા (ભ.ગી. ૪.૩૪). તો આ આજ્ઞાઓ છે. ગુરુ પરંપરા પદ્ધતિથી જ આવતો હોવો જોઈએ. તો તે પ્રામાણિક છે. નહિતો તે ધૂર્ત છે. પરંપરા પદ્ધતિથી જ આવતો હોવો જોઈએ, અને તદ વિજ્ઞાનાર્થમ સમજવા માટે, દિવ્ય જ્ઞાન, તમારે ગુરુની પાસે જવું જ પડે. તમે એવું ના કહી શકો કે "હું ઘરે સમજી શકું છું." ના. તે શક્ય નથી. તે બધા શાસ્ત્રોની આજ્ઞા છે. તસ્માદ ગુરૂમ પ્રપદ... કોને ગુરુની જરૂર છે? ગુરુ એક ફેશન નથી જેમ કે તમે એક કૂતરો રાખો છો ફેશન માટે, આધુનિક સમાજ, તેવી જ રીતે રીતે આપણે ગુરુ રાખીએ. ના, તેવું નહીં. કોને ગુરુની જરૂર છે? તસ્માદ ગુરૂમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). જે વ્યક્તિ આધ્યામિક આત્માનું વિજ્ઞાન સમજવા માટે વાસ્તવિક રીતે ગંભીર છે. તદ વિજ્ઞાનમ. ઓમ તત સત. તેને ગુરુની જરૂર છે. ગુરુ એક ફેશન નથી.