GU/Prabhupada 0547 - મે વિચાર્યું હતું 'પહેલા હું ખૂબ ધનવાન માણસ બનીશ; પછી હું પ્રચાર કરીશ'



Lecture -- New York, April 17, 1969

પ્રભુપાદ: બધુ બરાબર છે?

ભક્તો: જય.

પ્રભુપાદ: હરે કૃષ્ણ. (મંદહાસ્ય) આરાધીતો યદિ હરિસ તપસા તત: કિમ (નારદ પંચરાત્ર). ગોવિંદમ આદિ પુરુષને હરિ કહેવાય છે. હરિ મતલબ "જે તમારા બધા દુખો હરી લે છે (દૂર કરે છે)." તે હરિ છે. હર. હર મતલબ લઈ લેવું. હરતે. તો જેમ કે ચોર લઈ લે છે, પણ તે ભૌતિક દ્રષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ લઈ લે છે, ક્યારેક કૃષ્ણ પણ ભૌતિક રીતે મૂલ્યવાન વસ્તુઓ લઈ લે છે ફક્ત તમારા પર વિશેષ કૃપા કરવા માટે. યસ્યાહમ અનુઘ્રણામી હરિષ્યે તદ ધનમ શનૈ: (શ્રી.ભા. ૧૦.૮૮.૮). યુધિષ્ઠિર મહારાજે કૃષ્ણને પૂછ્યું કે "અમે ખૂબ પુણ્યશાળી છીએ. મારા ભાઈઓ મહાન યોદ્ધા છે, મારી પત્ની સાક્ષાત લક્ષ્મી છે, અને બધાની ઉપર, તમે અમારા વ્યક્તિગત મિત્ર છો. તો આ કેવી રીતે કે અમે બધુ ગુમાવી દીધું? (મંદહાસ્ય) અમે અમારું રાજ્ય ગુમાવી દીધું, અમે અમારી પત્ની ગુમાવી દીધી, અમે અમારી પ્રતિષ્ઠા ગુમાવી દીધી - બધુ જ." તો આના જવાબમાં, કૃષ્ણ કહે છે, યસ્યાહમ અનુઘ્રણામી હરિષ્યે તદ ધનમ શનૈ: "મારી પહેલી કૃપા છે કે હું મારા ભક્તનું બધુ ધન લઈ લઉં છું." તેથી લોકો કૃષ્ણ ભાવનામૃતમાં આવવા માટે બહુ ઉત્સાહી નથી હોતા. પણ તેઓ તે કરે છે. જેમ કે પાંડવો શરૂઆતમાં મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા હતા, પણ પછીથી તેઓ સૌથી ઉન્નત વ્યક્તિઓ બન્યા હતા સમસ્ત ઇતિહાસમાં. તે કૃષ્ણની કૃપા છે. શરૂઆતમાં, તેઓ તે કરી શકે છે કારણકે આપણને આસક્તિ છે આપણી ભૌતિક ઉપલબ્ધિઓ પ્રત્યે.

તો તે મારો વ્યક્તિગત અનુભવ છે. શરૂઆતમાં, જ્યારે મારા ગુરુ મહારાજે મને આદેશ આપ્યો, મે વિચાર્યું કે "સૌ પ્રથમ હું બહુ જ ધની માણસ બની જઈશ; પછી હું પ્રચાર કરીશ." (હસે છે) તો હું વેપારમાં ઘણું સારું કરતો હતો. વેપારી વર્તુળમાં, મારુ ઘણું સારું નામ હતું, અને જેની સાથે હું વેપાર કરતો હતો, તેઓ ખૂબ સંતુષ્ટ હતા. પણ કૃષ્ણએ એવી યુક્તિ કરી કે તેમણે બધુ તોડી નાખ્યું, અને તેમણે મને સન્યાસ લેવા પર મજબૂર કર્યો. તો તે હરિ છે. જેથી મારે તમારા દેશમાં ફક્ત સાત ડોલર લઈને આવવું પડ્યું. તો તે લોકો આલોચના કરે છે, "સ્વામી અહિયાં કોઈ ધન વગર આવ્યા હતા. હવે તેઓ ખૂબ જ ધનવાન છે." (મંદહાસ્ય) તો તેઓ પાછળની બાજુ લે છે, પાછળની બાજુ, તમે જોયું? પણ આ વસ્તુ છે... અવશ્ય, મને લાભ થયો છે. મે મારુ ઘર છોડયું, મારા સંતાનો અને બધુ જ. હું અહી દરિદ્ર તરીકે આવ્યો હતો, સાત ડોલર સાથે. તે કોઈ ધન નથી. પણ હવે મારી પાસે મોટી સંપત્તિ છે, સેંકડો બાળકો. (હાસ્ય) અને મારે તેમના ભરણપોષણ માટે વિચારવાનું નથી. તેઓ મારા વિશે વિચારે છે. તો તે કૃષ્ણની કૃપા છે. શરૂઆતમાં, તે બહુ કડવું લાગે છે. જ્યારે મે સન્યાસ લીધો, જ્યારે હું એકલો રહેતો હતો, મને બહુ કડવું લાગતું હતું. હું, ક્યારેક હું વિચારતો હતો, "શું મે (સન્યાસ) સ્વીકારીને કઈ ખોટું તો નથી કર્યું ને?" તો જ્યારે હું દિલ્હીથી બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન) પ્રકાશિત કરતો હતો, એક દિવસે એક બળદે મને લાત મારેલી, અને હું ફૂટપાથ પર પડી ગયેલો અને મને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. હું એકલો હતો. તો હું વિચારતો હતો, "આ શું છે?" તો મે ઘણા વિપરીત દિવસો જોયા છે, પણ તે બધુ સારા માટે હતું. તો અતિ ભારે દુખોથી ભય ના પામો. તમે જોયું? આગળ ચાલ્યા જાઓ. કૃષ્ણ તમને સુરક્ષા પ્રદાન કરશે. તે ભગવદ ગીતામાં કૃષ્ણનું વચન છે. કૌંતેય પ્રતિજાનીહી ન મે ભક્ત: પ્રણશ્યતિ: (ભ.ગી. ૯.૩૧) "કૌંતેય, મારા પ્રિય કુંતીપુત્ર, અર્જુન, તું સમસ્ત સંસારમાં ઘોષણા કરી શકે છે કે મારા ભક્તોનો ક્યારેય નાશ નથી થતો. તું તે ઘોષણા કરી શકે છે." અને કેમ તેઓ અર્જુનને ઘોષણા કરવાનું કહી રહ્યા છે? કેમ તેઓ સ્વયમ નથી કરતાં? તેની પાછળ અર્થ છે. કારણકે જો તેઓ વચન આપે, એવા કિસ્સાઓ છે જ્યારે તેમણે ક્યારેક વચન તોડ્યું છે. પણ જો એક ભક્ત વચન આપે, તે ક્યારેય નહીં તૂટે. કૃષ્ણ સુરક્ષા આપશે; તેથી તેઓ તેમના ભક્તને કહે છે કે "તું ઘોષણા કર." તૂટવાનો કોઈ પ્રશ્ન જ નથી. કૃષ્ણ એટલા દયાળુ છે કે ક્યારેક તેઓ તેમનું વચન તોડે છે, પણ જો તેમનો ભક્ત વચન આપે છે, તે અત્યંત કાળજીપૂર્વક ધ્યાન રાખે છે કે તેમના ભક્તનું વચન ભંગ ના થાય. તે કૃષ્ણની કૃપા છે.