GU/Prabhupada 0549 - યોગનો સાચો હેતુ છે ઇન્દ્રિયોનું નિયંત્રણ

From Vanipedia


યોગનો સાચો હેતુ છે ઇન્દ્રિયોનું નિયંત્રણ
- Prabhupāda 0549


Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

તમાલ કૃષ્ણ: "... ઇન્દ્રિયો, વ્યક્તિ તેમના પ્રત્યે આસક્તિ કેળવે છે, અને આવી આસક્તિમાથી વાસના વિકસિત થાય છે, અને વાસનામાથી ક્રોધ ઉદભવે છે (ભ.ગી. ૨.૬૨)." તાત્પર્ય. "જે કૃષ્ણ ભાવનાભાવિત નથી તે ભૌતિક ઈચ્છાઓ હેઠળ છે ઇન્દ્રિયના વિષયો પર ચિંતન કરતો. ઇન્દ્રિયોને વાસ્તવિક પ્રવૃતિની જરૂર હોય છે, અને જો તેમણે ભગવાનની પ્રેમમય દિવ્ય સેવામાં ના જોડવામાં આવે, તે ચોક્કસ ભૌતિકતાની સેવામાં પ્રવૃત રહેવાનુ શોધશે.

પ્રભુપાદ: હા. આ યોગ પદ્ધતિનું રહસ્ય છે. યોગ ઇન્દ્રિય સંયમ. યોગનો સાચો હેતુ છે ઇન્દ્રિય નિયંત્રણ. આપણા ભૌતિક કાર્યો મતલબ ઇન્દ્રિયોને એક ચોક્કસ વસ્તુ કે આનંદમાં પ્રવૃત્ત કરવું. તે આપણી ભૌતિક પ્રવૃતિ છે. અને યોગ પદ્ધતિ મતલબ તમારે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી પડે અને તેમને ભૌતિક આનંદ, અથવા ભૌતિક આનંદ અને પીડાઓમાથી વિરક્ત કરવી પડે, અને બદલવી પડે, તેને તમારી અંદર રહેલા પરમાત્મા વિષ્ણુ તરફ કેન્દ્રિત કરવી. તે યોગનો સાચો હેતુ છે. યોગનો અર્થ નથી... અવશ્ય, શરૂઆતમાં ઘણા નીતિ અને નિયમો છે, બેસવાનું આસન, મનને નિયંત્રણમાં લાવવું. પણ તે અંતિમ નથી. અંત છે ભૌતિક પ્રવૃત્તિ બંધ કરવી અને આધ્યાત્મિક પ્રવૃત્તિ શરૂ કરવી. તો અહી તે સમજાવેલું છે. વાંચતાં જાઓ.

તમાલ કૃષ્ણ: "ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ, શિવજી અને બ્રહ્માજી પણ - સ્વર્ગીય ગ્રહોના બીજા દેવતોનું તો શું કહેવું - તેઓ બધા ઇન્દ્રિય વિષયોની અસર હેઠળ છે."

પ્રભુપાદ: ઇન્દ્રિય વિષયો, હા.

તમાલ કૃષ્ણ: "ઇન્દ્રિય વિષયો. અને કૃષ્ણ ભાવનામૃત એક જ રસ્તો છે ભૌતિક અસ્તિત્વના આ ગૂંચવાડામાથી બહાર નીકળવા માટે."

પ્રભુપાદ: તે વેદિક સાહિત્યોમાથી શીખવામાં આવે છે કે... અવશ્ય, તેઓ આપણને બતાવે છે, શિવજી, બ્રહ્માજી, તેઓ ક્યારેક ઇન્દ્રિય વિષયોથી આકર્ષિત થાય છે. જેમ કે બ્રહ્માજી, તેમની પુત્રી સરસ્વતી... સરસ્વતી નારીત્વની પૂર્ણ સુંદરતા ગણાય છે, સરસ્વતી. તો બ્રહ્માજી તેમની પુત્રીની સુંદરતાથી આકર્ષિત થયા ફક્ત આપણને બતાવવા માટે કે બ્રહ્માજી જેવી વ્યક્તિઓ પણ મોહિત થઈ શકે છે. આ માયા ખૂબ જ બળવાન છે. તેઓ ભૂલી ગયા કે "તે મારી પુત્રી છે." પછી તેના પશ્ચાતાપ માટે, બ્રહ્માએ તેમનું શરીર છોડવું પડ્યું. આ કથાઓ શ્રીમદ ભાગવતમમાં છે. તેવી જ રીતે, શિવજી પણ, જ્યારે કૃષ્ણ તેમની સમક્ષ મોહિની-મુર્તિમાં આવ્યા... મોહિની-મુર્તિ... મોહિની મતલબ સૌથી વધુ મોહિત કરે તેવું, સુંદર નારીત્વનું રૂપ. શિવજી પણ તેમની પાછળ પાગલ થઈ ગયા. તો જ્યાં પણ તે જતી હતી, શિવજી તેનો પીછો કરતાં હતા. અને તે કહેલું છે કે મોહિની-મુર્તિનો પીછો કરતી વખતે, શિવજીને વીર્યસ્ખલન થયું. તો આ ઉદાહરણો છે. જેમ કે ભગવદ ગીતામાં કહ્યું છે, દૈવી હી એષા ગુણમયી મમ માયા દૂરત્યયા (ભ.ગી. ૭.૧૪). આખી ભૌતિક શક્તિ આપણને દરેકને મોહિત કરે છે, તેની સુંદરતા દ્વારા, નારીત્વનું સૌંદર્ય. વાસ્તવમાં, કોઈ સૌંદર્ય નથી. તે ભ્રમ છે. શંકરાચાર્ય કહે છે કે "તમે આ સૌંદર્ય પાછળ છો, પણ તમે તે સૌંદર્યનું વિશ્લેષણ કર્યું છે? તે સૌંદર્ય શું છે?" એતદ રક્ત માંસ વિકારમ. તે ફક્ત આપણા વિદ્યાર્થીઓ, ગોવિંદ દાસી અને નર-નારાયાણ, જે પ્લાસ્ટર ઓફ પેરિસનો આકાર આપે છે, તેવું છે. અત્યારે, કોઈ આકર્ષણ નથી. પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસ જ્યારે તે સરસ રીતે રંગવામાં આવશે, તે બહુ જ આકર્ષક લાગશે. તેવી જ રીતે, આ શરીર તે રક્ત અને માંસ અને નાડીઓનો સમૂહ છે. જો તમે તમારા શરીરના ઉપરના ભાગને કાપશો, જેવુ તમે અંદર જોશો, બહુ જ દુર્ગંધ મારતી ભયાનક વસ્તુઓ મળશે. પણ બાહરી રીતે માયાના ભ્રામિક રંગ દ્વારા એટલું સરસ રીતે રંગવામાં આવ્યું છે, ઓહ, તે બહુ જ આકર્ષક લાગે છે. અને તે આપણી ઇન્દ્રિયોને આકર્ષે છે. તે આપણા બંધનનું કારણ છે.