GU/Prabhupada 0556 - આત્મ-સાક્ષાત્કારની પહેલી સમજણ છે કે, આત્મા શાશ્વત છે



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

પ્રભુપાદ: ભૌતિક વ્યક્તિ તેઓ સમજી નથી શકતા કે ભવિષ્ય શું છે. તેઓ વિચારે છે કે શરીર જ સર્વસ્વ છે. "આપણને આ શરીર છે, અને જ્યારે તે સમાપ્ત થઈ જશે, બધુ જ સમાપ્ત થઈ જશે." આ પ્રશ્નોની આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે. પણ વાસ્તવમાં તેવું નથી. આ આત્મ-સાક્ષાત્કારની પહેલી સમજ છે, કે આત્મા શાશ્વત છે, તે આ શરીરના વિનાશ પછી વિનાશ નથી થતું. આ આત્મ-સાક્ષાત્કારની શરૂઆત છે. તો આ લોકો તે જાણતા નથી. તેઓ તેની દરકાર નથી કરતાં. તે તેમની ઊંઘ છે. તે તેમની દુખમય અવસ્થા છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "તે ભૌતિક પ્રતિક્રિયાઓથી વિચલિત થયા વગર તેના આત્મ-સાક્ષાત્કારના કાર્યો કરતો રહે છે." ૭૦: "એક વ્યક્તિ કે જે ઈચ્છાઓના અવિરત પ્રવાહ, કે જે નદીના સાગરમાં પ્રવેશની જેમ હોય છે, તેનાથી વિચલિત નથી થતો, કે જે હમેશા ભરાતું રહે છે પણ છતાં તેમનું તેમ જ રહે છે, ફક્ત તે જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે, અને તે મનુષ્ય નહીં કે જે આવી ઈચ્છાઓની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરે છે."

પ્રભુપાદ: હવે, અહિયાં છે... એક ભૌતિક વ્યક્તિ, તેને તેની ઈચ્છાઓ છે. ધારોકે તે કોઈ વેપાર કરી રહ્યો છે, તે ધન કમાઈ રહ્યો છે. તો તે તેની ઈચ્છાઓ ભૌતિક રીતે પૂર્ણ કરી રહ્યો છે. પણ એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, ધારોકે તે તે જ રીતે કરી રહ્યો છે, તે પણ યોજના બનાવી રહ્યો છે કે અથવા કૃષ્ણ ભાવનામૃત પાછળ કરી રહ્યો છે. તો આ બે અલગ કાર્યોના વર્તુળ એક જ સ્તર પર નથી. આગળ વધો.

તમાલ કૃષ્ણ: ૭૦: "એક વ્યક્તિ કે જે... ૭૧: "એક વ્યક્તિ કે જેણે ઇન્દ્રિય તૃપ્તિની બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે ઈચ્છાઓથી મુક્ત રીતે જીવે છે, જેણે સ્વામિત્વની બધી જ ભાવના છોડી દીધી છે અને જે મિથ્યા અહંકારથી મુક્ત છે, ફક્ત તે જ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે."

પ્રભુપાદ: હા. તો જે વ્યક્તિએ ઇન્દ્રિય તૃપ્તિ માટેની બધી જ ઈચ્છાઓ છોડી દીધી છે. આપણે ઈચ્છાઓને મારવાની નથી. તમે કેવી રીતે મારી શકો? ઈચ્છા જીવનો શાશ્વત સંગી છે. તે જીવનું લક્ષણ છે. કારણકે હું જીવ છું, તમે જીવ છો, તમને ઈચ્છા છે, મને ઈચ્છા છે. આ ટેબલ નહીં. આ ટેબલને કોઈ જીવન નથી; તેથી તેની કોઈ ઈચ્છા નથી. ટેબલ એવું કહી ના શકે કે "હું અહિયાં કેતા બધા મહિનાઓથી ઉભેલો છું. કૃપા કરીને બીજી જગ્યાએ ખસેડો." ના. કારણકે તેને કોઈ ઈચ્છા નથી. પણ જો હું અહિયાં ત્રણ કલાકથી બેઠેલો છું, ઓહ, હું કહીશ, "ઓહ, હું થાકી ગયો છું. મને અહિયાંથી... કૃપા કરીને મને બીજી જગ્યાએ લઈ જાઓ." તો ઈચ્છા તો હોય જ કારણકે આપણે જીવ છીએ. આપણે ઈચ્છાની પ્રવૃત્તિ બદલવાની છે. જો આપણે ઈચ્છાને ઇન્દ્રિય તૃપ્તિમાં સંલગ્ન કરીશું, તે ભૌતિક છે. પણ જો આપણે આપણી ઇચ્છાને કૃષ્ણ વતી કાર્ય કરાવીશું, તે છે આપણી, આપણે ઈચ્છાઓમાથી મુક્ત થઈએ છીએ. આ માપદંડ છે.

તમાલ કૃષ્ણ: ૭૨: "તે આધ્યાત્મિક અને ભગવદ જીવનનો માર્ગ છે, જે પ્રાપ્ત કર્યા પછી માણસ વિચલિત નથી થતો. આવી રીતે સ્થિત થયા પછી, મૃત્યુના સમયે પણ, વ્યક્તિ ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે." તાત્પર્ય: "વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃત અથવા દિવ્ય જીવન તરત જ, એક સેકંડમાં પ્રાપ્ત કરી શકે છે, અથવા વ્યક્તિ જીવનની આ અવસ્થા લાખો જન્મો પછી પણ ના પ્રાપ્ત કરી શકે."

પ્રભુપાદ: ઘણી વાર પ્રશ્નો હોય છે કે "કેટલો સમય લાગે કૃષ્ણ ભાવનાભાવિત થવા માટે? મે જવાબ પણ આપ્યો છે, કે એક સેકંડમાં તે થઈ શકે છે. તે જ વસ્તુ અહી સમજાવવામાં આવેલી છે. આગળ વધો.