GU/Prabhupada 0555 - આધ્યાત્મિક સમજણના વિષયમાં ઊંઘવું



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

પ્રભુપાદ: આપણી નીતિ છે તત-પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તમે ઇન્દ્રિયોના કાર્યોને શુદ્ધ કરી શકો છો, કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરીને. પછી ઇન્દ્રિયો તમને પરેશાન નહીં કરે. જો તમારે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું હોય, તમારે સૌ પ્રથમ જીભનું નિયંત્રણ કરવું પડે. પછી તમે બીજી ઇન્દ્રિયોનું નિયંત્રણ સરળતાથી કરી શકશો. તો જો તમે જીભને હરે કૃષ્ણ જપ અને કૃષ્ણ પ્રસાદમના આસ્વાદનની પ્રવૃત્તિ આપશો - તમે જોશો કે તમારી બીજી ઇન્દ્રિયો આપમેળે નિયંત્રિત થાય છે. આ ઇન્દ્રિય નિયંત્રણની ચાવી છે, જીભ. અને જો તમે જીભને વિશેષાધિકાર અને ભોગવિલાસ આપશો, તમે ક્યારેય બીજી ઇન્દ્રિયોને નિયંત્રિત નહીં કરી શકો. આ ઇન્દ્રિય નિયંત્રણનું રહસ્ય છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: ૬૯: "જે બીજા જીવો માટે રાત્રિ છે તે આત્મ-સંયમી માટે દિવસ છે, અને જે બીજા જીવો માટે દિવસ છે તે આત્મસાક્ષાત્કારી મનુષ્ય માટે રાત્રિ છે." તાત્પર્ય: "બુદ્ધિશાળી મનુષ્યોના બે વર્ગો હોય છે. એક ઇન્દ્રિય તૃપ્તિ માટેના ભૌતિક કાર્યોમાં બુદ્ધિશાળી છે, અને બીજો આત્મનિરીક્ષણ કરવાવાળો છે અને આત્મસાક્ષાત્કારની કેળવણી તરફ જાગૃત છે. આત્મ-નિરીક્ષણ કરવાવાળા વ્યક્તિના કાર્યો અથવા વિચારશીલ મનુષ્યના કાર્યો ભૌતિક રીતે લીન વ્યક્તિઓ માટે રાત્રિ છે. ભૌતિક વ્યક્તિ તેના આત્મસાક્ષાત્કારના અજ્ઞાનને કારણે આવી રાત્રિ દરમ્યાન ઊંઘતો રહે છે. જો કે, આત્મ-નિરીક્ષણ કરવાવાળો વ્યક્તિ, ભૌતિક વ્યક્તિની રાત્રિ દરમ્યાન સજાગ રહે છે."

પ્રભુપાદ: રાત્રિ મતલબ જ્યારે લોકો સૂઈ જાય છે, અને દિવસ મતલબ જ્યારે તેઓ જાગૃત હોય છે. આ દિવસ અને રાત્રિની સમજ છે. તો જે, ભૌતિક વ્યક્તિઓ, તો આધ્યાત્મિક સમજની બાબતમાં ઊંઘતા હોય છે. તો તેથી આપણે ભૌતિક વ્યક્તિના દિવસ દરમ્યાન જે કાર્યો જોઈએ છીએ, વાસ્તવમાં તે રાત્રિ છે. આધ્યાત્મિક વ્યક્તિ માટે, તેઓ જુએ છે કે આ લોકો, તે લોકો પાસે આત્મ-સાક્ષાત્કાર માટે સુવિધા છે, આ મનુષ્ય જીવન. કેવી રીતે તેઓ ઊંઘવામાં નષ્ટ કરી રહ્યા છે. અને ભૌતિક વ્યક્તિઓ, તેઓ જુએ છે, "ઓહ, આ કૃષ્ણ ભાવનામૃત યુવાન છોકરાઓ, તેમણે બધુ છોડી દીધું છે અને તેઓ હરે કૃષ્ણ જપ કરી રહ્યા છે. કેવું અર્થહીન. તેઓ ઊંઘી રહ્યા છે." તો તમે જોયું? તો ભૌતિક વ્યક્તિની દ્રષ્ટિમાં, આ કાર્યો રાત્રિ છે, ઊંઘવું. અને આત્મ-સાક્ષાત્કારી વ્યક્તિ માટે, આ કાર્યો ઊંઘવું છે. તમે જોયું? બિલકુલ ઊલટું. તેઓ કૃષ્ણ ભાવનામૃત વ્યક્તિને સમયનો બગાડ તરીકે જુએ છે અને કૃષ્ણ ભાવનામૃત વ્યક્તિ તેમને સમયનો બગાડ તરીકે જુએ છે. આ પરિસ્થિતી છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "આવા ઋષિઓ આધ્યાત્મિક સંસ્કૃતિના ધીમા વિકાસમાં દિવ્ય આનંદ અનુભવે છે, જ્યારે ભૌતિક કાર્યોમાં મનુષ્ય, આત્મ-સાક્ષાત્કારમાં ઊંઘતો હોવાના કારણે, અલગ અલગ ઇન્દ્રિય તૃપ્તિના સ્વપ્ન જુએ છે."

પ્રભુપાદ: હા. તેઓ સ્વપ્ન જોઈ રહ્યા છે, "હવે આપણે આ કરીશું. આગલી વખતે, હું આ મેળવીશ. આગલી વખતે, મને આ મળશે. આગલી વખતે, હું તે શત્રુને મારી નાખીશ. આગલી વખતે, હું આ કરીશ." તેઓ તેમ યોજના બનાવી રહ્યા છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "... તેની નિદ્રાવસ્થામાં ક્યારેક સુખ અને ક્યારેક દુખ અનુભવતો. આત્મ-નિરીક્ષણ કરવાવાળો માણસ હમેશા ભૌતિક સુખ અને દુખથી એક સમાન હોય છે."

પ્રભુપાદ: આત્મ-નિરીક્ષણ કરવાવાળો માણસ જે આત્મ-સાક્ષાત્કાર પાછળ છે, તે બહુ સારી રીતે જાણે છે, "ધારોકે હું ભવિષ્યમાં ફલાણો ફલાણો વેપાર કરીશ, અથવા આ... હું મોટું ગગનચુંબી ઘર બનાવી શકું છું." પણ કારણકે તે આત્મ-નિરીક્ષણ કરવાવાળો છે, તે જાણે છે કે "આ બધી વસ્તુઓથી હું શું કરીશ? જેવો હું સ્તર પરથી બહાર નિકળીશ, બધુ અહિયાં જ રહી જશે, અને હું બીજા પ્રકારનું શરીર ગ્રહણ કરીશ, બીજુ જીવન શરૂ કરીશ." તે આત્મ-નિરીક્ષણ છે.