GU/Prabhupada 0585 - એક વૈષ્ણવ બીજાને દુખી જોઈને દુખી થાય છે



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

તો એવું વિચારવાનો પ્રશ્ન જ નથી કે સૂર્ય ગ્રહ પર કોઈ જીવ નથી. ત્યાં જીવો છે, તે ગ્રહને યોગ્ય. આપણે બ્રહ્મસંહિતામાથી શિખીએ છીએ કે કોટીશુ વસુધાદી વિભૂતિ ભિન્નમ. વસુધા. વસુધા મતલબ ગ્રહ. દરેક બ્રહ્માણ્ડમાં અસંખ્ય ગ્રહો છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી કોટીશુ અશેષ વસુધાદી વિભૂતિ ભિન્નમ (બ્ર. સં. ૫.૪૦). આ ફક્ત એક જ બ્રહ્માણ્ડ છે. બીજા લાખો બ્રહ્માંડો પણ છે. જ્યારે ચૈતન્ય મહાપ્રભુના એક ભક્તે તેમને વિનંતી કરી, કે "મારા પ્રિય પ્રભુ, તમે આવ્યા છો. કૃપા કરીને તમે આ બધા બદ્ધ જીવોને લઈ લો. અને જો તમે વિચારો કે તેઓ ખૂબ જ ભયાનક પાપી છે, તેમનો ઉદ્ધાર ના થઈ શકે, તો તમે બધા પાપો મને આપી દો. હું સહન કરીશ. વધુ સારું છે કે તમે તેમને લઈ જાઓ." આ વૈષ્ણવ તત્વજ્ઞાન છે. વૈષ્ણવ સિદ્ધાંત મતલબ પરદુખ દુખી. વાસ્તવમાં, એક વૈષ્ણવ બીજાને દુખી જોઈને દુખી થાય છે. વ્યક્તિગત રીતે, તેને કોઈ દુખ નથી. કારણકે તે કૃષ્ણ સાથે સંપર્કમાં છે, તે કેવી રીતે દુખી હોઈ શકે? વ્યક્તિગત રીતે, તેને કોઈ દુખ નથી. પણ તે બદ્ધ જીવોને દુખી જોઈને દુખી થાય છે. પર દુખે દુખી. તેથી, વાસુદેવ ઘોષ, તેમણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુને વિનંતી કરી કે "તમે આ બધા બદ્ધ જીવોને મુક્ત કરો. અને જો તમને લાગે છે કે તેઓ પાપી છે, તેઓ મુક્ત ના થઈ શકે, તો આ લોકોના બધા પાપો મારા પર નાખી દો. હું સહન કરીશ, અને તમે તેમને લઈ જાઓ." તો ચૈતન્ય મહાપ્રભુ તેના પ્રસ્તાવથી ખૂબ જ પ્રસન્ન થયા અને સ્મિત કર્યું. તેમણે કહ્યું કે "આ બ્રહ્માણ્ડ, તે ફક્ત એક રાઈના દાણાના ભરેલા ખોથળામાના એક રાઈના દાણાની જેમ છે." આપણો મુદ્દો છે કે ઘણા બધા બ્રહ્માંડો છે. જરા સરખામણી કરો. તમે એક રાઈના દાણાનો કોથળો લો અને એક રાઈનો દાણો ઉઠાવો. રાઈના દાણાના કોથળાની સરખામણીમાં એક દાણાનું મૂલ્ય શું છે? તેવી જ રીતે, આ બ્રહ્માણ્ડ તેવું છે. ઘણા બધા બ્રહ્માંડો છે. આધુનિક વૈજ્ઞાનિકો, તેઓ બીજા ગ્રહો પર જવાનો પ્રયાસ કરે છે. જો તેઓ જાય પણ, તો શું શ્રેય છે? કોટીશુ વસુધાદી વિભૂતિ ભિન્નમ. વ્યક્તિ ઘણા બધા ગ્રહો પર નથી જઈ શકવાનો. તેમની ગણતરી પ્રમાણે પણ, જો તેઓ સૌથી ઉપરના ગ્રહ પર જાય, જેને આપણે બ્રહ્મલોક કહીએ છીએ, તેને પ્રકાશવર્ષની ગણતરી મુજબ, ચાલીસ હજાર વર્ષો લાગશે.

તો ભગવાનની રચનામાં બધુ જ અસીમિત છે. તે આપણા જ્ઞાનની દ્રષ્ટિથી સીમિત નથી. તો ઘણા, અસંખ્ય બ્રહ્માંડો છે, અસંખ્ય ગ્રહો, અને અસંખ્ય જીવો છે. અને બધા તેમના કર્મો અનુસાર ફરી રહ્યા છે. અને જન્મ અને મૃત્યુ મતલબ એક શરીર પછી બીજા શરીરનું બદલાવું. હું આ જીવનમાં એક યોજના બનવું છું અને... કારણકે દરેક વ્યક્તિ જીવનના શારીરિક ખ્યાલ પર છે. તો જ્યાં સુધી આપણે આ જીવનના શારીરિક ખ્યાલ પર છીએ... "હું બ્રાહ્મણ છું," "હું ક્ષત્રિય છું," "હું વૈશ્ય છું," "હું શુદ્ર છું," "હું ભારતીય છું," "હું અમેરિકન છું," "હું આ અને આ છું." આ બધા જીવનની ઉપાધિઓના શારીરિક ખ્યાલ છે. તો જ્યાં સુધી હું જીવનના શારીરિક ખ્યાલ પર છું, હું વિચારું છું, "મારે આ કર્તવ્ય કરવાનું છે. એક બ્રાહ્મણ તરીકે, મારે આ અને આ વસ્તુઓ કરવાની છે." "એક અમેરિકન તરીકે, મારે ઘણી બધી વસ્તુઓ કરવાની છે." જ્યાં સુધી આ ચેતના રહેશે, આપણે બીજું શરીર સ્વીકારવું પડશે. આ પ્રકૃતિની ક્રિયા છે. જ્યાં સુધી...