GU/Prabhupada 0586 - વાસ્તવમાં આ શરીરને સ્વીકારવું મતલબ મૃત્યુ નહીં
Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972
તેથી આપણે આ જીવનમાં કોઈ યોજના બનાવીએ છે, અને મારૂ, આ ભૌતિક શરીર, આ સ્થૂળ શરીર સમાપ્ત થઈ જાય છે, તે મૃત થઈ જાય છે, પણ મારા વિચારો, મારૂ સૂક્ષ્મ શરીર, મનમાં, તે રહે છે. અને કારણકે તે મારા મનમાં રહે છે, તેથી મારી ઈચ્છાની પૂર્તિ કરવા માટે મારે બીજું શરીર સ્વીકારવું પડે છે. તે આત્માના સ્થાનાંતરણનો નિયમ છે. આત્મા, તેથી, તેની યોજના પ્રમાણે, તેને બીજા સ્થૂળ શરીરમાં મૂકવામાં આવે છે. અને આત્માની સાથે, પરમાત્મા છે, પૂર્ણ પુરષોત્તમ ભગવાન. સર્વસ્ય ચાહમ હ્રદિ સન્નિવિષ્ટો મત્ત: સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ (ભ.ગી. ૧૫.૧૫). તો પરમાત્મા, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, તેને બુદ્ધિ આપે છે: "હવે તારે આ યોજનાને અમલમાં મૂકવી હતી. હવે તારી પાસે યોગ્ય શરીર છે અને તું કરી શકે છે." તો તેથી આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ મહાન વૈજ્ઞાનિક છે. અથવા બહુ સારો કારીગર. તેનો મતલબ તેના પાછલા જીવનમાં તે કારીગર હતો, તે કોઈ યોજના બનાવી રહ્યો હતો, અને આ જીવનમાં તેને અવસર છે, તેની ઈચ્છાની પૂર્તિ કરવાનો. તે કોઈ શોધ કરે છે અને બહુ વૈભવશાળી બને છે, પ્રખ્યાત વ્યક્તિ. કારણકે કર્મીઓ, તેમને ત્રણ વસ્તુઓ જોઈએ છે: લાભ પૂજા પ્રતિષ્ઠા. તેમને કોઈ ભૌતિક લાભ જોઈએ છે અને તેમને કોઈ ભૌતિક પૂજા જોઈએ છે, અને લાભ પૂજા પ્રતિષ્ઠા, અને સ્થિરતા. આ ભૌતિક જીવન છે. તો એક પછી બીજું, આપણે મેળવવાનો પ્રયાસ કરીએ છીએ થોડો ભૌતિક લાભ, થોડી ભૌતિક પૂજા, ભૌતિક પ્રતિષ્ઠા. અને તેથી આપણને વિભિન્ન શરીરો છે. અને તે ચાલી રહ્યું છે. વાસ્તવમાં આ શરીરનો સ્વીકાર મતલબ એવું નથી કે હું મૃત્યુ પામું છું. હું ત્યાં જ છું. સૂક્ષ્મ રૂપમાં, હું ત્યાં જ છું. ન જાયતે ન મ્રિયતે (ભ.ગી. ૨.૨૦). તેથી જન્મ અને મૃત્યુનો કોઈ પ્રશ્ન જ નથી. તે ફક્ત શરીરનો બદલાવ છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨), જેમ તે આગલા શ્લોકમાં સમજાવવામાં આવશે:
- વાસાંસી જીર્ણાની યથા વિહાય
- નવાની ગૃહણાતી નરો અપરાણી
- તથા શરીરાણી વિહાય જીર્ણાની
- અન્યાની સંયાતી નવાની દેહી
- (ભ.ગી. ૨.૨૨)
દેહી, જીવ, ફક્ત વસ્ત્ર બદલી રહ્યો છે. તે વસ્ત્ર છે. આ શરીર વસ્ત્ર છે. હવે પ્રશ્ન છે કે... જેમ કે થોડી ચર્ચા થઈ હતી કે આત્માને કોઈ રૂપ નથી હોતું. તે કેવી રીતે શક્ય છે? જો આ છે, આ શરીર મારુ વસ્ત્ર છે, તો મારે કેવી રીતે કોઈ રૂપ ના હોય? કેવી રીતે વસ્ત્રને રૂપ આવ્યું? મારા કોટ અથવા શર્ટને રૂપ છે કારણકે મારા શરીરને રૂપ છે. મારે બે હાથ છે. તેથી મારા વસ્ત્ર, મારા કોટ, ને બે હાથ છે. મારા શર્ટને પણ બે હાથ છે. તો જો આ વસ્ત્ર છે, આ શરીર, જેમ ભગવદ ગીતામાં તે વર્ણવેલું છે - વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨) - તો જો તે વસ્ત્ર છે, તો મારે રૂપ હોવું જ જોઈએ. નહીં તો આ વસ્ત્ર કેવી રીતે બની શકે? તે બહુ તાર્કિક નિષ્કર્ષ છે અને સમજવું બહુ સરળ છે. જ્યાં સુધી મને મારૂ પોતાનું રૂપ ના હોય, વસ્ત્ર કેવી રીતે આવ્યું? શું જવાબ છે? કોઈ કહી શકે છે? કેવી રીતે મૂળ જીવ હાથ અને પગ વગર હોઈ શકે છે? જો આ શરીર મારુ વસ્ત્ર છે.... જેમ કે તમે દરજી પાસે જાઓ છો. તે તમારા હાથ, પગ, છાતીનું માપ લે છે. પછી તમારો કોટ અથવા શર્ટ બને છે. તેવી જ રીતે, જ્યારે તમને એક ચોક્કસ પ્રકારનું વસ્ત્ર મળ્યું છે, તો તે ધારી લેવું જોઈએ કે મને મારુ રૂપ છે, આધ્યાત્મિક રૂપ. કોઈ આ દલીલને નકારી ના શકે. અને આપણી કહેવાતી દલીલ સિવાય, આપણે કૃષ્ણનું વિધાન સ્વીકારવું પડે. કારણકે તેઓ સત્તા છે.