GU/Prabhupada 0589 - આપણે આ ભૌતિક વિવિધતાઓથી કંટાળી ગયા છીએ



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

તેથી આ ઈચ્છા, કે હું ભગવાનના અસ્તિત્વમાં લીન થઈ જઈશ, હું એક બની જઈશ... જેમ કે ઉદાહરણ આપેલું છે કે "હું પાણીનું એક ટીપું છું. હવે હું મોટા મહાસાગરમાં લીન થઈ જઈશ. તેથી હું મહાસાગર બની જઈશ." આ ઉદાહરણ સામાન્ય રીતે માયાવાદી તત્વજ્ઞાનીઓ દ્વારા આપવામાં આવે છે. પાણીનું ટીપું, જ્યારે મહાસાગરના જળ સાથે મિશ્રિત કરવામાં આવે છે, તેઓ એક બની જાય છે. તે ફક્ત કલ્પના છે. દરેક પાણી, પરમાણુ. ઘણા બધા વ્યક્તિગત પરમાણુના ભાગો છે. એના સિવાય, ધારો કે તમે પાણીને મિશ્રિત કરો, અને બ્રહ્મના અસ્તિત્વમાં લીન કરો, સમુદ્ર, અથવા મહાસાગર. તો ફરીથી તમારું બાષ્પીભવન થશે, કારણકે પાણીનું મહાસાગરમાથી બાષ્પીભવન થાય છે અને વાદળ બને છે અને ફરીથી જમીન પર પડે છે, અને ફરીથી તે મહાસાગરમાં જાય છે. આ ચાલી રહ્યું છે. આને આગમન-ગમન કહેવાય છે, આવવું અને ફરીથી મિશ્રિત થવું. તો લાભ શું છે? પણ વૈષ્ણવ તત્વજ્ઞાન કહે છે કે આપણે પાણી સાથે મિશ્રિત નથી થવું; આપણે સમુદ્રમાની માછલી બનવું છે. તે બહુ સરસ છે. જો વ્યક્તિ માછલી બની જાય, એક મોટી માછલી, અથવા નાની માછલી... તેનો કોઈ ફરક નથી પડતો. જો તમે પાણીમાં ઊંડે જાઓ, તો કોઈ બાષ્પીભવન નથી. તમે રહો છો.

તેવી જ રીતે, આધ્યાત્મિક જગત, બ્રહ્મજ્યોતિ, જો... નિર્ભેદ-બ્રહમાણુસંધિ. જે લોકો બ્રહ્મના અસ્તિત્વમાં લીન થવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે, તે બહુ સુરક્ષિત નથી. તે શ્રીમદ ભાગવતમમાં સમજાવેલું છે: વિમુક્તમાનીન: વિમુક્તમાનીન: તેઓ વિચારે છે કે "હવે હું બ્રહ્મજ્યોતિમાં લીન થઈ ગયો છું. હવે હું સુરક્ષિત છું." ના, તે સુરક્ષિત નથી. કારણકે તે કહ્યું છે, આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતિ (શ્રી.ભા. ૧૦.૨.૩૨). મોટી તપસ્યાઓ કર્યા પછી પણ, વ્યક્તિ ઉપર ઉઠી શકે છે, પરમ પદમ, બ્રહ્મજ્યોતિમાં લીન થઈ જવામાં. છતાં, ત્યાંથી, તે પતિત થાય છે. તે પતિત થાય છે. કારણકે બ્રહ્મ, આધ્યાત્મિક આત્મા, આનંદમય છે. જેમ કૃષ્ણ, અથવા ભગવાન, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, આનંદમયો અભ્યાસાત છે (વેદાંતસૂત્ર ૧.૧.૧૨), સચ્ચિદાનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧). તો ફક્ત બ્રહ્મ અસ્તિત્વમાં લીન થવાથી, વ્યક્તિ આનંદમય ના બની શકે. જેમ કે તમે આકાશમાં બહુ જ ઊંચે જઈ રહ્યા છો. તો આકાશમાં રહેવું, તે આનંદમય નથી. જો તમને કોઈ ગ્રહ પર શરણ મળે, તો તે આનંદમય છે. નહિતો, તમારે ફરીથી આ ગ્રહ પર આવવું પડશે.

તો નિર્વિશેષ, વિભિન્નતાઓની વગર, કોઈ આનંદ ના હોઈ શકે. વિભિન્નતા આનંદની માતા છે. તો આપણે પ્રયત્ન કરીએ છીએ... આપણે આ ભૌતિક ઈચ્છાઓથી કંટાળી ગયા છીએ. તેથી કોઈ આ વિભિન્નતાઓને શૂન્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને કોઈ આ વિભિન્નતાઓને નિરાકાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ તે આપણને ચોક્કસ દિવ્ય આનંદ નહીં આપે. જો તમે બ્રહ્મજ્યોતિમાં પ્રવેશી શકો અને કૃષ્ણ અથવા નારાયણની શરણાગતિ લઈ શકો... બ્રહ્મજ્યોતિમાં અસંખ્ય ગ્રહો છે. તેમને વૈકુંઠલોક કહેવાય છે. અને સૌથી ઉચ્ચ વૈકુંઠલોકને કહેવાય છે ગોલોક વૃંદાવન. તો જો તમે આ ગ્રહોમાથી એકની શરણ લેવા માટે ભાગ્યશાળી થાઓ છો, તો તમે જ્ઞાનની આનંદમય અવસ્થામાં શાશ્વત રીતે સુખી રહો છો. નહિતો, ફક્ત બ્રહ્મજ્યોતિમાં લીન થવું બહુ સુરક્ષિત નથી. કારણકે આપણને આનંદ જોઈએ છીએ. તો ફક્ત નિરાકાર શૂન્ય ધોરણ પર કોઈ આનંદ ના હોઈ શકે. પણ કારણકે આપણી પાસે કોઈ માહિતી નથી, માયાવાદી તત્વજ્ઞાનીઓ પાસે, વૈકુંઠ ગ્રહોની, તેઓ અહી આવે છે, ફરીથી આ ભૌતિક ગ્રહો પર. આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતિ અધ: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). અધ: મતલબ આ ભૌતિક જગતમાં. તે મે ઘણી વાર સમજાવેલું છે. ઘણા બધા મોટા, મોટા સન્યાસીઓ છે. તેમણે આ ભૌતિક જગતને છોડી દીધું છે મિથ્યા કહીને, જગન મિથ્યા, અને સન્યાસ લે છે, અને પછી ફરીથી, થોડા દિવસો પછી, તેઓ સમાજ કલ્યાણ, રાજનીતિમાં આવી જાય છે. કારણકે તેઓ બ્રહ્મ શું છે તેનો સાક્ષાત્કાર નથી કરી શકતા. તે લોકો, આનંદ માટે, તેમણે આ ભૌતિક કાર્યોમાં ભાગ લેવો જ પડે. કારણકે આનંદ... આપણને આનંદમયો અભ્યાસાત (વેદાંતસૂત્ર ૧.૧.૧૨) જોઈએ છે. તો જો કોઈ આધ્યાત્મિક આનંદ નથી, તો તેમણે કોઈ નીચલા ગુણ પર આવવું જ પડે. આ ભૌતિક જગત નીચલા ગુણનું છે. અપરા. જો આપણે આધ્યાત્મિક આનંદ ના મેળવી શકીએ, અથવા ચડિયાતો આનંદ, તો આપણે આ ભૌતિક આનંદ લેવો જ પડે. કારણકે આપણને આનંદ જોઈએ છે. દરેક વ્યક્તિ આનંદની શોધમાં છે.