GU/Prabhupada 0588 - તમને જે પણ જોઈએ છે કૃષ્ણ તમને આપશે



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

જ્યાં સુધી વ્યક્તિને રંચ માત્ર પણ ઈચ્છા હોય છે કે "જો હું બ્રહ્મા, અથવા રાજા, અથવા જવાહરલાલ નેહરૂ જેમ બની જાઉં," તો મારે એક શરીર સ્વીકારવું પડશે. આ ઈચ્છા. કૃષ્ણ એટલા ઉદાર છે, એટલા દયાળુ. જે પણ આપણને જોઈએ છીએ - યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી. ૪.૧૧) - કૃષ્ણ તમને આપશે. કૃષ્ણ પાસેથી કઈક લેવું... જેમ કે ખ્રિસ્તીઓ પ્રાર્થના કરે છે, "હે ભગવાન, અમને અમારી રોજી રોટી આપો." તો શું તે કૃષ્ણ માટે બહુ મુશ્કેલ કાર્ય છે આપણને રોજી..." તેઓ પહેલેથી આપી જ રહ્યા છે. તેઓ દરેક વ્યક્તિને રોજી રોટી આપે છે. તો આ પ્રાર્થનાનો ભાવ નથી. તેમની પ્રાર્થનાનો ભાવ... જેમ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિર અહૈતુકી ત્વયી (ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪). આ પ્રાર્થના છે. આપણે કશું માંગવાની જરૂર નથી. કૃષ્ણે, ભગવાને, આપણા પાલન માટે પર્યાપ્ત વ્યવસ્થા કરેલી છે. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે (ઇશો આહવાન). પણ જ્યારે આપણે પાપી હોઈએ છીએ તે પ્રકૃતિ દ્વારા પ્રતિબંધિત હોય છે. આપણે નાસ્તિક બની જઈએ છીએ. આપણે અસુર બની જઈએ છીએ. તો પુરવઠો પ્રતિબંધિત થઈ જાય છે. પછી આપણે રડીએ છીએ: "ઓહ, કોઈ વર્ષા નથી, કોઈ, નથી..." તે પ્રકૃતિનો પ્રતિબંધ છે. પણ ભગવાનની વ્યવસ્થાથી, દરેક વ્યક્તિ માટે પર્યાપ્ત ખોરાક છે. એકો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તેઓ બધાને પૂરું પાડે છે.

તો જ્યાં સુધી આપણને રંચ માત્ર પણ ભૌતિક ઈચ્છા હશે અથવા આપણી યોજનાઓનો અમલ કરવો હશે, તો આપણે એક ભૌતિક શરીર સ્વીકારવું પડશે, અને તેને જન્મ કહેવાય છે. નહિતો, જીવને કોઈ જન્મ અને મૃત્યુ નથી. હવે, આ જન્મ, અને મૃત્યુ... જીવો, તેમની સરખામણી તણખલા સાથે થઈ છે, અને પરમ ભગવાનની એક મોટી અગ્નિ સાથે. તો મોટી અગ્નિ, તે સરખામણી છે. અને નાના તણખલા, બંને અગ્નિ છે. પણ ક્યારેક તણખલા મોટી અગ્નિથી નીચે પડી જાય છે. તે આપણું પતન છે. પતન મતલબ આપણે ભૌતિક જગતમાં આવીએ છીએ. કેમ? ફક્ત આનંદ કરવા માટે, કૃષ્ણનું અનુકરણ કરવા માટે. કૃષ્ણ પરમ ભોક્તા છે. તો આપણે સેવકો છીએ. ક્યારેક... તે સ્વાભાવિક છે. સેવકો ઈચ્છે છે કે "જો હું સ્વામી તરીકે ભોગ કરી શકું..." તો જ્યારે આ ભાવ અથવા વૃત્તિ આવે છે, તેને માયા કહેવાય છે. કારણકે આપણે ભોક્તા ના બની શકીએ. તે મિથ્યા છે. જો આપણે વિચારીએ કે હું ભોક્તા બની શકું, આ ભૌતિક જગતમાં પણ, કહેવાતું... તે લોકો, દરેક વ્યક્તિ ભોક્તા બનવાનું પ્રયાસ કરી રહ્યું છે. અને ભોક્તાનો છેલ્લો ફંદો મતલબ, કે વ્યક્તિ વિચારે કે "હવે હું ભગવાન બની ગયો છું." આ છેલ્લો ફંદો છે. સૌ પ્રથમ, મારે સંચાલક બનવું છે, અથવા માલિક. પછી પ્રધાન મંત્રી. પછી આ અને તે. અને જ્યારે બધુ જ મુશ્કેલ થઈ જાય છે, ત્યારે વ્યક્તિ વિચારે છે કે "હવે હું ભગવાન બની ગયો છું." તેનો મતલબ તે જ વૃત્તિ, સ્વામી બનવું, કૃષ્ણનું અનુકરણ કરવું, તે ચાલી રહ્યું છે.