GU/Prabhupada 0611 - જો તમે સેવાની ભાવના ખોઈ દેશો, આ મંદિર એક મોટું ગોદામ બની જશે
Lecture on SB 1.7.27 -- Vrndavana, September 24, 1976
તો ઓછામાં ઓછું આપણે ભારતીયો, આપણે તે રીતે પ્રશિક્ષિત થયા છીએ. ફક્ત પ્રશિક્ષિત નહીં, આપણે જન્મથી જ ભક્તો છીએ. જે પણ ભારતમાં જન્મ લે છે, તેને વિશેષ સુવિધા છે. તેને પહેલાના જન્મમાં, તેણે ઘણી તપસ્યાઓ કરી હોય છે. દેવતાઓ પણ, તેઓ આ અવસર પ્રાપ્ત કરવા માટે ભારતમાં જન્મ લેવવાની ઈચ્છા કરતાં હોય છે. તો ભારત... એવું ના વિચારો... ભારત મતલબ આ ગ્રહ, ભારતવર્ષ. સુંદર તક છે. તો આપણે વિચારવું જોઈએ - જો આપણે વિચારીએ કે "અહિયાં પથ્થરનું પૂતળું છે," તો તે બહુ દિવસો સુધી ચાલુ નહીં રહે. તે નહીં રહે... ગલગ્રહ. વિગ્રહ નહીં, પણ ગલગ્રહ. ધારોકે મે આ મંદિરની સ્થાપના કરી છે. હવે, મારા નિર્દેશન હેઠળ, મારા શિષ્યો વિગ્રહની પૂજા કરી રહ્યા છે. વિગ્રહ મતલબ ભગવાનનું રૂપ. પણ જો તે લોકો નિયમો અને સિદ્ધાંતોનું પાલન નથી કરી રહ્યા, તો મારા મૃત્યુ પછી તે ગલગ્રહ, એક ભાર, બની જશે, કે "આપણા ધૂર્ત ગુરુ મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી, અને આપણે પૂજા કરવી પડે છે, સવારે વહેલા ઊઠવું, બધી હેરાનગતિ." આ થશે... તેને ગલગ્રહ કહેવાય છે, એક ભાર, "તે આપણા પર ભાર સોંપીને ગયા છે." આ જોખમ છે. પછી આ આટલું મોટું મંદિરનું સંચાલન બગડી જશે, અને તમે જોશો કે "આ તૂટી રહ્યું છે" અને "આ અસ્વચ્છ છે," અને કોઈ ધ્યાન નથી. આવું થશે... તેને ગલગ્રહ કહેવાય છે: "ધૂર્તે આપણને ભાર સોંપ્યો છે."
તો તે બહુ જ મુશ્કેલ છે. જો આપણે ખોવાઈ જઈશું..., જો આપણે તે ભાવનાને ખોઈ દઇશું કે "અહી કૃષ્ણ છે. અહી તેમની સેવા કરવાનો અવસર છે..." સાક્ષાદ ધરીત્વેન સમસ્ત શાસ્ત્રૈ:... તે નહીં. શ્રી વિગ્રહારાધન નિત્ય નાના શૃંગાર તન મંદિર માર્જનાદૌ. જેવા આપણે... તેથી આપણે ખૂબ ખૂબ ચપળ છીએ, "તમે આ કેમ ના કર્યું? તમે આ કેમ ના કર્યું? કેમ...?" જેવી ભક્તિમય સેવાની ભાવના ખોવાઈ જશે, આ મંદિર એક ભાર લાગશે. આ રીત છે. તે એટલું મોટું મંદિર હશે; સંચાલન કરવા માટે, તે એક મોટો ભાર થઈ જશે. તો તેઓ ભાર અનુભવી રહ્યા છે. તેથી તે લોકો દરકાર નથી કરતાં ક્યારેક જો તે તૂટી જાય તો. "ઠીક છે, ચાલો, આપણી પાસે જે કઈ પણ ધન છે, સૌ પહેલા ભોજન કરો." આ સ્થિતિ છે. વિગ્રહ અને ગલગ્રહ. તમારે સમજવું જોઈએ. જો આપણે ભૂલી જઈએ કે "અહી કૃષ્ણ વ્યક્તિગત રૂપે ઉપસ્થિત છે. આપણે તેમને બહુ જ સરસ રીતે આવકારવા પડે. આપણે તેમને સુંદર ભોજન, સુંદર વેશ, સુંદર... આપવું પડે." તો તે સેવા છે. અને જેવી તે ભાવના આવે છે કે "અહી પથ્થરનું પૂતળું છે" - તેઓ ક્યારેક કહે છે "પૂતળાની પૂજા" - "અને અમને કહેવામા આવ્યું છે તેમને શણગારવાનું, તેમને અર્પણ કરવાનું..., બધી જ હેરાનગતિ." તો સમાપ્ત. સમાપ્ત. તે દરેક જગ્યાએ આવી ગયું છે. મે જોયું છે નાસિકમાં ઘણા, ઘણા મોટા મંદિરોમાં કોઈ પૂજારી નથી, અને કુતરાઓ મળ પસાર કરે છે. અને તેઓ તોડી રહ્યા છે. પાશ્ચાત્ય દેશોમાં પણ ચર્ચો બંધ થઈ રહ્યા છે. મોટા, મોટા ચર્ચો, લંડનમાં મે જોયું છે, ઘણા મોટા, મોટા ચર્ચો, પણ તે બંધ થઈ રહ્યા છે. જ્યારે રવિવારે મુલાકાત થાય છે, કાળજી રાખવાવાળો, બે, ત્રણ માણસો અને કોઈ વૃદ્ધા, તેઓ આવે છે. કોઈ આવતું નથી. અને અમે ખરીદી રહ્યા છીએ. અમે ઘણા બધા ચર્ચો ખરીદ્યા છે. કારણકે તે હવે બેકાર છે. તે બેકાર છે. અમારા લોસ એંજલિસમાં અમે ખરીદ્યું છે, અને બીજી ઘણી જગ્યાએ. ટોરોન્ટોમાં, તે હમણાં જ અમે ખરીદ્યું. મોટા, મોટા ચર્ચો. પણ તેઓ અમને વેચશે નહીં. એક ચર્ચ, પાદરીએ કહ્યું કે "હું ચર્ચમાં આગ લગાવી દઇશ, છતાં હું ભક્તિવેદાંત સ્વામીને નહીં આપું." (હાસ્ય) આ ટોરોન્ટો ચર્ચ પણ તેના જેવુ જ હતું. અને મેલબોર્નમાં, સ્થિતિ હતી, વેચાણની સ્થિતિ હતી, કે તમારે આ ચર્ચની ઇમારતને તોડવી પડે. અમે કહ્યું, "કેમ?" તેણે કહ્યું, "જો તમે મંદિરને અત્યારે ઉપયોગ કરશો, તો અમે તમને નહીં આપીએ." તેમણે ના પાડી. તમે તે જાણો છો? તો તેમને નથી ગમતું કે "આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આપણા ચર્ચ ખરીદે અને રાધા-કૃષ્ણના વિગ્રહની સ્થાપના કરે." તેમને તે નથી ગમતું. પણ તે ચાલી રહ્યું છે.
તો ફક્ત પાશ્ચાત્ય દેશોમાં ચર્ચો નહીં; અહી પણ. જેવુ તમે સેવાની ભાવના ગુમાવી દેશો, આ મંદિર એક મોટું ગોદામ બની જશે, બસ. કોઈ મંદિર નહીં. તો આપણે તે સેવાની ભાવનાનું પાલન કરવું પડે. તેથી આપણે બહુ જ ચોક્કસ છીએ - "કેમ તાજું ફૂલ નથી?" જો તમે વિચારો, "અહી પથ્થરનું પૂતળું છે. તાજું કે વાસી ફૂલનો શું અર્થ છે? આપણે કોઈ ફૂલ અર્પણ કરવું પડે. બસ." પણ કોઈ ભાવના નહીં, કે "અહી કૃષ્ણ છે. આપણે તાજું ફૂલ જ અર્પણ કરવું જોઈએ." જેમ કે હું એક જીવિત માણસ છું, જો તમે મને તાજું ફૂલ આપો, અને જો મને કોઈ કચરો આપો, અને જો તમે મને આપો, શું હું ખુશ થાઉં? શું વિચારો છો તમે? તો આ ભાવના શરૂઆતમાં પણ ખોવાઈ રહી છે, કે "આપણે આ પૂતળાને કોઈ કચરાના ફૂલથી સંતુષ્ટ કરીશું. તે વિરોધ નથી કરવાનું." હા, તે વિરોધ નહીં કરે. પણ તમારું જીવન સમાપ્ત થઈ જશે. વિરોધ તે રીતે આવશે. જેવી તમે ભાવના ગુમાવી દેશો, ભાવ, બુધા ભાવ સમન્વિતા: (ભ.ગી. ૧૦.૮)... કોણ કૃષ્ણની પૂજા કરી શકે? જ્યારે ભાવ છે, સ્થાયી ભાવ. આની ભક્તિરસામૃતસિંધુમાં ચર્ચા કરેલી છે, ભાવ શું છે. પણ જો તમને કોઈ ભાવ નથી, તો તમે ભૌતિક (અસ્પષ્ટ) પર છો, કનિષ્ઠ અધિકારી. ફક્ત દેખાડો. એક દેખાડો બહુ દિવસ ચાલી ના શકે. દેખાડો બહુ જ જલ્દી સમાપ્ત થઈ જશે.