GU/Prabhupada 0613 - છ વસ્તુઓની આપણે વિશેષ કાળજી રાખવી પડે



Lecture on BG 2.13-17 -- Los Angeles, November 29, 1968

નંદરાણી: જ્યારે ગૃહિણીઓ તેમના બાળકોને કૃષ્ણ ભાવનામૃતમાં ઉછેરે છે, તે કૃષ્ણની પરોક્ષ સેવા હોય તેવું લાગે છે. શું તેમણે કૃષ્ણની વધુ પ્રત્યક્ષ રીતે સેવા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કદાચ મંદિરમાં રસોઈ કરીને, અથવા, એવું કઈક, વધુ પ્રત્યક્ષ, અથવા ફક્ત બાળકોને ઉછેરવા અને ફક્ત ઘરકામ કરવું, તે પૂરતી સેવા છે? શું તે પર્યાપ્ત સેવા છે?

પ્રભુપાદ: હા, વસ્તુ છે કે આપણે કૃષ્ણ ભાવનામાં રહેવા જોઈએ. જેમ કે વીજળી. વીજળીના એક તારને અડકવું, બીજા જોડતા તારને, બીજા તારને, જો સ્પર્શ છે, વાસ્તવિક, તો વીજળી બધે જ છે. તેવી જ રીતે જો આપણું કૃષ્ણ ભાવનામૃત ઉચિત રીતે જોડાયેલું રહે છે, તો પછી પ્રત્યક્ષ કે પરોક્ષનો કોઈ પ્રશ્ન જ નથી. કારણકે નિરપેક્ષ દુનિયામાં કોઈ ફરક જ નથી. જેવુ તે પ્રત્યક્ષ જોડાણ સાથે સ્પર્શમાં આવે છે... તેને ગુરુ શિષ્ય પરંપરા કહેવાય છે. કારણકે જોડાણ નીચે આવી રહ્યું છે એક પછી બીજું, તો જો આપણે અહિયાં સ્પર્શ કરીએ, ગુરુ જે તેવી જ રીતે જોડાયેલા છે, તો વીજળીનું જોડાણ છે. પ્રત્યક્ષ કે પરોક્ષનો કોઈ પ્રશ્ન જ નથી. એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુ: (ભ.ગી. ૪.૨). ફક્ત આપણે જોવાનું છે કે જોડાણ તૂટી તો નથી ગયું ને. જો જોડાણ છે, મજબૂત, તો વીજળી નિસંદેહ આવશે. તો આપણી બદ્ધ અવસ્થામાં ઘણા બધા સંદેહો હશે, ઘણા બધા વિધ્નો. પણ તે જ વસ્તુ જે મે તમને પહેલા ઉદાહરણ આપ્યું હતું, કે તરત જ પરિણામ મેળવવા માટે ઉતાવળા ના બનો. આપણે ફક્ત પાલન કરવું પડે. આપણે પાલન કરવું પડે. તત તત કર્મ પ્રવર્તનાત (ઉપદેશામૃત ૩). આ રૂપ ગોસ્વામીની સલાહ છે. છ વસ્તુઓનું આપણે વિશેષ ધ્યાન રાખવું પડે, અને કૃષ્ણ ભાવનામૃતમાં પૂર્ણ બનવા માટે છ વસ્તુઓ આપણે ટાળવી જોઈએ.

તો ઉત્સાહાદ ધૈર્યાન નિશ્ચયાત (ઉપદેશામૃત ૩). પહેલો સિદ્ધાંત છે કે વ્યક્તિએ ખૂબ જ ઉત્સાહી હોવું જોઈએ. તેણે કૃષ્ણએ કહ્યું તેમાં વિશ્વાસ કરવો જ જોઈએ, ન મે ભક્ત: પ્રણશ્યતિ (ભ.ગી. ૯.૩૧), "મારા ભક્તોનો વિનાશ ક્યારેય નહીં થાય." તો "ચાલ હું કૃષ્ણનો ગંભીરતાપૂર્વક ભક્ત બનુ. મારે ગંભીરતાપૂર્વક કૃષ્ણના ભક્ત બનવું જ જોઈએ." આને ઉત્સાહ કહેવાય છે. પછી ધૈર્યાત. "હું કૃષ્ણનો ભક્ત બની ગયો છું, પણ છતાં હું ખુશી નથી અનુભવતો. તે કેવી રીતે?" તો તેથી તમારે ધૈર્યવાન બનવું પડે. ઉત્સાહ તો હોવો જ જોઈએ. તમારે ધૈર્યવાન પણ બનવું જોઈએ. અને નિશ્ચયાત. નિશ્ચયાત મતલબ તમને વિશ્વાસ હોવો જ જોઈએ. "ઓહ, કૃષ્ણએ કહ્યું છે કે તેમનો ભક્ત ક્યારેય નાશ નહીં પામે, તો ચોક્કસ હું નાશ નહીં પામું, ભલે તે મને અત્યારે ના લાગતું હોય. મને મારુ કર્તવ્ય કરવા દે." ઉત્સાહાદ ધૈર્યાન નિશ્ચયાત તત તત કર્મ પ્રવર્તનાત (ઉપદેશામૃત ૩). પણ તમારે તમારા નિયુક્ત કર્તવ્યો કરવા જ પડે. સતો વૃત્તે: તમારે ના કરવું જોઈએ... કોઈ પ્રપંચ ના હોવો જોઈએ. સતો વૃત્તે: મતલબ સાદો વ્યવહાર, સીધો વ્યવહાર. સતો વૃત્તે:, અને સાધુ-સંગે, અને ભક્તોનો સંગ. તો વ્યક્તિ ઉત્સાહી હોવું જ જોઈએ, ધૈર્યવાન હોવું જ જોઈએ, વિશ્વાસુ હોવું જ જોઈએ, કર્તવ્યોનું પાલન કરવું જ જોઈએ, ભક્તોનો સંગ કરવો જ જોઈએ, અને વ્યક્તિ વ્યવહારમાં ખૂબ જ પ્રમાણિક હોવો જોઈએ. છ વસ્તુઓ. જો આ છ વસ્તુઓ છે, ચોક્કસ સફળતા છે.