GU/Prabhupada 0615 - કૃષ્ણ માટે પ્રેમ અને ઉત્સાહથી કાર્ય કરો, તે તમારું કૃષ્ણ ભાવનામૃત જીવન છે



Lecture on BG 1.30 -- London, July 23, 1973

માયાવાદીઓ, બે પ્રકારના માયાવાદીઓ હોય છે: નિરાકારવાદીઓ અને શૂન્યવાદીઓ. તે બધા માયાવાદી છે. તો તેમનો સિદ્ધાંત ત્યાં સુધી સારો છે, કારણકે એક મૂર્ખ માણસ આનાથી વધારે સમજી પણ ના શકે. એક મૂર્ખ માણસ, જો તેને માહિતી આપવામાં આવે કે આધ્યાત્મિક જગતમાં વધુ સારું જીવન છે, ભગવાન, કૃષ્ણ, ના સેવક બનીને, તેઓ વિચારશે, "હું આ ભૌતિક જગતનો સેવક બનેલો છું. મે ઘણું સહન કર્યું છે. ફરીથી કૃષ્ણનો સેવક?" "ઓહ..." તેઓ ધ્રુજી જાય છે, "ઓહ, ના, ના. આ સારું નથી. આ સારું નથી." જેવુ તેઓ સેવા વિશે સાંભળે છે, તેઓ આ સેવા વિશે વિચારે છે, આ બકવાસ સેવા. તેઓ વિચારી નથી શકતા કે સેવા છે, પણ ફક્ત આનંદ છે. વ્યક્તિ કૃષ્ણની સેવા કરવા માટે હજુ વધુ આતુર છે. તે આધ્યાત્મિક જગત છે. તે તેઓ સમજી ના શકે. તો આ નિર્વિશેષવાદી, નિરાકરવાદીઓ, તેઓ તેવું વિચારે છે. જેમ કે એક રોગી માણસ પલંગ પર પડ્યો છે, અને તેને માહિતી આપવામાં આવે છે કે "જ્યારે તમે સાજા થશો, તમે સારી રીતે ભોજન લઈ શકશો, તમે ચાલી શકશો," તે વિચારે છે કે "ફરીથી ચાલવું? ફરીથી ખાવું?" કારણકે તે કડવી દવા ખાવા માટે ટેવાયેલો છે અને સાગુદાના, બહુ સ્વાદિષ્ટ નહીં, અને ઘણી બધી વસ્તુઓ, મળ અને મૂત્ર પસાર કરવું, પથારી પર કાર્યો. તો જેવુ તે લોકો જણાવે છે કે "સાજા થયા પછી પણ મળ અને મૂત્ર પસાર કરવાનું છે અને ખાવાનું છે, પણ તે બહુ સ્વાદિષ્ટ છે," તે સમજી નથી શકતો. તે કહે છે, "તે આના જેવુ જ છે."

તો માયાવાદી નિરાકારવાદીઓ, તેઓ સમજી ના શકે કે કૃષ્ણની સેવા કરવી માત્ર આનંદદાયી અને સુખકારી છે. તેઓ સમજી ના શકે. તેથી તેઓ નિરાકારવાદી બની જાય છે: "ના, પરમ સત્ય વ્યક્તિ ના હોઈ શકે." તે બુદ્ધ સિદ્ધાંતની બીજી બાજુ છે. નિર્વિશેષ મતલબ શૂન્ય. તે પણ શૂન્ય છે. તો બુદ્ધ સિદ્ધાંત, તેઓ પણ અંતિમ ધ્યેયને શૂન્ય બનાવે છે, અને આ માયાવાદીઓ, તેઓ પણ અંતિમ ધ્યેયને બનાવે છે... ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). તેઓ જાણતા નથી કે જીવન છે, આનંદમય જીવન, કૃષ્ણની સેવા કરીને. તેથી, અહી અર્જુન એક સામાન્ય માણસનું પાત્ર ભજવી રહ્યો છે. તો તે કૃષ્ણને કહે છે, "તમને જોઈએ છે કે હું યુદ્ધ કરું, ખુશ થાઉં, રાજ્ય પ્રાપ્ત કરું, પણ મારા પોતાના માણસોને મારીને? ઓહ, નિમિત્તાની વિપરિતાની. તમે મને ગેરમાર્ગે દોરો છો." નિમિત્તાની ચ પશ્યામી વિપરિતાની (ભ.ગી. ૧.૩૦). "હું મારા પોતાના માણસોને મારીને સુખી નહીં થાઉં. તે શક્ય નથી. તમે મને કેવી રીતે પ્રેરી રહ્યા છો?" તો તેણે કહ્યું, નિમિત્તાની ચ વિપરિતાની પશ્યામી. "ના, ના." ન ચ શકનોમી અવસ્થાતુમ: "હું અહી ઊભો ના રહી શકું. મને જવા દો. મારો રથ પાછો લઈ જાઓ. હું અહી ઊભો નહીં રહું." ન ચ શકનોમી અવસ્થાતુમ ભ્રમતિવ ચ મે મન: (ભ.ગી. ૧.૩૦). "હું ભ્રમિત થઈ રહ્યો છું. હવે હું ગૂંચવાયેલો છું."

તો આ સ્થિતિ છે, ભૌતિક જગત. આપણે હમેશા સમસ્યા, ગૂંચવણમાં હોઈએ છીએ, અને જ્યારે ભૌતિક વ્યક્તિની સમક્ષ કોઈ વધુ સારી વસ્તુનો પ્રસ્તાવ રાખવામા આવે છે, કે "તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો, તમે સુખી થશો," તે જુએ છે નિમિત્તાની વિપરિતાની, બિલકુલ ઊલટું. "આ કૃષ્ણ ભાવનામૃતથી હું શું સુખી થઈશ? મારો પરિવાર સંકટમાં છે અથવા મારે ઘણી બધી સમસ્યાઓ છે. આ કૃષ્ણ ભાવનામૃત મને શું મદદ કરશે?" નિમિત્તાની ચ વિપરિતાની. આ જીવનની ભૌતિક પરિસ્થિતી છે. તેથી તે સમય માંગે છે, સમજવા માટે થોડો સમય. તે ભગવદ ગીતા છે. તેજ અર્જુન, હવે તે જુએ છે, નિમિત્તાની ચ વિપરિતાની. જ્યારે તે ભગવદ ગીતા સમજશે, તે કહેશે, "હા, કૃષ્ણ, તમે જે કહો છો, તે સત્ય છે. તે સત્ય છે." કારણકે અર્જુનને શિક્ષા આપીને, કૃષ્ણ તેને પૂછશે, "હવે તારે શું કરવું છે?" કારણકે કૃષ્ણ જબરજસ્તી નથી કરતાં. કૃષ્ણ કહે છે કે "તું મને શરણાગત થા." તેઓ બળ નથી કરતાં, કે "તારે શરણાગત થવું જ પડશે. હું ભગવાન છું. તું મારો અંશ છે." ના, તેઓ તેવું ક્યારેય નહીં કહે. કારણકે તેમણે તમને નજીવી સ્વતંત્રતા આપી છે, તેને તેઓ ક્યારેય સ્પર્શ નહીં કરે. નહિતો પથ્થર અને જીવમાં શું અંતર છે? જીવને સ્વતંત્રતા હોવી જ જોઈએ, જો કે તે નજીવી છે, સૂક્ષ્મ. તે કૃષ્ણ સ્પર્શતા નથી. તેઓ ક્યારેય સ્પર્શ નહીં કરે. તમારે સહમત થવું જ પડે, "હા, કૃષ્ણ, હું તમને શરણાગત થાઉં છું. હા. તે મારા લાભ માટે છે." આ કૃષ્ણ ભાવનામૃત છે. તમારે સ્વેચ્છાએ સહમત થવું જ જોઈએ, પરાણે, મન વગર નહીં. "આધ્યાત્મિક ગુરુ આવું કહી શકે છે. ઠીક છે મને તે કરવા દો." ના. તમારે બહુ જ સરસ રીતે સમજવું જ પડે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિ પૂર્વકમ (ભ.ગી. ૧૦.૧૦). પ્રીતિ, પ્રેમ સાથે. જ્યારે તમે કામ કરો, જ્યારે તમે કૃષ્ણ માટે કામ કરો પ્રેમ અને ઉત્સાહ સાથે, તે તમારું કૃષ્ણ ભાવનામૃત જીવન છે. જો તમે વિચારો કે "તે ક્ષુલ્લક છે, તે પીડાકારી છે, પણ હું શું કરી શકું? આ લોકોએ મને કરવાનું કહ્યું છે. મારે તે કરવું જ પડે," તે કૃષ્ણ ભાવનામૃત નથી. તમારે સ્વેચ્છાએ અને મહાન આનંદ સાથે કરવું પડે. પછી તમે જાણો છો. ઉત્સાહાન નિશ્ચયાદ ધૈર્યાત તત તત કર્મ પ્રવર્તનાત, સતો વૃત્તે: સાધુ સંગે ષડભિર ભક્તિ: પ્રસિધ્યતી. તમે આપણા ઉપદેશામૃત માં જોશો (ઉપદેશામૃત ૩). હમેશા તમારે ઉત્સાહી હોવું જોઈએ, ઉત્સાહાત. ધૈર્યાત, ધીરજપૂર્વક. તત તત કર્મ પ્રવર્તનાત. નિશ્ચયાત, નિશ્ચયાત મતલબ વિશ્વાસ સાથે. "જ્યારે હું કૃષ્ણના કાર્યોમાં જોડાઉ છું, કૃષ્ણના કાર્યોમાં, કૃષ્ણ ચોક્કસ મને ભગવદ ધામ લઈ જશે..." નિશ્ચયાત. અને કૃષ્ણ કહે છે, મન્મના ભવ મદભકતો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫) "હું તમને પાછો લઈ જઈશ." તે કહેલું છે. કૃષ્ણ જૂઠઠા નથી તેથી આપણે ઉત્સાહ સાથે કામ કરવું પડે. ફક્ત... વિપરિતાની નહીં. તે અર્જુન દ્વારા અંતમાં સ્વીકારવામાં આવશે. કૃષ્ણ તેને પૂછશે, "મારા પ્રિય અર્જુન, હવે તારો નિર્ણય શું છે?" અર્જુન કહે છે, "હા." ત્વત પ્રસાદાત કેશવ નષ્ટ મોહ: (ભ.ગી. ૧૮.૭૩): "મારો બધો ભ્રમ હવે જતો રહ્યો છે."

બસ. આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.