GU/Prabhupada 0627 - તાજગી વગર, વ્યક્તિ આ ઉત્કૃષ્ટ વિષય વસ્તુ સમજી ના શકે



Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972

પ્રામાણિક ગુરુના લક્ષણ શું હોય છે? દરેક વ્યક્તિને ગુરુ બનવું છે. તો તે પણ કહેલું છે. શબ્દે પરે ચ નિષ્ણાતમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). જે વ્યક્તિએ વેદિક સાહિત્યના મહાસાગરમાં પૂર્ણ સ્નાન કર્યું છે, શબ્દે પરે ચ નિષ્ણાતમ. જેમ કે જો તમે સ્નાન કરો, તમે તાજા થઈ જાઓ છો. જો તમે સરસ સ્નાન લો, તમે તાજગી અનુભવો છો. શબ્દે પરે ચ નિષ્ણાતમ. તાજગી વગર, વ્યક્તિ આ ઉત્કૃષ્ટ વિષય વસ્તુને સમજી ના શકે. અને ગુરુએ, અથવા આધ્યાત્મિક ગુરુએ, વેદિક જ્ઞાનના મહાસાગરમાં સ્નાન કરીને તાજા બનવું જોઈએ. અને પરિણામ શું છે? શબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહમણિ ઉપશમાશ્રયમ. આવી સ્વચ્છતા પછી, કોઈ પણ ભૌતિક ઈચ્છાઓ વગર, તેણે પરમ સત્યની શરણ ગ્રહણ કરી છે. તેને હવે કોઈ ભૌતિક ઈચ્છાઓ નથી; તે ફક્ત કૃષ્ણમાં રુચિ ધરાવે છે, અથવા પરમ સત્યમાં. આ ગુરુના લક્ષણો છે.

તો સમજવા માટે... જેમ કે કૃષ્ણ અર્જુનને શીખવાડી રહ્યા છે. આની પહેલા, અર્જુને શરણાગતિ કરી. શિષ્યસ તે અહમ સાધિ મામ પ્રપન્નમ (ભ.ગી. ૨.૭). જોકે તેઓ મિત્ર હતા, કૃષ્ણ અને અર્જુન મિત્રો હતા... સૌ પ્રથમ, તેઓ મિત્રની જેમ વાતો કરી રહ્યા હતા, અને અર્જુન કૃષ્ણ સાથે દલીલ કરી રહ્યો હતો. આ દલીલનું કોઈ મૂલ્ય નથી કારણકે જો હું અપૂર્ણ છું, મારી દલીલનો અર્થ શું છે? જે પણ હું દલીલ કરું છું, તે પણ અપૂર્ણ છે. તો અપૂર્ણ દલીલ કરીને સમય નષ્ટ કરવાનો ફાયદો શું છે? આ વિધિ નથી. વિધિ છે કે આપણે પૂર્ણ વ્યક્તિ પાસે જવું જોઈએ અને તેમની પાસેથી યથારુપ શિક્ષા લેવી જોઈએ. પછી આપણું જ્ઞાન પૂર્ણ છે. કોઈ દલીલ વગર. આપણે વેદિક જ્ઞાનને તેવી રીતે સ્વીકારીએ છીએ. ઉદાહરણ તરીકે, જેમ કે પશુનું મળ. વેદિક ગ્રંથમાં કહ્યું છે કે તે અશુદ્ધ છે. જો તમે મળને સ્પર્શ કરો... વેદિક પદ્ધતિ અનુસાર, મારૂ પોતાનું મળ પસાર કર્યા પછી પણ, મારે સ્નાન કરવું પડે. અને બીજાના મળની તો વાત જ શું કરવી. તે પદ્ધતિ છે. તો મળ અશુદ્ધ છે. વ્યક્તિએ, મળને સ્પર્શ કર્યા પછી, સ્નાન લેવું જ જોઈએ. આ વેદિક આજ્ઞા છે. પણ બીજી જગ્યાએ તે કહ્યું છે કે ગાયનું મળ શુદ્ધ છે, અને જો ગાયનું છાણ કોઈ અશુદ્ધ જગ્યાએ લગાવવામાં આવે, તે શુદ્ધ થઈ જશે. હવે, તમારી દલીલ દ્વારા, તમે કહી શકો છો કે "પ્રાણીનું મળ અશુદ્ધ છે. કેમ એક જગ્યાએ તેને શુદ્ધ કહ્યું છે અને બીજી જગ્યાએ અશુદ્ધ? આ વિરોધાભાસ છે." પણ આ વિરોધાભાસ નથી. તમે વ્યાવહારિક રીતે પ્રયોગ કરો. તમે ગાયનું મળ લો અને કોઈ પણ જગ્યાએ લગાડો, તમે જોશો કે તે શુદ્ધ છે. તરત જ શુદ્ધિકરણ. તો આ વેદિક આજ્ઞા છે. તે પૂર્ણ જ્ઞાન છે. દલીલ કરવામાં અને ખોટી પ્રતિષ્ઠા રજૂ કરવામાં સમય નષ્ટ કરવા કરતાં, જો આપણે પૂર્ણ જ્ઞાનને માત્ર સ્વીકારી લઈએ, જેમ વેદિક સાહિત્યમાં કહ્યું છે, તો આપણને પૂર્ણ જ્ઞાન મળે છે, અને આપણું જીવન સફળ છે. આત્મા ક્યાં છે તે શોધવા માટે શરીર પર પ્રયોગ કરવા કરતાં... આત્મા છે, પણ તે એટલો સૂક્ષ્મ છે કે તમારી આ જડ આંખો વડે તેને જોવું શક્ય નથી. કોઈ પણ માઇક્રોસ્કોપ અથવા કોઈ યંત્ર, કારણકે તે કહ્યું છે કે તે વાળના ટોચના ભાગનો દસ હજારમો ભાગ છે. તો કોઈ યંત્ર નથી. તમે જોઈ ના શકો. પણ તે છે. નહિતો, કેવી રીતે આપણે મૃત શરીર અને જીવિત શરીર વચ્ચે ભેદ જોઈએ છે?